Home /News /madhya-gujarat /

જય રણછોડના નાદ સાથે ડાકોરના ઠાકોરને મળવા શ્રદ્ધાળુઓ આતુર, હોળીએ થશે ડાકોરના ઠાકોરની રંગોત્સવ

જય રણછોડના નાદ સાથે ડાકોરના ઠાકોરને મળવા શ્રદ્ધાળુઓ આતુર, હોળીએ થશે ડાકોરના ઠાકોરની રંગોત્સવ

રસ્તાઓ પર માણસો જ માણસોનો નજારો

આ પદયાત્રિકો દિવસ રાત ચાલીને મનમાં એક જ ભાવના સાથે કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે આતુર હોય છે. આ સાથે જ અનેક સેવાભાવી (Sevabhavi) લોકો પદયાત્રિકોની (Padyatriko) સેવામાં 24 કલાક ખડેપગે રહીને અનેક પ્રકારની સેવા (Seva) આપી રહ્યા છે.

    અમદાવાદ:  ફાગણી પૂનમનું (Poonam) અનેરું મહત્વ છે. આ દિવસે કાળિયા ઠાકોરના (Kaliya Thakor) દર્શન કરવા અનેક લોકો પગપાળા અહિંયા ઉમટે છે. શ્રદ્ધાના આ મહાસાગરમાં શ્રદ્ધાળુઓ (Devout) તરબોળ બની રણછોડજીની (Ranchodji) ભક્તિમાં લીન બને છે. ફાગણી પૂનમને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભક્તોના અવિરત પ્રવાહ ડાકોર (Dakor) તરફ વધી રહ્યા છે. હાલમાં રસ્તાઓ પર અનેક પદયાત્રી રણછોડજીના દર્શન કરવા જઇ રહ્યા છે.

    ચા, પાણી, રસ, નાસ્તો, ભંડારા જેવી મેડિકલ સહિતની સેવાઓ લોકો આપી રહ્યા છે

    આ પદયાત્રિકો દિવસ રાત ચાલીને મનમાં એક જ ભાવના સાથે કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે આતુર હોય છે. આ સાથે જ અનેક સેવાભાવી (Sevabhavi) લોકો પદયાત્રિકોની (Padyatriko) સેવામાં 24 કલાક ખડેપગે રહીને અનેક પ્રકારની સેવા (Seva) આપી રહ્યા છે. સેવા આપીને લોકો ધન્યાતાની અનુભૂતિ કરી રહ્યાં છે. ચા (Tea), પાણી (Water), રસ (Juice), નાસ્તો (Breakfast), ભંડારા જેવી મેડિકલ (Medical) સહિતની અનેક સેવાઓ લોકો ખડેપગે આપી રહ્યા છે. અનેક લોકો છેલ્લા 20-25 વર્ષથી આ સેવા આપીને પદયાત્રિકોને વધાવી રહ્યા છે.

    પદયાત્રિકોમાં અનેક ઉંમર લાયક માણસો પણ કાળિયા ઠાકોરને મળવા માટે ચાલતા જઇ રહ્યા છે. સંઘના અનેક લોકો ભગવાનના ભજન – કીર્તન (Bhajan - Kirtan) કરીને આગળ ચાલી રહ્યા છે અને ભગવાનનું નામ લઇ રહ્યા છે. પદયાત્રિકોને કારણે આખો માર્ગ જય રણછોડ, માખણ ચોરના (Jay Ranchod, Makhan Chor) નાદ સાથે ગુંજી ઉઠ્યો છે. ધોળી ધજા સાથે યુવાનો, બાળકો તથા બીજા અનેક લોકો ડાકોર (Dakor) તરફ આગળ વધી રહ્યા છે.

    આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક દિવસમાં અંગદાનથી સાત લોકોને નવજીવન મળ્યુ

    રસ્તાઓ પર માણસો જ માણસોનો નજારો

    આ પદયાત્રિકોમાં (Padyatriko) અમદાવાદથી (Ahmedabad) જનારા લોકોનો ઘસારો વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. હાથમાં ધજા લઇને કાળિયા ઠાકોરના નાદ સાથે અનેક સંઘો રસ્તા પર ચાલી રહ્યા છે અને લોકો એમની સેવા આપવામાં પણ હાજર છે. રસ્તાઓ પર પદયાત્રિકો અને સેવાભાવીઓને જોવાનો પણ એક લાહ્વો હોય છે. આ જોવાની પણ બહુ મજા આવતી હોય છે. રસ્તાઓ પર માણસો જ માણસો દેખાતા હોય અને લોકો ચાલતા હોય. આવો નજારો કોને જોવો ના ગમે.

    આ પણ વાંચો: કોરોનાથી સાજા થયેલા લોકો કાળઝાળ ગરમીમાં રહેજો સાવધાન, જાણો શું કહી રહ્યા છે ડોક્ટર

    ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણાં વર્ષોથી લોકો ફાગણી પૂનમે ડાકોર ચાલતા જાય છે. આ પગપાળામાં અનેક નાના બાળકોનો (Children) પણ સમાવેશ થાય છે. જો તમે પણ આ નજારો ક્યારે ના જોયો હોય તો એક વાર જરૂરથી જોજો. આખા રસ્તા પર પદયાત્રિઓ અને સેવાભાવી લોકો હોય અને દરેકના મોંઢે જય રણછોડ (Jay Ranchod) જ હોય...
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Dakor, અમદાવાદ, ડાકોર

    આગામી સમાચાર