ફટાકડા ફુટ્યા છતાં અમદાવાદનું હવામાન શુદ્ધ રહ્યું, શું છે તેની પાછળનું કારણ?

News18 Gujarati
Updated: October 29, 2019, 4:09 PM IST
ફટાકડા ફુટ્યા છતાં અમદાવાદનું હવામાન શુદ્ધ રહ્યું, શું છે તેની પાછળનું કારણ?
ફાઈલ ફોટો

ચાલુ વર્ષે દિવાળીના તહેવારમાં અમદાવાદના પ્રદૂષણનું પ્રમાણ નહીવત જોવા મળ્યુ છે.

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદ: એક તરફ દેશની રાજધાની દિલ્હીમાં હવા પ્રદુષિત થતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે ચાલુ વર્ષે દિવાળીના તહેવારમાં અમદાવાદના પ્રદૂષણનું પ્રમાણ નહીવત જોવા મળ્યુ છે. શહેરમાં ફટાકડાના ધુમાડાના કારણે શહેરના મોટા ભાગના વિસ્તારોમા એર પોલ્યુશન ઇન્ડેક્સ વધવાથી લોકોના આરોગ્ય સાથે મોટુ જોખમ ઉભુ થતુ હોય છે, પરંતુ ચાલ વર્ષે એર ક્વોલિટી ઇન્ડેક્શ નોર્મલ રહેતા અમદાવાદીઓ પર તોડાતુ જોખમ અટક્યુ છે.

દિવાળીના તહેવાર નિમિત્તે શહેરમાં મોટા પ્રમાણમાં ફટાકડા ફોડી ઉજવણી કરતા હોય છે. પરંતુ, આ વખતે અમદાવાદીઓને ઝેરી પ્રદૂષિત હવાથી બચી ગયા છે. કારણ કે, ગત વર્ષની સરખામણીએ આ વખતે એર ક્વોલિટી ઇન્ડેક્ષ સામાન્ય રહ્યો છે. જેથી અમદાવાદીઓના સ્વાસ્થ્ય માટે તોડાતુ જોખમ અટક્યુ છે. તો બીજી તરફ ઓક્ટોબર મહિનાના અંતમાં પવનની દિશા બદલતી હોય છે. જેમાં ઉત્તર ભારત તરફથી પવન ફુકાવાનું શરૂ થતુ હોય છે. પરંતુ, ચાલુ વર્ષે ચોમાસાની વિદાય મોડી થતા. હાલ અરબી સમુદ્રમાંથી પવન ફુકાઇ રહ્યા છે. જેના કારણે પ્રદૂષણની માત્ર ઘટી હોવાનું અનુમાન છે. તો જાણીલો અમદાવાદ શહેરના જૂદા જૂદા વિસ્તારના એર ક્વોલિટી ઇન્ડેક્શ.

રખિયાલ ( AQI)

PM 10 (60)
PM 2.5 (38)

બોપલ ( AQI)PM 10 (65)
PM 2.5 (58)

ચાંદખેડા ( AQI)
PM 10 (83)
PM 2.5 (52)

નારણપુરા ( AQI)
PM 10 (62)
PM 2.5 (36)

એરપોર્ટ ( AQI)
PM 10 (91)
PM 2.5 (41)

રખિયાલ ( AQI)
PM 10 (100)
PM 2.5 (65)

પિરાણા ( AQI)
PM 10 (130)
PM 2.5 (193)

 

વાસ્તવમાં પીએમ 10ની માત્રા 100થી વધુ વધવી જોઇએ નહી. આ જ પ્રમાણે, પીએમ 2.5ની માત્રા 60થી વધુ ન હોવી જોઇએ. હવામાં પીએમ 2.5ની માત્રા 121થી વધુ થાય તો તે અતિખરાબ ગણવામાં આવે છે. હવાની ગુણવત્તાના ધારાધોરણો કરતાં ય ઝેરી રજકણોની માત્રા વધુ જોવા મળી હોય છે. અમદાવાદ શહેરમાં સેટેલાઇટ, બોપલ, રખિયાલ, પિરાણા અને ચાંદખેડામાં હવાની ગુણવત્તા એટલી હદે ઝેરી બનતી હોય છે કે, વૃધ્ધ લોકોને ઘરની બહાર નિકળવાની એડવાઇઝરી બહાર પાડી હતી. આ ઉપરાંત એવી સલાહ આપવામાં આવી હતી કે, અસ્થમા, હૃદયરોગ અને શ્વાસના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે તો, દવા લેવી અથવા ડૉક્ટરનો સંપર્ક કરવો.

મહત્વપૂર્ણ છે કે, દિવાળીનાં તહેવારમાં પ્રદુષણને લઈને અમદાવાદ સહિતનાં શહેરમાં પણ પ્રદૂષણનું સ્તર ચિંતાજનક વધી જાય છે. ફટાકડાના ધુમાડાના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં એર પોલ્યુશન ઈન્ડેકસ વધવાથી લોકોના આરોગ્ય પર મોટુ જોખમ ઉભુ થતુ હોય છે. પરંતુ, આ વખતે એર ક્વોલિટી ઇન્ડેક્શ નીચે જોતા અનુમાન થઇ રહ્યુ છે કે, મંદીના માર વચ્ચે ફટાકડા ઓછા માત્રમાં ફુટ્યા છે.
First published: October 29, 2019, 3:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading