Home /News /madhya-gujarat /

Russia Ukraine War: યુદ્ધના માહોલમાંથી પરત ફરેલા અમદાવાદના યુવાને વર્ણવી આપવીતી- હવે મારે ફરી યુક્રેન નથી જવું

Russia Ukraine War: યુદ્ધના માહોલમાંથી પરત ફરેલા અમદાવાદના યુવાને વર્ણવી આપવીતી- હવે મારે ફરી યુક્રેન નથી જવું

અમદાવાદનો અનિકેત ચાર મહિના અગાઉ જ વર્ક પરમીટ પર યુક્રેન ગયો હતો.

Ahmedabad returning from the Russia-Ukraine war: ચાર મહિના અગાઉ જ વર્ક પરમીટ પર ગયેલો દીકરો પરત ફરતા પાલડીમાં રહેતા પરિવારમાં ખુશી છવાઈ છે.

યુક્રેન અને રશિયા (Russia Ukraine War)વચ્ચે થઈ રહેલા યુદ્ધને કારણે માહોલ વધુ ભયાવહ થઈ ગયો હતો. રશિયા દ્વારા થઈ રહેલા હવાઈ હુમલા (Russia Attack on Ukraine)ઓના કારણે ચારથી પાંચ કલાક અમે યુક્રેનના મેટ્રો સ્ટેશનમાં બાંકરોમાં ભરાઈ રહ્યા હતા. ત્યારબાદ અમે એ જગ્યા છોડી દીધી અને યુક્રેન બોર્ડર થઈ પોલેન્ડ (Poland)પહોંચી ગયા હતા. જોકે હવે ફરી યુક્રેન જવાની વાત આવે તો પણ મારો યુક્રેન જવાનો કોઈ વિચાર નથી આ આપવીતી વર્ણવી છે યુક્રેનથી અમદાવાદ પરત ફરેલા યુવાને.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના કારણે અનેક ભારતીય નાગરિકોએ યુક્રેન છોડવાની ફરજ પડી છે. જીવ બચશે તો બધું થઈ પડશે એ ઉદેશ સાથે યુક્રેન કમાવા ગયેલા  અનેક યુવાનો ભારત પરત આવી રહ્યા છે. જોકે હજુ પણ ઘણા લોકો યુદ્ધના માહોલમાં ફસાયેલા છે.

અનિકેતના પિતા જતીનભાઈ ગોવિંદીયા જણાવે છે કે એકનો એક  દીકરો ઘરે પરત  આવી ગયો છે તેનાથી વધારે ખુશી અમારા માટે બીજી એક પણ નથી


ચાર મહિના અગાઉ જ વર્ક પરમીટ પર ગયેલો દીકરો પરત ફરતા પાલડીમાં રહેતા પરિવારમાં ખુશી છવાઈ છે. યુક્રેનથી પરત આવેલા અનિકેત ગોવિંદીયા જણાવે છે કે યુદ્ધ શરૂ થયું ત્યારે શરૂઆતમાં ચિંતાનો માહોલ ન હતો. પણ જેમ જેમ રશિયાની સેના આગળ વધતી ગઈ અને હુમલાઓ વધતા ગયા ત્યાર બાદ ચિંતા વધી હતી. રશિયા દ્વારા થઈ રહેલા હવાઈ હુમલાઓના કારણે ચારથી પાંચ કલાક અમે યુક્રેનના મેટ્રો સ્ટેશનમાં બાંકરોમાં ભરાઈ રહ્યા હતા. મારી સાથે અનેક લોકો બંકરમાં ફસાઈ રહ્યા હતા. હવે ફરી યુક્રેન જવાની વાત આવે તો પણ માટે યુક્રેન જવાનો કોઈ વિચાર નથી તેવું અનિકેતે જણાવ્યું હતું.

આ પણ વાંચો- કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય - પ્રાઈવેટ મેડિકલ કોલેજની અડધી સીટો પર સરકારી કોલેજ જેટલી જ ફી લેવામાં આવશે

અનિકેતે વધુમાં જણાવ્યું હતું કે, રશિયાના હુમલાઓથી બચવા અમે આમતેમ ભાગતા રહ્યા.  ત્યારબાદ અમે કિવ છોડી દીધું. ત્યાંથી અમે યુક્રેન બોર્ડર તરફ ગયા. જોકે મારીપાસે પાસપોર્ટ ન હતો. પણ તેનો ફોટો બતાવ્યો ત્યાર બાદ યુક્રેન મિલીટરી જવાનો એ સંતોષ થયો હતો. અનિકેતના પિતા જતીનભાઈ ગોવિંદીયા જણાવે છે કે એકનો એક  દીકરો ઘરે પરત  આવી ગયો છે તેનાથી વધારે ખુશી અમારા માટે બીજી એક પણ નથી. તે ત્યાં હતો ત્યારે અમને બહુ ચિંતા થતી હતી.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, Gujarati news, Russia and Ukraine War, Russia ukrain crisis, Ukraine crisis, Ukraine war

આગામી સમાચાર