રાજ્યમાં એક સપ્તાહ સુધી દારૂ અને જુગારધામ પર દરોડા પાડવા આદેશ

News18 Gujarati
Updated: June 2, 2019, 12:40 PM IST
રાજ્યમાં એક સપ્તાહ સુધી દારૂ અને જુગારધામ પર દરોડા પાડવા આદેશ
રાજકોટમાં દારૂની હાટડીઓ પર દરોડા દરમિયાનની તસવીર

  • Share this:
ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્યમાં મોટા પાયે પોલીસ કાર્યવાહી કરવાનો આદેશ રાજ્યના DGPએ આપ્યો છે. આવતીકાલથી એટલે કે 2 જુનથી 10 જુન સુધી રાજ્યમાં દારૂ અને જુગારધામ પર દરોડા પાડવાનો આદેશ ગાંધીનગરથી રાજ્યના તમામ પોલીસ ઓફિસરોને આપવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે રાજ્યના DGP શિવાનંદ ઝાએ રાજ્યની પોલીસને આદેશ આપ્યો છે કે તારીખ 2 જુનથી 10 જુન સુધી મેગા સર્ચ ઓપરેશન કાર્યવાહી હાથ ધરવામાં આવે. જેમાં દારૂ અને જુગારધામ પર મોટાપાયે દરોડા પાડી સખત કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે. તો સાથે જ આ કામગીરીમાં LCB, DCB તથા ક્રાઇમ બ્રાંચ જેવી તમામ પોલીસ શાખાઓના અધિકારીઓ આ કાર્યવાહી કરશે.

અહીં ક્લિક કરી વાંચોઃ સુરતમાં શકમંદ આરોપીને માર મારવાનાં કેસમાં 8 કર્મી સામે ગુનો નોંધાયા બાદ PIની બદલી

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રાજકોટ અને અમદાવાદમાં પોલીસતંત્ર દ્વારા દારૂના અડ્ડાઓ પર મોટાપાયે દરોડાકામગીરી કરવામાં આવી રહી છે. તો ગુજરાતમાં દારૂબંધી હોવા છતા બેફામ દારૂની હેરાફેરી થતી હોવાનું કહેવામાં આવી રહ્યું છે એવામાં પોલીસતંત્રની આ કાર્યવાહી કેટલાક અંશે સફળ થશે એ જોવનું રહ્યું.
First published: June 1, 2019, 8:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading