બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા કેમ રદ થઇ, ડે.સીએમને પણ જાણ નથી

News18 Gujarati
Updated: October 12, 2019, 4:19 PM IST
બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા કેમ રદ થઇ, ડે.સીએમને પણ જાણ નથી
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની તસવીર

20મી ઓક્ટોબરે લેવાનારી બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ માટેની ભરતી પરીક્ષા રદ રાખવાનો નિર્ણય ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે કરી છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : 20મી ઓક્ટોબરે લેવાનારી બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ માટેની ભરતી પરીક્ષા રદ રાખવાનો નિર્ણય ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે કરી છે. ગઇકાલે લેવાયેલા આ નિર્ણયને કારણે 10.57 લાખ ઉમેદવારો રોષે ભરાયા છે. આ પરીક્ષા રદ કરવાનું કારણ જ હજી કોઇને ખબર નથી અધિકારીઓ કહે છે કે સરકારે નક્કર કારણ હશે તો જ આ પરીક્ષા રદ કરી હશે અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કહે છે કે આ અંગે મને કોઇ જાણકારી નથી. ત્યારે પ્રશ્ન એ થાય કે આ પરીક્ષા કોને રદ કરી દીધી જેની પાછળનાં કારણની લાખો વિદ્યાર્થીઓ તો ઠીક અધિકારીઓ કે સરકારને પણ નથી ખબર.

નીતિન પટેલ, મને પણ હમણા જ જાણકારી મળી છે કે ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ જે પરીક્ષા લેવાનું હતું તે મુલતવી રાખવામાં આવી છે. સરકાર તરફથી ગૌણ રાજ્ય પસંદગી મંડળને સૂચના આપવામાં આવી છે કે અન્ય કોઇ નિર્ણય ન લેવાય ત્યાં સુધી આ પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. મારી પાસે આની કોઇ સરકારી વિગતો નથી. કારણ કે આ આખો વિભાગ સામાન્ય વહીવટ દ્વારા આની પ્રક્રિયા થતી હોય છે. આ વિભાગ મુખ્યમંત્રી હસ્તક છે. સ્વાભાવિક છે કે અધિકારીઓ વધુ શિક્ષણવાળા મળે તે અંગે કદાચ સરકારે વિચારણા કરી હોય પરંતુ તેનું નક્કર કારણ મારા ધ્યાને નથી આવ્યું.

આ પણ વાંચો : પરીક્ષા ન લેવાતા રોષ : કોઇએ નોકરી છોડી તો કોઇએ પોતાની સગાઈ પાછળ ઠેલવી

આ સામે કોંગ્રેસનાં પરેશ ધાનાણીએ રોષ ઠાલવતા કહ્યું કે, ' ભરતી મેળો તો ભાજપ માટે ચૂંટણી જીતવાનું સાધ બની ગયો છે. પરંતુ હવે ગુજરાતનો યુવાન જાગી ગયો છે. આવતી 6 પેટાચૂંટણીમાં રાજ્યનાં 10 લાખ યુવાનો અભ્યાન આરંભશે. આ આંધળી,મૂંગી, બહેરી સરકાર જે યુવાનોનાં ભાવી સાથે ચેડા કરી રહી છે તેમની સામે આંદોલન કરશે. 'આ પણ વાંચો :  બિનસચિવાલય કલાર્ક, ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ, પરંતુ કારણ અધિકારીને પણ ખબર નથી!
First published: October 12, 2019
વધુ વાંચો
अगली ख़बर