'ગુજરાત પહેલું રાજ્ય બન્યું જ્યાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે નેશનલ હાઇવે પર ટોલ નહીં ભરવો પડે'

'ગુજરાત પહેલું રાજ્ય બન્યું જ્યાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે નેશનલ હાઇવે પર ટોલ નહીં ભરવો પડે'
સિંધુ ભવન ચાર રસ્તા ફ્લાય ઓવર બ્રિજ અને સાણંદ જંકશન ફ્લાય ઓવર બ્રિજનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે.

સિંધુ ભવન ચાર રસ્તા ફ્લાય ઓવર બ્રિજ અને સાણંદ જંકશન ફ્લાય ઓવર બ્રિજનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે.

 • Share this:
  ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી અમદાવાદમાં નિર્માણ પામેલા રૂ. 71 કરોડના બે ફ્લાય ઓવરનું અમિત શાહે ઇ-લોકાર્પણ કર્યું છે. સિંધુ ભવન ચાર રસ્તા ફ્લાય ઓવર બ્રિજ અને સાણંદ જંકશન ફ્લાય ઓવર બ્રિજનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે આ પ્રસંગે મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ , ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મેયર બિજલ પટેલ, સાસંદ સભ્યો, ધારાસભ્યઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  'ગુજરાત પહેલુ રાજ્ય હશે અમદાવાદ- ગાંધીનગર પર ટોલ નહી લેવાય'  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, અમિતભાઇ વ્યસ્ત હોવા છતાં વિનંતીને માન રાખી આશિર્વાદ લોકાર્પણ કરવા એકજ મિનિટમાં સમય આપ્યો છે તેથી આભારી છીએ. તેમણે જણાવ્યું કે, ભારત સરકારના નિયમ મુજબ નેશનલ હાઈવે પર ટોલ લેવાનો હોય છે. અમે કેન્દ્ર સરકારને રજુઆત કરી અમદાવાદ ગાંધીનગર એક એ શહેર છે માત્ર નામ અલગ છે. સતત લોકોની અવરજવર હોવાથી ટોલ લેવુ યોગ્ય નથી અને કેન્દ્ર સરકારે કોઈપણ ટોલ ન લેવાની મંજુરી આપી. ગુજરાત પહેલુ રાજ્ય હશે જેમાં ટોલ નહી લેવાય. કોરોનામા અનેક અઘરુ હતુ છતા પ્રોજેક્ટ આગળ ચાલ્યો. 15 હજાર કરોડ રૂપિયાના માર્ગ મકાન દ્વારા પ્રોજેક્ટ સાથે તમામ લોકોને રોજગારી મળે તેનો પ્રયાસ ગુજરાતમાં ભારત સરકારના સહયોગથી ચાલે છે.

  અમિત શાહે અમદાવાદને આપી ભેટ, બે ઓવરબ્રિજનાં કર્યા ઇ લોકાર્પણ

  ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં થશે ઠંડીમાં વધારો

  ત્રણ ચાર વર્ષમા ફાટક મુક્ત રાજ્યમા ગુજરાત પહેલુ રાજ્ય બનશે- નીતિન પટેલ

  આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, 965 કરોડનો ઓખાથી બેટ દ્વારકા પુલ બનાવવાનું કામ ટૂંક સમયમાં પતી જશે. તેમણે વધુમાં જણાવ્યું કે, રેલવે મંત્રીને વાત કરીને રાજ્યના અને કેન્દ્ર સરકાર ગુજરાતને ફાટક મુક્ત બનાવશે. 7400 કરોડના ખર્ચે ગુજરાત ફાટક મુક્ત બનશે. નગરપાલિકા અને કોર્પોરેશનની ગ્રાન્ટ આપીને શહેરમાંથી જે રેલવે લાઈન પસાર થાય છે તેને ઓવરબ્રિજ કરવામાં આવશે. આગામી સમયમાં ગુજરાતમાં 68 જેટલા ઓવરબ્રિજ બનશે.

  તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતના યાત્રાધામ માટે અંબાજી ડાકોર પાલીતાણા 320 કરોડના ખર્ચે તમામ યાત્રાધામને જોડતા રસ્તાના કામ પૂર્ણ થઈ ગયા છે. કરોડના ખર્ચે અમદાવાદ બામણબોરનુ કામ હાલ ચાલુ છે. બેટ દ્રારકા જવાના રોડનુ કામ પણ હજુ ચાલુ છે. શહેરી વિકાસ અને માર્ગ મકાન વિભાગ ફાટકમુક્ત ગુજરાતની જોગવાઇ કરી. જેના માટે 50% રેલ્વે અને રાજ્ય સરકારના ખર્ચે કામ ચાલે છે. હાલ 3400 કરોડના ખર્ચે 68 બ્રિજના કામ ચાલુ છે. 72 ફાટક પર હાલ ફાટક મુક્ત ગુજરાતનુ કામ ચાલુ છે. ત્રણ ચાર વર્ષમા ફાટક મુક્ત રાજ્યમા ગુજરાત પહેલુ રાજ્ય બનશે.
  Published by:Kaushal Pancholi
  First published:November 30, 2020, 12:05 pm