નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની વિદાય નિશ્ચિત!

News18 Gujarati
Updated: January 18, 2019, 7:36 AM IST
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની વિદાય નિશ્ચિત!
ફાઇલ તસવીર

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર

ગુજરાત ભાજપમાં આવનારા દિવસોમાં નવાજૂનીના એંધાણ વર્તાઇ રહ્યાં છે. હાલમાં જ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલને અમદાવાદની સરદાર પટેલ હોસ્પિટલની આમંત્રણ પત્રિકામાં નામ બાદ કરાતાં વિવાદ ઉડીને આંખે વળગ્યો છે, મુખ્યમંત્રીના ઉમેદવારથી લઇને નાણાખાતા માટે નારાજગી જગજાહેર કરી ચૂકેલા નીતિન પટેલને કટ ટૂ સાઇઝ કરવાની તૈયારી ચાલી રહી હોવાનું આધારભૂત સૂત્રો કહી રહ્યાં છે.

નાયબ મુખ્યમંત્રી સીએમ નીતિન પટેલનું અમદાવાદની સરદાર પટેલ હોસ્પિટલની આમંત્રણ પત્રિકામાં નામ બાદ કરાયું, આજ બતાવે છે કે ગુજરાતમાં મુખ્યમંત્રી રૂપાણી અને નીતિન પટેલ વચ્ચે સ્પષ્ટ મતભેદ છે. વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણી બાદ નવી રચાયેલી સરકારમાં રૂપાણીએ કેબિનેટમાં વરિષ્ઠ અને અનુભવી નેતા નીતિન પટેલને નાણાખાતું કે શહેરી વિકાસ જેવા મહત્વના ખાતા આપવાના બદલે આરોગ્યનો હવાલો સોંપ્યો, આ વખતે પાટીદાર નેતાઓએ આ વાતને નીતિન પટેલનું અપમાન ગણાવ્યું હતું. એ સમયે તેમના પાટીદાર સમાજે પણ પોતાના નેતા માટે જીદ પકડી અને ખુદ નીતિન પટેલે પણ સરકાર સામે જાહેરમાં મોરચો કર્યો. અંતે ના છૂટકે રૂપાણીને ઝૂકવું પડ્યું હતું અને નાણા ખાતું આપવું પડ્યું.

નીતિન પટેલ 1995થી ગુજપાતમાં કેબિનેટ અને સીનિયર પ્રધાન છે, આનંદીબહેન પટેલ પછી નીતિન પટેલ મુખ્યમંત્રી પદના દાવેદાર ગણાતા હતા. પરંતુ કટ ટૂ સાઇઝ કરી ભાજપના નેતાઓએ વિજય રૂપાણી માથે કળશ ઢોળ્યો. કહેવાય છે કે નીતિન પટેલની નારાજગી ત્યારથી શરૂ થઇ હતી.

સીએમઓના આધારભૂત સૂત્રોનું કહેવું છે કે નીતિન પટેલ અનુભવી અને વરિષ્ઠ નેતા હોવાના નાતે વિજય રૂપાણીએ લીધેલા અનેક નિર્ણયો ગણકારતા પણ નથી. એટલે હવે નાયબ મુખ્યમંત્રી.નીતિન પટેલને ગુજરાતની રાજનીતિમાંથી કટ ટૂ સાઇઝ કરવા રૂપાણીના જૂથે રાજકીય કસરત આદરી છે. સાથે જ કહેવાય છે કે આ કસરતના ભાગ રૂપે જ અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત SP હોસ્પિટલની આમંત્રણ પત્રિકામાંથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની બાદબાકી કરી દેવાઇ છે. અમદાવાદ અને ગાંધીનગરના ભાજપના તમામ ધારાસભ્યોના નામ આમંત્રણ પત્રિકામાં છે, એક માત્ર નીતિન પટેલની જ બાદબાકી કરાઇ છે, આ જ બતાવે છે કે ગુજરાત સરકારમાં સીએમ વિજય રૂપાણી અને નીતિન પટેલ વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી. આમંત્રણ પત્રિકામાં નીતિન પટેલનું નામ નહીં લખવાની હિમ્મત AMCના હોદ્દેદારો કે મ્યૂનિસીપાલ કમિશનરમાં પણ નથી. માત્રને માત્ર સીએમ ઓફિસના ઇસારે નીતિન પટેલને તેમનું સ્થાન બતાવી દેવા માટે તેમની બાદબાકી કરાઇ છે.

આગામી સમયે નીતિન પટેલને એપ્રિલ-મે લોકસભા ચૂંટણીમાં મહેસાણા સીટ પર ચૂંટણી લડાવી ગુજરાતની રાજનીતિમાંથી પૂરા કરી દેવાની પણ વાત ચાલી રહી છે. હાલ દેશભરમાં લોકસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂકાઇ ચૂક્યું છે, નેતાઓની રાજકીય ઉથલપાથલ અને નારાજગી સામે પણ આવશે, પરંતુ ગુજરાતમાં સત્તારૂઢ સરકારના ટોચના બે નેતાઓ વચ્ચે ઘર્ષણની વાતથી રાજકીય નવાજૂનીના એંધાણ જરૂર વર્તાઇ રહ્યાં છે. જે તે વખતે નાણા ખાતા માટે નીતિન પટેલે પકડેલી જીદ કચાદ આવનારા સમયમાં ભારે પડી રહી છે, તો સામા પક્ષે સામા પડેલા રૂપાણીને આજે પણ એ જીદ યાદ છે અને તેઓ રાજકીય વેરનું હાટુ વાળે તો નવાય નહીં.
First published: January 17, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading