પાટીદારોને અનામત આપવી કે નહીં તે અંગે શું બોલ્યા નીતિન પટેલ?

News18 Gujarati
Updated: November 17, 2018, 6:52 PM IST
પાટીદારોને અનામત આપવી કે નહીં તે અંગે શું બોલ્યા નીતિન પટેલ?

  • Share this:
ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી અનામતનો મુદ્દો ઉઠ્યો છે, ગુર્જર, મરાઠા અને પાટીદારો આંદોલન કરી પોતાને અનામત આપવાનું કહી રહ્યાં છે, હાલમાં જ મહારાષ્ટ્ર સરકારે મરાઠા જાતિને અનામત આપવા માટે કામગીરી હાથ ધરી છે, તો ગુજરાતમાં પણ પાટીદારોને અનામત મળશે કે કેમ તે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રોચક નિવેદન આપ્યું હતું.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શનિવારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાટીદારોને અનામત મળે તે માટે જસ્ટિસ સુજ્ઞાબહેન ભટ્ટ કમિશનને રજૂઆતો કરાઇ છે, કેટલાક સમજ દ્વારા અનામતને લઇને રજૂઆતો કરાઇ છે. જસ્ટિસ દ્વારા સરવે થયા બાદ તેના પર પંચ વિચાર વિમર્સ કરશે. ત્યારબાદ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવશે જેના પર વિચારણા કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં મરાઠાઓને આપવામાં આવેલી અનામત યોગ્ય ઠરશે તો તે દિશામાં ગુજરાત સરકાર પણ આગળ વધશે.

મહારાષ્ટ્રની યોગ્ય સર્વે બાદ કાર્યવાહી થઈ શકે

નીતિન પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં અગાઉ ઈબીસી અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો જેની સામે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. હતા જ્યારે મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમાજને જે રીતે અનામત આપવાનો નિર્ણય કર્યો છે તેમાં કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ તેમાં સર્વે કરવામાં આવ્યો છે તે જ પ્રમાણે ગુજરાતમાં પણ અનામત આયોગ કાર્યરત છે તો તે મુજબ સર્વે કરવામાં આવે અને સરકારનો અભિપ્રાય લેવામાં આવે તે પછી આગળની કાર્યવાહી થઈ શકે છે.
First published: November 17, 2018, 6:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading