આરોગ્યની સુવિધાઓ નાગરિકોને વિનામૂલ્યે મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ : નિતીન પટેલ

News18 Gujarati
Updated: November 17, 2019, 7:41 PM IST
આરોગ્યની સુવિધાઓ નાગરિકોને વિનામૂલ્યે મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ : નિતીન પટેલ
આરોગ્યની સુવિધાઓ નાગરિકોને વિનામૂલ્યે મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ : નિતીન પટેલ

નાયબ મુખ્યમંત્રીના નિતીનભાઇ પટેલના હસ્તે લાંઘણજ ગામે 46 લાખ રુપિયાના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર વિસ્તૃતિકરણ કામનું લોકાર્પણ કરાયું

  • Share this:
મહેસાણા તાલુકાના લાંઘણજ ગામે 46 લાખ રુપિયાના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર વિસ્તૃતિકરણ કામના લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સૌનો સાથ,સૌનો વિકાસ અને સૌના વિશ્વાસના મંત્ર સાથે કામ કરી રહી છે. આરોગ્યની સુવિધાઓ નાગરિકોને વિનામૂલ્યે મળી રહે તે માટે સરકાર કટિબધ્ધ બની છે.

નિતીનભાઇ પટેલે ઉમેર્યું હતું કે રાજ્યમાં વિવિધ આરોગ્ય લક્ષી યોજનાઓ થકી 4 કરોડ નાગરિકોને આવરી લેવામાં આવ્યા છે. મા વાત્સલય કાર્ડ દ્વારા નાગરિકોએ આરોગ્યની સેવા મેળવેલ વિવિધ સારવાર માટે વાર્ષિક 1400 કરોડ રુપિયાનો ખર્ચ થયેલ છે. તેમણે ઉમેર્યું હતું કે ગરીબો,મધ્યમવર્ગીય,ખેડુતો,ગામડા અને વિધાર્થી સહિત છેવાડાના માનવીને આરોગ્યપ્રદ સેવાઓ મળી રહે તે માટે સરકાર કામ કરી રહી છે.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સેવા સેતુ થકી સરકાર આપણા આંગણે આવી છે. વિવધ નાગરિકલક્ષી સેવાઓ મળવાથી નાગરિકોના સમય અને ખર્ચમાં બચત થઇ નાગરિકોના જીવનધોરણમાં સુધારો થયો છે. રાજ્યમાં 1.25 કરોડ બાળકોની શાળા આરોગ્ય તપાસણ થકી બાળકોના સ્વાસ્થ્યની સીધી દરકાર કરાય છે

આ પણ વાંચો - અમદાવાદ મેટ્રો મહાત્મા મંદિર ગાંધીનગર સુધી લંબાવાશે, જૂન 2020થી કામ શરૂ થશે

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીનું સ્વાગત સન્માન વિવિધ સમાજો,સંગઠનો,ગ્રામજનો, પદાધિકારીઓ,સમાજ અગ્રણીઓ,રોગી કલ્યાણ સમતિ સહિત વિવિધ વિકાસ સમિતિઓ દ્વારા કરવામાં આવ્યુ હતું. નાયબ મુખ્યમંત્રી દ્વારા સ્ટેજપરથી આયુષ્યમાન ભારતકાર્ડ લાભાર્થીઓને વિતરણ કરાયું હતુ.આ ઉપરાંત આરોગ્ય સહિત શિક્ષણની સેવાઓમાં દાન આપનાર દાતાઓનું સન્માન કરાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે લાંઘણજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને 1 એપ્રિલ 2001 થી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રૂપાંતરીત કરાયું હતું. લાંઘણજ ગામે ૨૪ કલાક આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ દ્વારા 46 લાખના ખર્ચે વિસ્તૃતિકરણ કામનું લોકાર્પણ કરાયું હતું. આરોગ્યની આ સેવા થકી આજુબાજુના 20 જેટલા ગામડાઓના આરોગ્યની સેવાઓમાં ત્વરીત મળતી થઇ છે.ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયોજીત કાર્યક્રમમાં લાંઘણજના ઉધોગપતિ પુરસોત્તમદાસ જે પટેલ,સામાજિક કાર્યકર શંભુભાઇ પ્રજાપતિ,જિલ્લા પંચાયત સદસ્ય મુકેશભાઇ પટેલ,તાલુકા પંચાયત સદસ્ય બળદેવભાઇ પટેલ,આરોગ્ય વિભાગીય નાયબ નિયામક ડો.દિનકર રાવલ,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વિષ્ણુંભાઇ પટેલ,સહિત અધિકારીઓ,ગ્રામજનો,પદાધિકારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
First published: November 17, 2019, 7:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading