રાજ્યના માર્કેટયાર્ડના વિકાસથી ખેડૂતો અને વેપારીને ફાયદો થયોઃ નીતિન પટેલ

News18 Gujarati
Updated: February 23, 2019, 7:13 PM IST
રાજ્યના માર્કેટયાર્ડના વિકાસથી ખેડૂતો અને વેપારીને ફાયદો થયોઃ નીતિન પટેલ
નિતીન પટેલ

  • Share this:
એ.પી.એમ.સી મહેસાણા દ્વારા આયોજીત ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે ખેડુતોના હિતમાં આવક બમણી કરવાની દિશામાં સરકાર કટિબધ્ધ બની છે.રાજ્યમાં માર્કેટયાર્ડોના વિકાસના પગલે ખેડુતો અને વેપારીઓને સીધો ફાયદો થઇ રહ્યો છે. મહેસાણા માર્કેટ યાર્ડ દ્વારા નવીન સુવિધાઓના લાભ ખેડુતો અને વેપારીઓને મળનાર છે.

ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ મહેસાણા દ્વારા રાજ્ય સરકાર ના સહયોગથી મહેસાણા મુખ્યમાર્કેટ યાર્ડમાં ૧૦૦૦ મેટ્રિક ટન ફાર્મર ગોડાઉન,ફાર્મર શેડ અને ઓકશન શેડના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.

અહીં ક્લિક કરી વાંચોઃ Viral Video: રણબિર કપૂરે ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટની કરી મિમિક્રી

એ.પી.એ.સી મહેસાણાના ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા માર્કેટયાર્ડોના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જાગૃત માર્કેટયાર્ડો તેનો લાભ મેળવે છે. કડીનું ઉદાહરણ ટાંકતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા કોટન માર્કેટ યાર્ડના વિકાસ માટે ગ્રાન્ટ મેળવી હતી જે યાર્ડ ૩૫ કરોડના ખર્ચે બન્યું હતું આજે જેની કિંમત ૭૫ કરોડ જેટલી થવા પામે છે. આ ઉપરાંત તાજેતરમાં વિસનગર માર્કેટ યાર્ડને પણ ગ્રાન્ટ અપાઇ છે તેમ જણાવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રી એ ઉમેર્યું હતું કે માર્કટયાર્ડોના વિકાસ થાય તો તેનો સીધો લાભ ખેડુતો અને વેપારીઓને મળનાર છે. ૨૦૨૨ માં ખેડુતોની આવક બમણી થાય તે દિશામાં સરકાર ખેડુતલક્ષી નિર્ણયો માટે કટિબધ્ધ બની છે. રાજ્ય સરકાર દ્વારા લાભાર્થી ખેડુતોને અછતની રકમ અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં સહાય મળનાર છે.પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં રાજ્યમાં પ્રથમ તબક્કામાં ૨૫ લાખ અને મહેસાણા જિલ્લામાં ૧,૭૦,૦૦૦ અરજીઓ મળી છે તેમ જણાવી બાકી લાભાર્થી ખેડુતોને ફોર્મ ભરવા પણ અનુરોધ કર્યો હતો.આ ઉપરાંત મહેસાણા પાલિકાને ઓવરબ્રિજ આપવાની જાહેરાત કરી હતી.

એ.પી.એમ.સી મહેસાણા ૧૦૬૫૦૧ ચોરસ મીટરના વિસ્તારમાં મુખ્યયાર્ડ અને શાકભાજી માર્કેટ યાર્ડ સાથે વિસ્તરાઇ છે.૧૧૫ ગામોના વિસ્તારને આવતી લેતી માર્કટ યાર્ડ ૧૯૫૯ થી કાર્યરત છે. જેમાં અનાજ માર્કેટ યાર્ડના ૧૧૭ અને શાકભાજી માર્કેટ યાર્ડના ૨૩૩ વેપારીઓ છે. રાજ્ય સરકાર દ્વારા ૧૦૦૦ મેટ્રિક ટન ફાર્મર ગોડાઉન માટે રૂ.૩૯.૮૦ લાખ,ઓકશન શેડ બાંધકામ માટે રૂ.૧૩.૯૪ લાખ, ફાર્મર શેડ બાંધકામ માટે રૂ.૪૦.૫૪ લાખ અને કંમ્પાઉન્ડ વોલ અને ગેટ બાંધકામ માટે રૂ. ૨૬.૬૪ લાખ મળી ૧૨૦.૯૨ લાખની ગ્રાન્ટ મંજુર થયેલ છે.કાર્યક્રમમાં સંસદ સભ્ય જય બહેન પટેલ,ધારાસભ્ય રમણભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. માર્કેટ યાર્ડના ચેરમેન ખોડાભાઇ પટેલે સ્વાગત પ્રવચન કરી એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ દ્વારા પુલાવ હુમલામાં થયેલ શહિદોને રૂ. ૦૫ લાખ આપવાની જાહેરાત કરી હતી..

કાર્યક્રમમાં એ.પી.એમ.સી વાઇસ ચેરમેન ડી.એમ.પટેલ, જિલ્લા રજિસ્ટ્રાર પ્રતિક ઉપાધ્યાય,નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઇ પટેલ સહકારીક્ષેત્રના અગ્રણીઓ,એ.પી.એમ.સી માર્કયયાર્ડના પ્રતિનિધિઓ,ખેડુતો,વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
First published: February 23, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading