'પોલીસ ઓફિસરોની યાતનાનો અંત આવ્યો, અપાશે વળતર': નીતિન પટેલ

News18 Gujarati
Updated: December 21, 2018, 3:42 PM IST
'પોલીસ ઓફિસરોની યાતનાનો અંત આવ્યો, અપાશે વળતર': નીતિન પટેલ

  • Share this:
સોહરાબુદ્દીન શેખ-તુલસીરામ પ્રજાપતિ કથિત નકલી એન્કાઉન્ટ કેસમાં ચૂકાદા મુદ્દે નીતિન પટેલે નિવેદન આપ્યું છે. નીતિન પટેલે ગાંધીનગર ખાતે જણાવ્યું કે અંતે ભાજપ સરકાર વિરુદ્ધનું ષડયંત્ર ખુલ્લું પડ્યું છે. પોલીસ ઓફિસરોએ કેસમાં યાતના ભોગવી તેનો અંત આવ્યો છે.

શું કહ્યું નીતિન પટેલે ?

ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોહરાબુદ્દીન કેસ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની તરફેણમાં આવેલા ચૂંકાદાથી આનંદ થયો છે. ભાજપ સરકાર વિરુદ્ધ ષડયંત્ર ખુલ્લું પડ્યું છે. કાયદા પ્રમાણે કર્મચારી અને અધિકારીઓને ન્યાય મળ્યો છે. એન્કાઉન્ટરને સારી રીતે જોવાને બદલે વિપક્ષે ખોટી રીતે પ્રોત્સાહન આપ્યું હતું.

પોલીસ ઓફિસરોને અપાશે વળતર

નીતિન પટેલે જણાવ્યું કે અનેક વર્ષોથી સમગ્ર કેસમાં ફસાયેલા પોલીસ ઓફિસરોએ અનેક યાતનાઓ ભોગવી છે જેનો અંત આવ્યો છે. અધિકારીઓએ ખોટી રીતે જેલમાં જવું પડ્યું હતું. જો કે દોષમુક્ત થયેલા તમામ ઓફિસરોને નિયમ મુજબ વળતર અને બઢતીનો લાભ મળશે.

સોહરાબુદ્દીન શેખ-તુલસીરામ પ્રજાપતિ કથિત નકલી એન્કાઉન્ટ કેસમાં 13 વર્ષ બાદ શુક્રવારે ચુકાદો આવ્યો છે. સીબીઆઈ કોર્ટે નોધ્યું કે, તમામ સાક્ષીઓ અને પુરાવાઓથી એવું સાબિત નથી થતું કે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર એક કાવતરું અને હત્યા હતી.
First published: December 21, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading