'લોકસભાની ચૂંટણીને લઇને કોગ્રેસ આવી જાહેરાતો કરે છે': નીતિન પટેલ

News18 Gujarati
Updated: December 17, 2018, 8:52 PM IST
'લોકસભાની ચૂંટણીને લઇને કોગ્રેસ આવી જાહેરાતો કરે છે': નીતિન પટેલ

  • Share this:
દીપિકા ખુમાણ, અમદાવાદ

હાલમાં જ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ નવા મુખ્યમંત્રીએ ખેડૂતોના દેવા માફી કરવાની જાહેરાત કરી દીધી. આ જાહેરાતથી દેશભરમાં ભાજપ શાસિત રાજ્યોમાં ચર્ચા જાગી છે. ગુજરાતમાં પણ સરકાર પર સવાલો ઉઠતા નેતાઓ બચાવમાં ઉતર્યા છે. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સમગ્ર મુદ્દે નિવદેન આપતાં કહ્યું કે કોંગ્રેસ લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી આ જાહેરાત કરી છે.

અહીં ક્લિક કરી વાંચો પોસ્ટ ઓફિસમાં નોકરી માટે કરો રઝિસ્ટ્રેશન, તુરંત મળી જશે Job!

નીતિન પટેલે ઉઠાવ્યા સવાલ

ખેડૂતોના દેવા માફી મુદ્દે નીતિન પટેલે જણાવ્યું કે કોંગ્રેસે ચૂંટણીમાં વચન આપ્યું હતું તે પુરું કર્યું હોય તેવું લાગે છે. પરંતુ ચૂંટણીમાં ખેડૂતોને છેતરવા કેટલું દેવું માફ કરવું તેની સ્પષ્ટતા નહોતી કરી. કોંગ્રેસની સરકાર કર્ણાટકમાં પણ છે, ત્યાં કેમ દેવું માફ નથી કરાયું. હવે ઓછું દેવું માફ કરવું પડે તે માટેના રસ્તાઓ કોંગ્રેસ શોધી રહી છે. તમામ રાજ્ય સરકારો દેવું માફ કરે તો દરેક રાજ્યોએ 25 હજાર કરોડથી લઇને 80 હજાર કરોડ પૈસા ચૂકવવા પડે. લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે કોંગ્રેસ આવી જાહેરાતો કરી રહી છે.

બીજી બાજુ દ્વારકામાં ખેડૂતોના આપઘાત મુદ્દે અર્જુન મોઢવાડિયાએ સરકાર પર પ્રહારો કર્યા હતા, જેમાં તેઓએ કહ્યું કે રાજ્ય સરકારે ખેડૂતોના દેવા માફ કરવા જોઇએ. અને આર્થિક ભીસથી કંટાળી આપઘાત કરી રહેલા ખેડૂતોના પરિવારને તાત્કાલિક 15 લાખની સહાય આપવી જોઇએ.તો હાલમાં જ જસદણની વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે, એવામાં મધ્યપ્રદેશમાં ખેડૂતોના દેવામાફીની જાહેરાતથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના કાર્યાલયે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી રહી છે અને રાહુલ ગાંધી અને અવસર નાકિયા વિજય ભવના નારા લાગ્યા હતા. જસદણ પેટાચૂંટણીમાં આ મુદ્દો કોંગ્રેસ તરફી બની શકે છે.
First published: December 17, 2018, 8:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading