સારા સમાચાર : ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા Covid-19ની હર્બલ આયુર્વેદિક દવા શોધાઇ

સારા સમાચાર : ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા Covid-19ની હર્બલ આયુર્વેદિક દવા શોધાઇ
આયુષ મંત્રાલય દ્વારા પણ પ્રોફેસર રાવલની આ હર્બલ આયુર્વેદિક દવાના ટ્રાયલ માટે મંજૂરી આપી દેવામાં આવી છે.

આયુષ મંત્રાલય દ્વારા પણ પ્રોફેસર રાવલની આ હર્બલ આયુર્વેદિક દવાના ટ્રાયલ માટે મંજૂરી આપી દેવામાં આવી છે.

  • Share this:
ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સ ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રીશન વિભાગના પ્રોફેશર ડૉકટર રાકેશ રાવલ દ્વારા કોરોના વાયરસ માટેની આયુર્વેદ દવા શોધવામાં આવી છે. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા પણ પ્રોફેસર રાવલની આ હર્બલ આયુર્વેદિક દવાના ટ્રાયલ માટે મંજૂરી આપી દેવામાં આવી છે.

ઇમયુરાઇઝ હર્બલ પ્રોડક્ટ નામની આ આયુર્વેદિક દવા અંગે વાત કરવામાં આવે તો આ દવા..1- આ સંપૂર્ણ આયુર્વેદિક વનસ્પતિજન્ય દવા છે જેના રેડિએશન - માઇક્રોબિએલ લોડ - ટોક્સિસિટી સહિતના તમામ પરીક્ષણ ભારતની એક્રેડિટેડ લેબમાં કરવામાં આવ્યા છે
2-આ દવાનું એનિમલ ટેસ્ટિંગ પણ નિરમા યુનિવર્સીટીમાં કરવામાં આવ્યું છે અને હ્યુમન ડી એન એ રિફોર્મેટ કરવામાં આ દવાએ ખુબ જ સારા પરિણામ આપ્યા છે
3-આ હર્બલ પ્રોડક્ટ એન્ટી એઈજિંગ - એન્ટી ઓક્સિડેન્ટડ છે અને શરીરમાં ડિટોક્સીફિકેશન કરાવે છે જેના કારણે ચયાપચયની પ્રક્રિયા અને બહારનો કચરો જે શરીરમાં પ્રવેશે છે તેને કાઢી નાખવામાં ઉપયોગી છે.
4-આ દવાના પ્રયોગથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આવે છે જેના કારણે કેન્સર જેવા રોગમાં આપવામાં આવતી કેમોથેરાપી-રેડિયોથેરાપી ની આડઅસર જે થાય છે તેને રોકી દેવામાં અને રીપેર કરવામાં પણ સફળતા મળી છે
5-આ દવાનો ટેલોમીરેજ સ્ટડી 31 દર્દીઓ ઉપર કરવામાં આવ્યો હતો જેમાં 96 ટકા રિઝલ્ટ મળ્યું છે
6- 100થી વધુ દર્દીઓના માઈલ્ડ-મોડ્રેડ અને હાઈ એમ ત્રણ પ્રકારના ડી એન એ રીપેર કરવામાં સફળતા મળી છે
7-આ દવા સિરોસિસ ઓફ લીવરના દર્દીઓને આપતા પહેલા અને 3 મહિના પછી ફરીથી આવા દર્દીઓનું ડી એન એ પરીક્ષણ કરવામાં આવતા ડી એન એ માં 32 ટકાનો સુધારો જોવા મળ્યો છે
8- આ દવા ઉપર ગુજરાત યુનિવર્સીટીમાં આવેલ લાઈફ સાયન્સ વિભાગમાં ફોરેન્સિક વિભાગના હેડ ડૉ.રાકેશ રાવલની સાથે ગુજરાત યુનિવર્સીટીમાં ફેકલ્ટી તરીકે કાર્યરત ડૉ. અક્ષય સેવક કામ કરી રહ્યા છે. ઇમ્યુનોલોજી ઉપરનું કામ ખુબ મોટું છે જે દરેક વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મહત્વનું સાબિત થશે
9-ડીટૉક્સીફીકેશ અસરના કારણે જો આ દવા દર્દીઓમાં એપ્લાઇ કરાવવામાં આવે તો 14 દિવસનો જે સમય ગાળો છે તે પણ ઘટી જવાની શક્યતા રહેલી છે.

આ પણ  વાંચો - ખેડબ્રહ્મા : સંતાનોના લગ્ન થાય તે પહેલા જ વેવાઈ વેવાણે પ્રેમસંબંધમાં કર્યો આપઘાત

આ પણ  જુઓ - 

 

 
First published:June 10, 2020, 09:22 am