સરકારનો ખુલાસો, રાજયમાં યુરિયા ખાતરની અછત નથી, વાવેતરમાં વધારો થયો છે


Updated: January 5, 2020, 5:16 PM IST
સરકારનો ખુલાસો, રાજયમાં યુરિયા ખાતરની અછત નથી, વાવેતરમાં વધારો થયો છે
આગામી પાંચ દિવસમાં 10 હજાર મેટ્રિક ટન યુરિયાનો જથ્થો અછત ગ્રસ્ત જિલ્લાઓમાં પહોંચાડી દેવામાં આવશે

ગત વર્ષ કરતા આ વર્ષે 8 લાખ હેક્ટરના વાવેતરમાં વધારો થયો છે. એટલે કુલ 35 લાખ હેક્ટરમાં વાવેતર થયું હોવાથી માંગ વધી છે.

  • Share this:
કોંગ્રેસના એમએલએ કિરીટ પટેલે ઉત્તર ગુજરાતમાં યુરિયા ખાતર ખેડૂતોને મળતું ના હોવાના મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને રજુઆત કરી હતી. જેને લઇને રાજય સરકારને ગુજરાતમાં યુરિયા ખાતરની અછત ન હોવા
બાબતે ખુલાસો કરવાની ફરજ પડી હતી.

આ બાબતે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે કહ્યું હતું કે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 9 તાલુકાઓમાં યુરિયા ખાતરની અછત થઇ હતી. તેનું મુખ્ય કારણ આ વખતે રવિ સીઝનમાં 35.46 હેકટર એરિયામાં વાવેતર થયું છે. ગઈ વખતે રાજયમાં 28 લાખ હેકટરમાં વાવેતર થયું હતું. ગત વર્ષ કરતા 7 લાખ હેકટરમાં કૃષિ વાવેતરમાં વધારો થયો છે. તેમાં પણ ખાસ કરીને ધઉંના વાવેતરમાં 29 ટકા અને બટાટાના વાવેતરમાં વધારો થવાને લીધે ખાતરની માંગમાં વધારો થયો છે. આગામી પાંચ દિવસમાં 10 હજાર મેટ્રિક ટન યુરિયાનો જથ્થો અછત ગ્રસ્ત જિલ્લાઓમાં પહોંચાડી દેવામાં આવશે.

આ વખતે કેન્દ્ર સરકારે 11 લાખ મેટ્રિક ટન યુરિયાનો જથ્થો, 2.50 લાખ મેટ્રિક ટન ડીએપી, 2.36 લાખ મેટ્રિક ટન એનપીકે અને 60 હજાર એમઓપી ખાતરનો જથ્થો મંજુર કરેલો છે. આ ઉપરાંત 50 હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો મંજુર કરાયેલ છે. જે પૈકી કેન્દ્ર સરકારે દ્વારા 11 લાખ મેટ્રિક ટન ખાતર આપી દેવાયું છે. અછતને લઈને કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે કહ્યું કે, ગત વર્ષ કરતા આ વર્ષે 7 લાખ હેક્ટરના વાવેતરમાં વધારો થયો છે. એટલે કુલ 35 લાખ હેક્ટરમાં વાવેતર થયું હોવાથી માંગ વધી છે.

આગામી 4 દિવસમાં 32 હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો પહોંચતો કરવામાં આવ્યો છે. બફર સ્ટોકમાં 50 હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો છે ત્યાં ખાતર હાલ પૂરતું પહોંચાડવામાં આવશે. 840 કરોડ રૂપિયાની સહાયની રકમ રાજ્ય સરકારે ખેડૂતોને ચૂકવી છે જે ખેડૂતો બાકી છે એ 14 મી સુધી અરજીઓ કરી શકશે. અત્યાર સુધી 31 લાખ 9 હજાર 471 ખેડૂતોની અરજીઓ મળી છે જે પૈકી 10 લાખ 92 હજાર 589 ખેડૂતોના ખાતામાં 840 કરોડની સહાયની રકમ જમા કરાવી છે.
First published: January 5, 2020
વધુ વાંચો
अगली ख़बर