અમદાવાદ : બોર્ડમાં ઓછું પરિણામ લાવનારી શાળાઓને DEOનું તેડુ

અમદાવાદ : બોર્ડમાં ઓછું પરિણામ લાવનારી શાળાઓને DEOનું તેડુ
અમદાવાદ : બોર્ડમાં ઓછું પરિણામ લાવનારી શાળાઓને DEOનું તેડુ

અમદાવાદ જીલ્લાની 150થી વધુ સ્કૂલોના પરિણામો 30 ટકાથી ઓછા આવતા સ્કૂલની ગ્રાન્ટ સહીતની કપાત સ્કૂલોએ ભોગવવાની રહેશે ઉપરાંત શિક્ષકોના ઇન્ક્રીમેન્ટ પણ અટકશે

  • Share this:
અમદાવાદ : ગત માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા લેવાઈ હતી અને મે મહિનામાં તેના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે પરિણામ મામલે સતત નીચું પરિણામ લાવતી શાળાઓ સામે શિક્ષણ વિભાગના અધિકારીઓએ લાલ આંખ કરી છે. હવે શિક્ષણ વિભાગ શાળાઓની યાદી તૈયારીમાં લાગ્યું છે અને 30 ટકાથી ઓછું પરિણામ લાવનારી શાળાના પ્રિન્સિપાલ અને વિષય શિક્ષકોને ખુલાસો કરવા બોલાવવામાં આવી રહ્યા છે. કઇ જગ્યાએ શાળાની કચાશ રહી ગઈ તે પણ ચકાસવામાં આવી રહ્યું છે.

રાજ્ય સરકાર ભલે ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણના દાવાઓ કરતી હોય પરંતુ પરિસ્થિતિ કંઇક અલગ છે. અમદાવાદ જીલ્લાની 150થી વધુ સ્કૂલોના પરિણામો 30 ટકાથી ઓછા આવતા સ્કૂલની ગ્રાન્ટ સહીતની કપાત સ્કૂલોએ ભોગવવાની રહેશે ઉપરાંત શિક્ષકોના ઇન્ક્રીમેન્ટ પણ અટકશે તેવું જાણવા મળી રહ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સિનિયર સુપરિટેડેન્ટ ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે સરકાર પ્રયત્નશીલ છે તેમ છતા પણ અનેક સ્કૂલોના પરિણામો અનેક કારણોસર સુધરી શકતા નથી ત્યારે આવી સ્કૂલોના શિક્ષકોનુ ઇન્ક્રીમેન્ટ પણ આગામી સમયમાં અટકી શકે છે.આ પણ વાંચો  - સોશિયલ મીડિયામાં પોલીસને ગેરમાર્ગે દોરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે : DGP શિવાનંદ ઝા

અમદાવાદ શહેર અને ગ્રામ્યની વાત કરવામા આવે તો 150 જેટલી સ્કૂલો 30 ટકાથી ઓછુ પરિણામ લાવી છે જ્યારે 20 જેટલી સ્કૂલોનુ પરીણામ છેલ્લા 3 વર્ષથી ઓછુ આવતા તેમની પાસે ખુલાસો માંગવામા આવ્યો છે. જીલ્લાની 10 જેટલી સ્કૂલનુ પરિણામ તો શુન્ય ટકા એટલે કે બોર્ડમા એકપણ વિદ્યાર્થી પાસ થઇ શક્યો નથી. જેની ખૂબ જ ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. મહત્વનું છે કે દર વર્ષે બોર્ડનું પરિણામ આવ્યા બાદ આ પ્રકારે શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધર્યું છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે. જે અંતર્ગત નીચું પરિણામ લાવનાર સ્કૂલોના સંચાલકોને ડીઇઓનુ તેડુ આવ્યું છે. જેમાં કોવિડ 19ને કારણે દરરોજ બે બે સ્કૂલોનુ હિયરિગ કરવામા આવી રહ્યુ છે.

સતત નીચું પરફોર્મન્સ આપતી શાળાઓ સામે કડક વલણ જિલ્લા શિક્ષણ અધિકારીએ અપનાવ્યું છે અને સ્કૂલનું પરિણામ કેવી રીતે સુધારી શકાય, આસપાસની સારા પરીણામવાળી સ્કૂલોના શિક્ષકોને બોલાવીને ક્યા અસરકારક પગલા લઇ શકાય તે અંગે વિસ્તૃત જાણકારી પણ આપવામા આવી રહી છે.
Published by:Ashish Goyal
First published:July 21, 2020, 22:51 pm

ટૉપ ન્યૂઝ