નોટબંધી મામલે વધુ એક મોટો નિર્ણય, કાલ સુધી જ ચાલશે 500 રૂપિયાની જુની નોટ

Haresh Suthar | Pradesh18
Updated: December 1, 2016, 3:01 PM IST
નોટબંધી મામલે વધુ એક મોટો નિર્ણય, કાલ સુધી જ ચાલશે 500 રૂપિયાની જુની નોટ
કેન્દ્ર સરકારે 500 રૂપિયાની જુની નોટોનો ઉપયોગ કરવાને લઇને પણ મોટો નિર્ણય લીધો છે. સરકારે આ નોટના ઉપયોગની સમય મર્યાદા ઘટાડી છે. અગાઉ આ નોટ પેટ્રોલ પંપ સહિતના ઇમરજન્સી સ્થળોએ 15 ડિસેમ્બર સુધી લેવાની હતી પરંતુ આજે એવો નિર્ણય લેવાયો છે આવતી કાલ સુધી જ આ નોટ વપરાશમાં લઇ શકાશે.

કેન્દ્ર સરકારે 500 રૂપિયાની જુની નોટોનો ઉપયોગ કરવાને લઇને પણ મોટો નિર્ણય લીધો છે. સરકારે આ નોટના ઉપયોગની સમય મર્યાદા ઘટાડી છે. અગાઉ આ નોટ પેટ્રોલ પંપ સહિતના ઇમરજન્સી સ્થળોએ 15 ડિસેમ્બર સુધી લેવાની હતી પરંતુ આજે એવો નિર્ણય લેવાયો છે આવતી કાલ સુધી જ આ નોટ વપરાશમાં લઇ શકાશે.

  • Pradesh18
  • Last Updated: December 1, 2016, 3:01 PM IST
  • Share this:
નવી દિલ્હી #કેન્દ્ર સરકારે 500 રૂપિયાની જુની નોટોનો ઉપયોગ કરવાને લઇને પણ મોટો નિર્ણય લીધો છે. સરકારે આ નોટના ઉપયોગની સમય મર્યાદા ઘટાડી છે. અગાઉ આ નોટ પેટ્રોલ પંપ સહિતના ઇમરજન્સી સ્થળોએ 15 ડિસેમ્બર સુધી લેવાની હતી પરંતુ આજે એવો નિર્ણય લેવાયો છે આવતી કાલ સુધી જ આ નોટ વપરાશમાં લઇ શકાશે.

હવે 2જી ડિસેમ્બર સુધી એટલે કે શુક્રવાર સુધી જ પેટ્રોલ પંપ અને એરપોર્ટ પર રૂપિયા 500ની જુની નોટનો ઉપયોગ કરી શકાશે. એનો સીધો મતલબ એ છે કે, તમે પેટ્રોલ પંપ પર પણ જુની નોટ આવતી કાલ સુધી સુધી જ ચલાવી શકશો. આ સાથે જ 500 રૂપિયાની નોટનું ઉઠમણું થઇ જશે.

500 રૂપિયાની જુની નોટના ઉપયોગ માટે સરકારે અગાઉ 15 ડિસેમ્બરની સમય મર્યાદા રાખી હતી. જે હવે ઘટાડી દેવામાં આવી છે. આ મામલે રાહત આપવા માટે સરકારે શું પગલાં લીધા છે. જાણો

#હજુ પણ બેંકોની ઘણીખરી શાખાઓમાં 500 રૂપિયાની નોટો નથી. આ શાખાઓમાં 100 રૂપિયાની નોટની પણ અછત છે. અહીં મોટા ભાગના ગ્રાહકોને બેંક દ્વારા રૂપિયા 2000ની નોટ આપવામાં આવી રહી છે.

#હજુ કોઇ પણ વ્યક્તિ સપ્તાહના વધુમાં વધુ 24000 રૂપિયા જ ઉપાડી શકે છે. એટીએમમાં રોજના 2500 રૂપિયા જ નીકાળી શકાય છે. જોકે કેટલીક બેંકોનું કહેવું છે તે એક વ્યક્તિને 10000 રૂપિયાથી વધુ રકમ આપી શકતા નથી કારણ કે એમની પાસે હજુ પણ એટલી રકમ નથી આવી.

#બેંકોની ઘણીખરી શાખાઓમાં નાણાં ન મળતાં ગ્રાહકોનો ગુસ્સો પણ સામે આવી રહ્યો છે. એવામાં બેંક એસોશિએશને કર્મચારીઓને પોલીસ રક્ષણ આપવાની પણ માંગ કરી રહ્યા છે.#સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર રજનીશ કુમારે જણાવ્યું કે, બેંકો તમામ પડકારોનો સામનો કરવા તૈયાર છે.

#રજનીશ કુમારનું કહેવું છે કે છેલ્લા 20 દિવસોથી બેંકો 100 ટકાની ક્ષમતા સાથે કામ કરી રહી છે.

#એસબીઆઇનો દાવો છે કે, તે રોજના 6000 કરોડ રૂપિયા કેશ ગ્રાહકોને આપી રહ્યા છે. જેમાં 1800-2000 કરોડ રૂપિયા એટીએમ અને બાકીના રૂપિયા બેંકોની શાખાઓ અને પોસ્ટ ઓફિસ દ્વારા લોકોને આપવામાં આવી રહ્યા છે.
First published: December 1, 2016, 11:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading