આજે બેંક જતાં પહેલાં આ બાબતોનું ધ્યાન રાખજો, જાણો 10 પોઇન્ટ

Haresh Suthar | Pradesh18
Updated: November 19, 2016, 9:03 AM IST
આજે બેંક જતાં પહેલાં આ બાબતોનું ધ્યાન રાખજો, જાણો 10 પોઇન્ટ
પાંચસો અને હજાર રૂપિયાની જુની નોટ બંધ કરી દેવાતાં બેંક બહાર આજે પણ લાંબી કતારો લાગી રહી છે. પરંતુ જો તમે આજે બેંક જવાના હો તો તમને ધરમનો ધક્કો પડી શકે એમ છે. આજે બેંક જતાં પહેલા આ મુદ્દા જાણી લેવા જરૂરી છે.

પાંચસો અને હજાર રૂપિયાની જુની નોટ બંધ કરી દેવાતાં બેંક બહાર આજે પણ લાંબી કતારો લાગી રહી છે. પરંતુ જો તમે આજે બેંક જવાના હો તો તમને ધરમનો ધક્કો પડી શકે એમ છે. આજે બેંક જતાં પહેલા આ મુદ્દા જાણી લેવા જરૂરી છે.

  • Pradesh18
  • Last Updated: November 19, 2016, 9:03 AM IST
  • Share this:
અમદાવાદ #પાંચસો અને હજાર રૂપિયાની જુની નોટ બંધ કરી દેવાતાં બેંક બહાર આજે પણ લાંબી કતારો લાગી રહી છે. પરંતુ જો તમે આજે બેંક જવાના હો તો તમને ધરમનો ધક્કો પડી શકે એમ છે. આજે બેંક જતાં પહેલા આ મુદ્દા જાણી લેવા જરૂરી છે.

બ્લેક મની અને ભ્રષ્ટાચારને નાથવા માટે મોદી સરકાર દ્વારા 500 અને 1000 રૂપિયાની જુની ચલણી નોટોને રદ કરી દેવામાં આવી છે. આ નિર્ણય કર્યાના આજે 11મા દિવસે પણ બેંકોમાં લાઇનો ઓછી થવાનું નામ લેતી નથી.આ સંજોગોમાં જુની નોટ બદલવાને લઇને સરકાર દ્વારા વધુ એક નિર્ણય લેવાયો છે. બેંકોમાં આજે ખાસ પ્રકારના જ કામ થશે.

જાણો, મહત્વની  વાતો

#આજે બેંકો માત્રને માત્ર સિનિયર સિટીઝનને જ જુની નોટ બદલી આપશે

#બેંકોમાં આજે જે તે બેંકના ગ્રાહકોના જ નાણા જમા કરી શકાશે

#બેંકો આજે અન્ય ખાતેદારોને નાણાં નહીં જમા લે#બેંકો દ્વારા આજે અન્ય પડતર અને બાકી કામગીરી કરવામાં આવશે

#સોમવારથી નોટ બદલવાની કામગીરી રાબેતા મુજબ ચાલશે

#બેંકો દ્વારા સિનિયર સિટીઝનને રૂ.2000 સુધી બદલી આપશે

#બેંકો દ્વારા આજે આ ખાસ કામગીરી જ કરવામાં આવશે

#બેંક સંઘ દ્વારા આ નિર્ણયને સમર્થન આપવામાં આવ્યું છે.

#એટીએમ દ્વારા નિયમ અનુસાર નાણાં ઉપાડી શકાશે

#ઘણી ખરી બેંકો અને એટીએમમાં 500ની નવી નોટ આવી જશે

 
First published: November 19, 2016, 9:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading