પૂર્વ પીએમ મનમોહનસિંહે મોદી સરકાર સામે કર્યા 10 પ્રહાર, જવાબમાં જેટલીએ કર્યા 5 વાર

Haresh Suthar | Pradesh18
Updated: November 24, 2016, 6:33 PM IST
પૂર્વ પીએમ મનમોહનસિંહે મોદી સરકાર સામે કર્યા 10 પ્રહાર, જવાબમાં જેટલીએ કર્યા 5 વાર
નોટબંધી મામલે રાજ્યસભામાં થયેલી ચર્ચામાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે આ નિર્ણયને ખોટો ગણાવતાં નાણામંત્રી અરૂણ જેટલીએ સામે જોરદાર વળતો પ્રહાર કર્યો હતો. આવો જાણીએ કોણે શું કહ્યું.....

નોટબંધી મામલે રાજ્યસભામાં થયેલી ચર્ચામાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે આ નિર્ણયને ખોટો ગણાવતાં નાણામંત્રી અરૂણ જેટલીએ સામે જોરદાર વળતો પ્રહાર કર્યો હતો. આવો જાણીએ કોણે શું કહ્યું.....

  • Pradesh18
  • Last Updated: November 24, 2016, 6:33 PM IST
  • Share this:
નવી દિલ્હી #નોટબંધી મામલે રાજ્યસભામાં થયેલી ચર્ચામાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે આ નિર્ણયને ખોટો ગણાવતાં નાણામંત્રી અરૂણ જેટલીએ સામે જોરદાર વળતો પ્રહાર કર્યો હતો. આવો જાણીએ કોણે શું કહ્યું.....

1.નાણામંત્રીએ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું નામ લીધા વિના કર્યું કે, જે લોકોને મોટા મોટા કૌભાંડ ક્યારેય બ્લંડર નથી લાગ્યા એ લોકોને આજે નોટબંધી બ્લંડર લાગી રહી છે.

2.કોંગ્રેસનું નામ લીધા વિના જેટલીએ કહ્યું કે, જે પાર્ટી એક સમયે દેશમાં કૌભાંડનો હિસ્સો હતી એ આજે નોટબંધીનો વિરોધ કરી રહી છે.

3. એમની (કોંગ્રેસ અને મનમોહનસિંહ)ની સરકારમાં સૌથી વધુ કૌભાંડ થયા અને બ્લેક મની દેશમાં પેદા થયો

4. 2જી સ્કેમ અને કોલ સ્કેમ જેવા કૌભાંડ એમના શાસનકાળમાં જ થયા. સમગ્ર દેશવાસીએ કૌભાંડવાળી એ સરકાર જોઇ છે. જેના રાજમાં બ્લેક મની પેદા થયું હતું.

5. જેટલીએ ચર્ચાને લઇને કહ્યું કે, પહેલા દિવસે વિપક્ષની ચર્ચાને લઇને કોઇ શરત ન હતી. પરંતુ બાદમાં દરરોજ નવી નવી શરતો આવતી રહે છે. વિપક્ષ ઇચ્છતો હતો કે, પીએમ ચર્ચામાં હાજર રહે અને હવે બહાના બનાવવા શરૂ કરી દીધા છે. વિપક્ષે જે પણ પ્રસ્તાવ ચર્ચા માટે આપ્યા એ માટે અમે ચર્ચા માટે તૈયાર છીએ.આ પહેલા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે નોટબંધીને ખોટો ગણાવ્યો હતો. સાથોસાથ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એમની નીતિઓને લઇને આ 10 વાતો પણ કરી.

1.દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે ગુરૂવારે નોટબંધીના મુદ્દે સરકાર સામે નિશાન સાધતાં કહ્યું કે, નોટબંધીથી આમ આદમી અને નાના વેપારીઓને ઘણી મુશ્કેલી થઇ રહી છે અને દેશનો જીડીપી બે ટકા ઘટી શકે એમ છે.

2.જે લોકો કહેતા હતા કે નોટબંધી લાંબા સમયે ફાયદો આપશે. એમણે પોતાના નિવેદનો પરત લેવા જોઇએ કારણે કે લાંબા સમયમાં આપણે બધા નહીં હોઇએ.

3.નોટબંધી લાગુ કરવામાં અવ્યવસ્થા જોવા મળી છે. જીડીપી ગ્રોથ 2 ટકા ઘટી શકે છે.

4.હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પુછવા ઇચ્છુ છું કે તે કોઇ એવા દેશનું નામ બતાવે કે જ્યાં લોકોએ બેંકમાં પોતાના પૈસા જમા તો કરાવ્યા છે પરંતુ એને પરત નીકાળી શકતા ના હોય, આ નિર્ણય એકદમ ખોટો છે.

5.સિંહે કહ્યું કે, મને આશા છે કે, વડાપ્રધાન આ સમસ્યાથી લડી રહેલા લોકોને રાહત પહોંચાડવા માટે કંઇક રસ્તો કાઢે, આ દરમિયાન 60થી65 લોકોએ જાન ગુમાવ્યા છે.

6.જીડીપી ગ્રોથ 2 ટકા ઓછો થશે, આ આંકડો અનુમાનથી વધુ નથી પરંતુ ઓછો છે.

7.સરકારના આ નિર્ણયથી આપણા દેશના લોકોનો ચલણ અને બેંકિંગ પ્રણાલીમાં વિશ્વાસ ઓછો થયો છે.

8. નોટબંધીથી જે વધુ પ્રભાવિત થયા છે એમાં સૌથી વધુ નાના વેપારીઓ, ખેડૂતો અને સહકારી બેંકો છે.

9.પીએમએ લોકોને 50 દિવસ રાહ જોવા કહ્યું છે પરંતુ આ 50 દિવસ લોકો માટે ઘણા પીડાદાયક હશે.

10.હું આશા કરૂ છું કે પીએમ લોકોને રાહત આપવા માટે પ્રેક્ટિકલ ઉપાય કરવામાં મદદ કરે.
First published: November 24, 2016
વધુ વાંચો
अगली ख़बर