Home /News /madhya-gujarat /ACB trap: હમ નહીં સુધરેંગે, LRDની લેખિત પરિક્ષા પાસ કરાવવા 2 લાખની માંગણી, 15,000 લેતા ACBએ ઝડપ્યા

ACB trap: હમ નહીં સુધરેંગે, LRDની લેખિત પરિક્ષા પાસ કરાવવા 2 લાખની માંગણી, 15,000 લેતા ACBએ ઝડપ્યા

આરોપીની તસવીર

Ahmedabad Crime News: લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અનેક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. છતાં પણ કેટલાક સરકારી બાબુઓ (sarkari babu) છે કે જેઓ હજી પણ સુધારવાનું નામ નથી લઈ રહ્યા.

અમદાવાદઃ સરકારી વિભાગોમાં લાંચનું (bribe) પ્રમાણ ઓછું થાય તે માટે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અનેક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. છતાં પણ કેટલાક સરકારી બાબુઓ (sarkari babu) છે કે જેઓ હજી પણ સુધારવાનું નામ નથી લઈ રહ્યા. એક પછી એક સરકારી બાબુ ઓ લાંચ લેતા રંગે (ACB trap) હાથે ઝડપાઇ છે.

ત્યારે પશુપાલન ભાવનગર વેટરનીટી પોલીકલીનિક માં મદદનીશ નિયામક (હાલ ફરજ મોકુફી હેઠળ) ડૉ. શશીકાંન્ત પટેલ રૂપિયા 15 હજારની લાંચ લેતા એ સી બીના હાથે ઝડપાયા છે. આરોપી એએસીબીના ફરિયાદીને લેખિત પરીક્ષામાં પાસ કરાવી અને વતનના જીલ્લામાં પોસ્ટીંગ અપાવવા માટે આરોપીએ રૂ.૨,૦૦,૦૦૦ ની માંગણી કરેલ હતી.

જેમાં લેખિત પરિક્ષા પહેલા રૂપિયા ૧૫ હજાર એડવાન્સ આપવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. જે લાંચ ની રકમ લેતા આરોપી એ સી બીના હાથે ઝડપાઈ ગયેલ છે. એ સી બીના ફરિયાદીએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ લોકરક્ષક શારીરીક કસોટી પાસ કરેલ છે અને  તારીખ 10 એપ્રિલ 2022ના રોજ ભરતી બોર્ડ દ્વારા આગામી લેખીત પરીક્ષા યોજાનાર છે.

આ પણ વાંચોઃ-Honey Trap: મોરબીમાં વૃદ્ધ હનીટ્રેપનો ભોગ બન્યા, બે મહિલા સહિત છ લોકોએ 22 લાખ પડાવ્યા

જે લેખિત પરીક્ષામાં ફરિયાદીને આ ભરતીમાં પાસ કરાવી અને વતનના જીલ્લામાં પોસ્ટીંગ અપાવવા માટે આરોપીએ રૂ.2,00,000ની માંગણી કરી હતી. જેમાં લેખીત પરીક્ષા પહેલા રૂ.20,000ની માંગણી કરેલ અને ફરીયાદી પાસે સગવડ ન હોય, રકજકના અંતે સૌ પ્રથમ રૂ.15.000 આપવાના નક્કી કરી હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! કોલેજીયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેઈલ કરીને રૂપિયા પડાવ્યા

જે લાંચના રૂપિયા ફરીયાદી આપવા માંગતા ન હોઇ, એસીબીનો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોપી  ફરિયાદી પાસેથી રૂ.15,000લાંચની માંગણી કરી, સ્વીકારી, પકડાઇ ગયેલ છે. હાલ માં એ સી બી દ્વારા આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરેલ છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, એસીબી ટ્રેપ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन