6 બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં સ્થાનિક ઉમેદવારની માંગનો સૂર ઉઠ્યો

News18 Gujarati
Updated: September 25, 2019, 9:00 AM IST
6 બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં સ્થાનિક ઉમેદવારની માંગનો સૂર ઉઠ્યો
ફાઇલ તસવીર

રાજ્યમાં 6 વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઈ છે ત્યારે સ્થાનિક સંગઠનનો અને સમાજના અગ્રણીઓએ સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપવાની માંગણી કરી છે.

  • Share this:
મયુર માકડિયા, અમદાવાદ : પ્રદેશ ભાજપમાં 6 વિધાનસભાની પેટા ચૂંટણીમાં આયાતી ઉમેદવારનો પ્રશ્ન હવે જટિલ બનતો જઈ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી પાર્ટીમાં જ એવો મેસેજ જઈ રહ્યો છે કે આયાતી નેતાઓ મોખરાના સ્થાને રહે છે અને પાર્ટીના કાર્યકર્તાઓ માત્ર પ્રચારમાં જ રહે છે. એક સમયે જેના વિરુદ્ધ પ્રચાર કે વિરોધ કર્યો હતો હવે તેના માટે મત માંગવાની સ્થિતિ સર્જાઈ છે. આ મામલે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે લુણાવાડા અને ખેરાલુ બેઠકના સ્થાનિક નેતાઓ રજૂઆત માટે પહોચ્યાં હતાં.

થોડા દિવસ અગાઉ સાંતલપુરમાં ઠાકોરોએ અલ્પેશ ઠાકોરનો વિરોધ કર્યો હતો. પરબત પટેલે પોતાના પુત્ર માટે, ભરતસિંહ ડાભીએ ભાઈ માટે ટિકિટ માંગી છે. લુણાવાડા બેઠક પરથી સૌથી પ્રબળ દાવેદાર મહીસાગર જીલ્લા પ્રમુખ જે. પી. પટેલ માનવામાં આવે છે, પરંતુ સ્થાનિક નેતાગીરી સ્થાનિકોને ટિકિટ આપવાની માંગ કરી રહી છે.

ખેરાલુ ભાજપનું સ્થાનિક સંગઠન પણ મંગળારે રમીલાબેન દેસાઈની આગેવાનીમાં કમલમ પહોચ્યું હતું અને ચૌધરી સમાજના આગેવાનને ટિકિટ મળે અને સાથે જ તે વ્યક્તિ સ્થાનિક હોય તેવી માંગણી કરી હતી. એટલે કે ભરતસિંહ ડાભીએ તેના ભાઈ રામસિંહ ડાભી માટે ટિકિટ માંગી હતી તેનો આડકતરો વિરોધ થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.બીજી તરફ થોડા દિવસ અગાઉ રાધનપુર વિધાનસભા માટે સાંતલપુરમાં ઠાકોર સમાજના અગ્રણી એકઠા થયા અને અલ્પેશ ઠાકોરનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે અમારે A.C.માં ફરે એવા નહીં પરંતુ સ્થાનિક નેતાની જરૂર છે. આ સાથે જ સ્થાનિક ઠાકોર અગ્રણી મગનજી ઠાકોરને પોતાને ઉમેદવાર જાહેર કરી દીધા હતા.

આ પણ વાંચો : નવરાત્રીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માણસના બહુચર માતાજીના દર્શન કરશેથરાદ બેઠક પર શંકર ચૌધરી સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે અને તેમના દ્વારા સ્થાનિક સ્તરે ચૂંટણી લક્ષી કામગીરી પણ શરુ કરી દીધી છે, પરંતુ થોડા દિવસ અગાઉ જ થરાદના સ્થાનિક નેતાઓએ સ્થાનિક નેતાને ટિકિટ આપવાની માંગ સાથે શંકર ચૌધરીનો વિરોધ કર્યો હતો.

આમ ભાજપમાં હવે પાર્ટી માટે સમર્પિત હોય તેવા સ્થાનિક નેતાઓને જ ટિકિટ આપવામાં આવી તેવી માંગણી ઉઠી છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી ભાજપે જરૂરિયાત મુજબના નેતાને ઈમ્પોર્ટ કરીને મોખરાના સ્થાને બેસાડી દીધા છે. જેનો સ્થાનિક અને મૂળ કાર્યકરોએ વિરોધ કર્યો છે.
First published: September 25, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading