Home /News /madhya-gujarat /દેશદ્રોહના કેસમાં ઉમર-અનિર્બાનને મળ્યા જામીન

દેશદ્રોહના કેસમાં ઉમર-અનિર્બાનને મળ્યા જામીન

નવી દિલ્હી# દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ઉમર ખાલિદ અને અનિર્બાન ભટ્ટાચાર્ચને 6 મહિના માટે કામચલાઉ જામીન આપ્યા છે. કોર્ટે બન્નેને 25-25 હજારના બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે. જામીનની અવધિ માં બન્ને ને દિલ્હી છોડવા પર પ્રતિબંધ રહેશે. બન્નેની ધરપકડ જેએનયૂ માં દેશવિરોધી નારા લગાવવાના મામલામાં થઇ હતી.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
નવી દિલ્હી# દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ઉમર ખાલિદ અને અનિર્બાન ભટ્ટાચાર્ચને 6 મહિના માટે કામચલાઉ જામીન આપ્યા છે. કોર્ટે બન્નેને 25-25 હજારના બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે. જામીનની અવધિ માં બન્ને ને દિલ્હી છોડવા પર પ્રતિબંધ રહેશે. બન્નેની ધરપકડ જેએનયૂ માં દેશવિરોધી નારા લગાવવાના મામલામાં થઇ હતી.

બન્ને વિદ્યાર્થીઓએ કન્હૈયાને મળેલ જામીનના આધારે જામીન આપવાની માંગ કરતા કહ્યું હતુ કે, રાજદ્રોહના મામલામાં દિલ્હી હાઇકોર્ટે પહેલા જ કન્હૈયા કુમારને કામચલાઉ જામીન આપી ચૂક્યા છે. બન્ને વિદ્યાર્થીઓએ ગત મહિને પોલીસ સમક્ષ સમર્પણ કર્યુ હતુ.

કન્હૈયાની 12 ફેબ્રુઆરીએ કરાયેલી ધરપકડ બાદ વસંત કુંજ પોલીસ સ્ટેશનમાં ખાલિદ અને ભટ્ટાચાર્ચના વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કરાવવામાં આવ્યો હતો. ખાલિદ અને અનિર્બનને જામીન આપતા સમયે કોર્ટે કહ્યું કે, બન્નેનો કોઇ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી. જેનાથી એવું નથી લાગતું કે, તેઓ કાયદાથી ભાગી જશે. જે પ્રકારથી કન્હૈયા કુમારને જામીન આપવામાં આવી, તેજ સમાનતા ના આધાર પર આમને પણ જામીન મળવા જોઇએ. કોર્ટે કહ્યું કે, પોલીસે કહ્યું છે કે, તેમના વીડિયો છે, જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવવા માટે સમય લાગશે.

કોર્ટે કહ્યું કે, ઉમર ખાલિદ અને અનિર્બન બન્ને આરોપી ખૂબ શિક્ષિત છે. જેમણે દિલ્હી વિવિની પ્રીમિયર કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું છે. જેએનયૂ થી એમફિલ અને એમ એ અને પીચેચડી કરી રહ્યાં છે. 5-6 વર્ષથી જેએનયૂમાં રહી રહ્યાં છે. જોકે, પોલીસે બન્ને પર ગંભીર આરોપ લગાવ્યા છે. એ પણ જોવાની જેવી વાત છે કે, કાયદામાં 124Aના માટે ત્રણ પ્રકારની સજા છે. જેમાં આજીવન કેદ, ત્રણ વર્ષ અને માત્ર દંડ છે, પરંતુ હાલ આ સ્ટેજ પર આ મામલા અંગે વાત નહીં કરીયે. અમે ઉંડાણમાં નથી જવા માગતા. આરોપીઓએ તપાસમાં સહયોગ આપવો પડશે.
First published:

Tags: ઉમર ખાલિદ, જામીન, દિલ્હી`, રાજદ્રોહ ગુનો

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन