અમદાવાદ: મોટી નોટોના બદલામાં નાની નોટોની અદલાબદલીનું કૌભાંડ, દિલ્હીના વેપારીએ 16 લાખ રૂપિયા ગુમાવ્યા


Updated: October 31, 2020, 11:15 AM IST
અમદાવાદ: મોટી નોટોના બદલામાં નાની નોટોની અદલાબદલીનું કૌભાંડ, દિલ્હીના વેપારીએ 16 લાખ રૂપિયા ગુમાવ્યા
પ્રતિકાત્મક તસવીર

ઇમરાન તથા સુરેશભાઇએ તેની ગાડીમાં રાખેલી નાની ચલણી નોટોના બંડલો તેઓને બતાવ્યા હતા અને તેમની પાસેથી મોટી ચલણી નોટો બદલવા જણાવ્યું હતું.

  • Share this:
અમદાવાદ: દિલ્હીનો વેપારી અમદાવાદમાં નોટોની ડિલ કરીને કમિશનની લાલચમાં આવી જતા છેતરાયો (Cheating) હોવાની ઘટના સામે આવી છે. નાની નોટ (Currency Notes)ના બદલામાં મોટી ચલણી નોટો આપવાના કૌભાંડમાં વેપારી છેતરાયો હોવાનું સામે આવતા જ પોલીસે તપાસ શરૂ કરી છે. ભોગ બનનારને આ ડિલમાં 10 ટકા કમિશન મળવાનું હતું. ત્રણ લોકો 16 લાખ રૂપિયા લઈને ફરાર થઈ જતા સરખેજ પોલીસે (Sarkhej Police Station-Ahmedabad) તપાસ હાથ ધરી છે.

કેસની વિગત જોઈએ તો દિલ્હીમાં રહેતા સતીશકુમાર ગર્ગ દિલ્હીમાં જ રેડીમેડ ગારમેન્ટનો ધંધો કરે છે. દિલ્હી ખાતે નજીકના વિસ્તારમાં જ દુકાન ધરાવતા અશોકકુમાર તનેજા કે જે ફ્રૂટ જ્યુસની દુકાન ચલાવે છે તેમની સાથે તેમને એકાદ મહિના પહેલાં પરિચય થયો હતો. આ અશોકકુમારે તેઓને વાત કરી હતી કે તેમનો ઓળખીતો ઇમરાન ખાન પઠાણ અમદાવાદમાં તેના ઓળખીતા સુરેશ મોતા કે જે કચ્છનો રહેવાસી છે તે નાની ચલણી નોટો આપી તેના બદલામાં મોટી નોટો આપવાથી 10 ટકા કમિશન આપવાનું કામ કરે છે. જો તમારે આ કામ કરાવવું હોય તો એટલે કે મોટી નોટો આપીને નાની નોટોના બંડલ જોઈતા હોય તો કહેજો.

આ પણ વાંચો: પહેલી નવેમ્બરથી બદલી જશે આ નિયમો, જાણી લો તમારા ખિસ્સા પર શું અસર પડશે

આ વાત બાદ ચારેક દિવસ પહેલા સતીશકુમારને અશોકકુમારે તેમની દુકાને બોલાવ્યા હતા અને ત્યાં ઇમરાન ખાન પણ હાજર હોવાથી તેની મુલાકાત કરાવી હતી. સતિષકુમારને રેડીમેડ ગારમેન્ટનો ધંધો હોવાથી અમદાવાદ ખાતે આવવા-જવાનું થતું હતું અને નજીકના દિવસોમાં પણ તેમણે ખરીદી કરવા જવાનું હોવાથી તેમણે અશોકકુમારને આ બાબતે જાણ કરી હતી. અશોકકુમારે તેના મિત્ર રાજકુમાર ગાંધી સાથે પણ મુલાકાત કરાવી હતી. બાદમાં ઇમરાન દ્વારા 10 ટકા કમિશનથી નાની ચલણી નોટોના બદલામા મોટી ચલણી નોટો બદલવાનું નક્કી થયું હતું.

સતિષકુમાર પોતાની સાથે આઠ લાખ રૂપિયા, અશોકકુમાર તનેજા તથા રાજકુમાર ગાંધી પાસેથી પણ ચાર ચાર લાખ રોકડા લઈ તેમનો એક માણસ લલિત તથા અશોક કુમારનો એક માણસ લોકેશ તથા ઇમરાન એમ બધા દિલ્હીથી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં બેસી દિલ્હીથી અમદાવાદ આવવા રવાના થયા હતા.

ગત 28મી ઓક્ટોબરના રોજ સવારે તેઓ અમદાવાદ પહોંચ્યા હતા અને અમદાવાદ ઉસ્માનપુરા ખાતે આવેલી હોટલ મેટ્રોમાં રોકાયા હતા. તારીખ 29મીના રોજ સાંજે તેમની સાથે આવેલા ઇમરાન ખાન પઠાણે તેઓને જણાવ્યું હતું કે તેમનો મિત્ર સુરેશ અમદાવાદમાં નજીકમાં છે અને તેની ગાડીમાં નાની ચલણી નોટો સાથે છે, તેની પાસે નોટો બદલવા જવું પડશે. ત્યારે સતિષકુમાર કમિશન મેળવવાની લાલચમાં તેમની પાસે રહેલા લાખો રૂપિયા રોકડા લઈ ઇમરાનના કહેવા મુજબ અશોકભાઈ તથા રાજકુમાર અને ઈમરાન સાથે ઉસ્માનપુરાથી સરખેજ શાંતિપુરા સર્કલ બાજુ નીકળ્યા હતા. ત્યાં અગાઉથી ઇમરાનના સંપર્કમાં રહેલા સુરેશ નામનો વ્યક્તિ નંબર પ્લેટ વગરની ગાડી લઈને ઉભો હતો.આ પણ વાંચો: 10 વર્ષમાં તમારા પૈસા થશે ડબલ, કમાલની છે આ સરકારી ગેંરટીવાળી સ્કીમ

આ ઇમરાન તથા સુરેશભાઇએ તેની ગાડીમાં રાખેલી નાની ચલણી નોટોના બંડલો તેઓને બતાવ્યા હતા અને તેમની પાસેથી મોટી ચલણી નોટો બદલવા જણાવ્યું હતું. પરંતુ રસ્તા ઉપર આ કામ કરવાનો ભરોસો ન આવતા તેઓ શાંતિપુરા સર્કલ પર આવેલી સીમા હોટલ પર ગયા હતા. ત્યાં ઇમરાને જણાવ્યું હતું કે તમારા રૂપિયા ગાડીમાં રાખી દો આપણે હોટલમાં ચા નાસ્તો કરીએ જેથી સતિષભાઈએ તેમના આઠ લાખ રૂપિયા તથા અશોકભાઇ અને રાજકુમારના ચાર-ચાર લાખ રૂપિયા મળી કુલ 16 લાખ રૂપિયા કે જે બે હજારના દરની નોટો હતી તે નાણાં સુરેશની ગાડીમાં રાખી લીધા હતા.

આ પણ વાંચો: અલાહાબાદ હાઈકોર્ટનો મહત્ત્વનો આદેશ- ફક્ત લગ્ન માટે ધર્મ પરિવર્તન વૈધ નહીં

બાદમાં ગાડીનો ડ્રાઈવર ગાડી ઉપર જ રહેશે અને તે લોકો હોટેલમાંથી પરત આવ્યા બાદ કમિશન આપી નીકળી જશે તેમ જણાવ્યું હતું. જોકે, બાદમાં ઇમરાન અને સુરેશ ડ્રાઇવર સાથે થોડીવારમાં આવું છું તેમ કહી ગાડી લઈને નીકળી ગયા હતા. પોતે ઠગાયા હોવાનું સામે આવતા તેઓએ પોલીસને જાણ કરી હતી. નવાઈની વાત તો એ છે કે સતીશકુમાર એટલા ગભરાઈ ગયા હતા કે તેમણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતાં જ પોતાના 36 લાખ લઈને બે લોકો જતા રહ્યા હોવાની હકીકત જણાવી હતી.

આ પણ જુઓ-

બાદમાં પોલીસ આવતાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ ખૂબ જ ગભરાઈ ગયા હોવાથી તેમણે 16 લાખની જગ્યાએ 36 લાખ રૂપિયા ગયા હોવાની વાત પોલીસને જણાવી હતી. આ મામલે સરખેજ પોલીસે આરોપી ઇમરાન ખાન પઠાણ, માંડવીના સુરેશ મોતા અને રાહુલ નામના શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by: Vinod Zankhaliya
First published: October 31, 2020, 11:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading