Home /News /madhya-gujarat /

સુહાગરાતે સંબંધ ન બાંધતા પતિએ માંગ્યા છૂટાછેડ અને ...

સુહાગરાતે સંબંધ ન બાંધતા પતિએ માંગ્યા છૂટાછેડ અને ...

પોલીસ પરણિતાને સખી વન સ્ટોપ સેન્ટરમાં લઇ ગઇ હતી.

પોલીસ પરણિતાને સખી વન સ્ટોપ સેન્ટરમાં લઇ ગઇ હતી.

  ન્યૂઝ 18 ગુજરાતી: અમદાવાદનાં કૃષ્ણનગર વિસ્તારનો ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. દિલ્હીથી લગ્ન કરીને શહેરમાં આવેલી પરિણીતાએ સુહાગરાતે પતિ સાથે શારીરિક સંબંધ બાંધવાની ના પાડી હતી. જેના કારણે પતિ તેની પર ગુસ્સે થઇને ઢોર માર માર્યો હતો. જે પછી પોલીસ પરણિતાને સખી વન સ્ટોપ સેન્ટરમાં લઇ ગઇ હતી. કૃષ્ણનગર પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હતી. મહત્વનું છે કે આ લોકોનાં 27 એપ્રિલનાં રોજ લગ્ન થયા હતાં.

  પતિને પત્નીનાં ચારિત્ર્ય પર શંકા

  આ મામલે મળતી માહિતી પ્રમાણે 29 એપ્રિલે દિલ્હીથી પતિ પત્ની ટ્રેનમાં આવી રહ્યાં હતાં. જે પછી પત્ની થાકી હોવાથી રાત્રે 11 વાગ્યે સૂઇ ગઇ હતી. આ જોતા પતિએ પત્નીને ઉઠાડીને આજે આપણી સુહાગરાત છે કહી તેની સાથે શારીરિક સંબંધ બનાવવાનું કહ્યું હતું. પરંતુ પત્નીએ પતિને કહ્યું હતું કે મારી તબિયત સારી નથી માકરે સૂઇ જવું છે. જેથી પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને ચારિત્ર્ય પર શંકા રાખી પત્નીનાં પરિવારને ફોન કર્યો હતો. બીજે દિવસે જ્યારે પત્ની પરિવાર સાથે વાત કરી રહી હતી ત્યારે જ પતિએ તેને ઢોર માર માર્યો હતો અને ધમકી આપી હતી કે મારે તારી સાથે છૂટાછેડા જોઇએ છીએ.

  આ પણ વાંચો: જાપાની પદ્ધતિથી વૃક્ષો વાવીને અમદાવાદને બનાવાશે 'ગ્રીન સિટી'

  પોલીસ રાતે પેટ્રોલિંગ કરતા હતા ત્યારે બની ઘટના 

  30 એપ્રિલનાં રોજ જ્યારે પોલીસ રાતે પેટ્રોલિંગ કરતી હતી ત્યારે જ ઘરમાંથી મોટા અવાજ આવતા પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસે પત્નીની વાત સાંભળીને સિવિલ હોસ્પિટલ ખાતે સખી વન સ્ટોપ સેન્ટરમાં લઇ ગયા હતાં.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Domestic violence, Threaten, અમદાવાદ, ગુજરાત, દિલ્હી`

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन