ઉત્તરપ્રદેશ: સમાજવાદી પાર્ટીના દંગલમાં કોંગ્રેસના ધારાસભ્યો પણ અખિલેશની તરફેણમાં!

Haresh Suthar | Pradesh18
Updated: January 3, 2017, 9:08 AM IST
ઉત્તરપ્રદેશ: સમાજવાદી પાર્ટીના દંગલમાં કોંગ્રેસના ધારાસભ્યો પણ અખિલેશની તરફેણમાં!
ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનો શંખ ફૂંકાવાની તૈયારીમાં છે ત્યાં સત્તાધીશ સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલા દંગલથી અનેક તર્ક વિર્તકો ઉઠી રહ્યા છે. પિતા પુત્રની લડાઇ વચ્ચે મોટા ભાગના સપાઇ કાર્યકરો પુત્ર અખિલેશની સાથે છે ત્યાં કોંગ્રેસનું પણ એક જુથ અખિલેશની તરફેણ કરી રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતાં ભાજપ માટે આકરૂ થવા જઇ રહ્યું છે.

  • Pradesh18
  • Last Updated: January 3, 2017, 9:08 AM IST
  • Share this:
લખનૌ #ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનો શંખ ફૂંકાવાની તૈયારીમાં છે ત્યાં સત્તાધીશ સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલા દંગલથી અનેક તર્ક વિર્તકો ઉઠી રહ્યા છે. પિતા પુત્રની લડાઇ વચ્ચે મોટા ભાગના સપાઇ કાર્યકરો પુત્ર અખિલેશની સાથે છે ત્યાં કોંગ્રેસનું પણ એક જુથ અખિલેશની તરફેણ કરી રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતાં ભાજપ માટે આકરૂ થવા જઇ રહ્યું છે.

સમાજવાદી પાર્ટીમાં બગાવત જેવી સ્થિતિ વચ્ચે કોંગ્રેસના ઘણા ખરા ધારાસભ્યો અખિલેશ જુથ સાથે જોડાવાની તૈયારીમાં છે. કોંગ્રેસના ઘણા ખરા નેતાઓનું માનવું છે કે યૂપી ચૂંટણી પહેલા અખિલેશના નેતૃત્વમાં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન હોવું જોઇએ. આ નેતાઓનો મત છે કે, અખિલેશ એક લોકપ્રિય નેતા છે અને એમની ચોખ્ખી છબિને લીધે તે તમામ સેક્યુલર પાર્ટીઓને એક કરીને સાંપ્રદાયિક શક્તિઓને રોકવા માટે આગળ આવે એ જરૂરી છે.

અંગ્રેજી દૈનિક ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રસિધ્ધ થયેલ અહેવાલ અનુસાર સોમવારે એઆઇસીસીમાં પ્રેસ બ્રીફિંગ દરમિયાન મનીષ તિવારીએ કહ્યું કે, સમાજવાદી પાર્ટીમાં સત્તાનો સંઘર્ષ હવે પોતાના ક્લાઇમેક્સ તરફ છે. તેમણે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલ આ સંઘર્ષ 90ના દશકમાં પ્રસારિત થનાર કોઇ ટીવી સીરિયલ જેવો છે. મનીષે કહ્યું કે, કોંગ્રેસ ગઠબંધન હાલમાં કંઇ કોમેન્ટ કરવી ઉચીત નથી કે જ્યાં સુધી આ મામલે સ્થિરતા અને સમાનતા ન થાય.
First published: January 3, 2017, 9:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading