પાલનપુરઃગુજરાતમાં માનવ તસ્કરીનો વધુ એકવાર ખુલાસો થતા આજે બનાસકાંઠા સહીત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચકચાર સર્જાવા પામી છે. અમદાવાદના અેક દંપતીને 10 દિવસનું બાળક વેચી દેવાયું હતું જો કે સમગ્ર મામલો બહાર આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે રૂપિયા લઇને બાળક વેચાતા હોવાનું રેકેટ બહાર આવ્યું છે. તો આ રેકેટમાં હોસ્પિટલનો તબિબ પણ શંકાના દાયરામાં છે.
નવજાત બાળકને ડીસાની આકાશ હોસ્પિટલ દ્વારા અમદાવાદની મહિલાને વેચવાના મામલે પોલીસે અત્યાર સુધી બે આરોપીઓને અટકાયત કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.જેની તપાસમાં આરોપીએ 80 હજારમાં બાળક વેચ્યું હોવાનું બહાર આવ્યું છે.માનવ તસ્કરી મામલે ભીલડી પોલીસે બે આરોપીઓને અત્યાર સુધી ધરપકડ કરી છે.અને ડીસા ની કોર્ટમાં રજુ કરી બે દીવસ ના પણ રિમાન્ડ મેળવ્યા છે.
પોલીસ બંને આરોપીઓ સાથે આકાશ ગાયનેક હોસ્પિટલમાં પહોંચી હતી અને હોસ્પિટલના તબીબ અને સ્ટાફ સાથે પણ પૂછપરછ કરી જરૂરી માહિતી મેળવી હતી.આ મામલે તપાસ કરતા આરોપી શૈલેષ દરજીએ આ બાળક 80 હજાર માં વેચ્યું હોવાની પણ કબૂલાત કરતા પોલીસે તેના પિતા પાસેથી 20 હજાર રૂપિયા જપ્ત કર્યા હતા. જો કે આ મામલે હોસ્પિટલના તબીબની પણ સંડોવણી હોવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી જેથી પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
આવી રીતે કરાયો રેકેટનો પર્દાફાશ?
રાજસ્થાનના સાંચોરની કિશોરીએ અનૈતિક સબંધ બાદ જન્મ આપેલ નવજાત બાળકને ડીસાની આકાશ ગાયનેક હોસ્પોટલના મેનેજર દ્વારા નવજાત બાળક વેચાયા સૌપ્રથમ ખુલાસો બનાસકાંઠા પોલીસ દ્વારા કરાયો હતો. તેમજ પોલીસે આ મુદ્દે 2 આરોપીઓની અટકાયત બાદ 2 દિવાસ ના રિમાન્ડ મેળવતા હવે પોલીસ વધુ તપાસ કરતા એક પછી એક ભેદ ઉકેલી રહી છે.