કોરોના વચ્ચે રાહતના સમાચાર, અમદાવાદમાં 108 એમ્બ્યુલન્સના કોલમાં ધરખમ ઘટાડો

કોરોના વચ્ચે રાહતના સમાચાર, અમદાવાદમાં 108 એમ્બ્યુલન્સના કોલમાં ધરખમ ઘટાડો
કોરોના વચ્ચે રાહતના સમાચાર, અમદાવાદમાં 108 એમ્બ્યુલન્સના કોલમાં ધરખમ ઘટાડો

અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે રાહત આપતા સમાચાર આવ્યા

  • Share this:
અમદાવાદ : અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે રાહત આપતા સમાચાર આવ્યા છે. 108 એમ્બ્યુલન્સ કોલમાં ઘરખમ ઘટાડો જોવા મળ્યો છે. 108 એમ્બ્યુલન્સ માટે હવે કલાકો રાહ નહી જોવી પડે કારણ કે હાઇકોર્ટના આદેશ બાદ સરકાર દ્વારા જાહેરાત કરાઇ છે કે હવે 108 અથવા ખાનગી વાહનમાં આવેલા દર્દીને પણ હોસ્પિટલ દાખલ કરવા પડશે. અગાઉ માત્ર 108 એમ્બ્યુલન્સથી જ સરકારી હોસ્પિટલ દર્દીઓ દાખલ કરવામાં આવતા હતા. તેમજ એએમસી ક્વોટામાં દર્દીઓને દાખલ થવા માટે 108 એમ્બ્યુલન્સમા જવું ફરજીયાત હતું.

છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદ શહેરમાં 108 કોલમાં ઘરખમ ઘટાડો જોવા મળ્યો છે. મે મહિનાથી શરૂઆતથી ઉત્તરોતર 108 કોલમાં ઘટાડો જોવા મળ્યો છે. 1 મે ના રોજ 108 પર 689 કોલ આવ્યા હતા. 2 મે ના રોજ 584 કોલ, 3 મે ના રોજ 502 કોલ, 4 મે ના રોજ 441 કોલ, 5 મે ના રોજ 356 અને 6 મે ના રોજ 318 કોલ આવ્યા છે.આ પણ વાંચો - લગ્નમાં કોરોનાના નિયમો તૂટે નહીં તે માટે અનોખો પ્રયોગ, જાનૈયાને ઊંટ પર બેસાડી લઈ જવાયા

મહત્વપૂર્ણ છે કે 108 દ્વારા જાહેર કરાયેલ આંકડા પ્રમાણે ગત મહિનામાં ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સને સમગ્ર ગુજરાતમાં 48 હજારથી વધુ કોલ આવ્યા હતા. જે ચાલુ વર્ષમાં સૌથી વધુ હતા. 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા સતત ઓક્સિજન સપોર્ટ અને પ્રિ હોસ્પિટલ સંભાળ સાથે હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવાના સમયમાં પણ ઘટાડો જોવા મળેલ છે. હાલની પરિસ્થિતિમાં હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા દર્દીઓની દાખલ કરવા અને તમામ જિલ્લાઓમાં ગંભીરતા અને લક્ષણો મુજબ હોસ્પિટલની સેવા વધારવા માટે સતત પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.

એમ્બ્યુલન્સની બે વિભાગમાં વહેચણીથી રિયલ ટાઇમ મોનિટરીંગના આધારે દરેક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સનું નિરીક્ષણ કરવામાં આવશે. કેસ લોડના આધારે આગામી ફેરફારો હાથ ધરવાના આવશે.
Published by:Ashish Goyal
First published:May 07, 2021, 17:26 pm

ટૉપ ન્યૂઝ