રાજ્યમાં કોરોનાનો મૃત્યુદર ઘટ્યો, હવે 9ના બદલે 32 દિવસે કેસ ડબલ થાય છે : નીતિન પટેલ

News18 Gujarati
Updated: July 15, 2020, 5:20 PM IST
રાજ્યમાં કોરોનાનો મૃત્યુદર ઘટ્યો, હવે 9ના બદલે 32 દિવસે કેસ ડબલ થાય છે : નીતિન પટેલ
નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલની ફાઇલ તસવીર

17 અઠવાડિયામાં કોરોના વાયરસના કેસની સંખ્યા, કેસ, મૃત્યુદર અને ડબલીંગ રેટ વિશે નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલે આપી ખાસ માહિતી

  • Share this:
ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો તેને 17 અઠવાડિયા થયા છે. આશરે 43000 કરતાં વધુ કેસ અને 30,000થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગરથી પ્રેસ કૉન્ફરન્સ કરી અને સરકારની કામગીરી વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે રાજ્યમાં કોરોનાનો મૃત્યુ દર માર્ચ એપ્રિલમાં 6.5 ટકા હતો જે આજની તારીખમાં 1.5 ટકા જેટલો જ રહ્યો છે.

તેમણે જણાવ્યું 'એક સમયે રાજ્યનો મૃત્યુ દર માર્ચ અને એપ્રિલમાં 6.5 ટકા મૃત્યુદર હતો. જોકે, જુલાઈમાં તેમાં ઘટાડો થયો છે. અને હાલમાં મૃત્યુદર 1.5 થયો છે. એક સમય એવો હતો કે કપરો સમય હતો. દવા, આરોગ્ય, અને નર્સિંગનો સ્ટાફ વ્યસ્ત હતો. ત્યારે દરરોજ કોરોનાના કારણે રોજ 50 નાગરિકોના અવસાન થતા હતા.

આ પણ વાંચો :  રાજ્યમાં કોરોનાએ રફતાર પકડી, સતત બે દિવસથી 900 કરતાં વધુ કેસ, પોઝિટિવ કેસની સંખ્યામાં દેશમાં 5મો ક્રમ

હવે ગુજરાત સરકારે દવાની વ્યવસ્થા સુધારી, નવા ઇન્જેક્શનો ઉપલબ્ધ કરાવ્યા, નિષ્ણાત ડૉક્ટરની મદદથી આપણે મૃત્યુદર ઘટાડી શક્યા છે. એક સમય એવો હતો કે રાજ્યમાં 9 દિવસે ડબલ થઈ જતા હતા. એના બદલે હવે 32 દિવસે દર્દીઓની સંખ્યા ડબલ થાય છે. આપણે સંક્રમણ ઘટાડી શક્યા છે. રાજ્યમાં ડબલીંગ રેટ અને રીકવરી રેટ પણ સુધર્યો છે.

નીતિન પટેલે જણાવ્યું કે શરૂઆતમાં રિકવરી રેટ શરૂઆતના દિવસોમાં 30 ટકા હતો. પહેલાં રિકવરી રેટ વધીને રાજ્યનો રિકવરી રેટ 70 થયો છે. દરરોજ 1.25 લાખ લોકોને 925થી વધુ ધનવંતરી રથથી ચકાસીને ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 30550 કરતાં વધુ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે.

આ પણ વાંચો :  સુરત : 'સ્થિતિ ખરાબ છે, છટકી જજો અહીંથી, કાલે તો મેં 70-80 લાશ ગણી', 108ના ડ્રાઇવરની ઑડિયો ક્લિપ Viral

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે 17 અઠવાડિયામાં કોરોનાની કોરગ્રુપની મીટિંગ ન મળી હોય તેવો ભાગ્યે જ દિવસ ગયો હતો. આ મીટિંગમાં તમામ કોર ગ્રુપના મેમ્બર આવે છે.
Published by: Jay Mishra
First published: July 15, 2020, 5:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading