રાજ્યમાં કોરોનાનો મૃત્યુઘંટ વાગ્યો, વધુ કેસ ધરાવતા રાજ્યોમાં મોતની ટકાવારીમાં ગુજરાત મોખરે

News18 Gujarati
Updated: May 27, 2020, 3:10 PM IST
રાજ્યમાં કોરોનાનો મૃત્યુઘંટ વાગ્યો, વધુ કેસ ધરાવતા રાજ્યોમાં મોતની ટકાવારીમાં ગુજરાત મોખરે
ન્યૂઝ 18 ક્રિએટિવ

દેશમાં ગુજરાત કરતાં જ્યાં વધુ કેસ નોંધાયા છે તેવા રાજ્યોમાં પણ ગુજરાત કરતાં મોત ઓછા. આંકડાના વિશ્લેષમમાં આવી ચોંકાવનારી હકીકતો

  • Share this:
અમદાવાદ : ગુજરાત (Gujarat)માં કોરોના વાયરસના કારણે મોત (Deaths in Gujarat)નું 'તાંડવ' રચાયું છે. કોરોના વાયરસના કેસોની સરખામણીએ મૃત્યુનું વિશ્લેષણ કરતા ગુજરાતમાં અન્ય રાજ્યો કરતા મૃત્યુદર વધારે હોવાનો સનસનાટી ભર્યો ખુલાસો કર્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ કેસ 14,829 છે. 26મી મેના રોજ સાંજે 5.00 વાગ્યા સુધીના આ લેટેસ્ટ કેસની સામે રાજ્યમાં 915 લોકોનાં મોત થયા છે. એટલે કે રાજ્યમાં કોરોનાના કેસના 6.17 ટકા દર્દીનાં મોત તયા છે જે સમગ્ર દેસમાં મોખરે છે.

દેશમાં ગુજરાત કરતાં તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ વધુ છે છતાં ત્યાં મૃત્યુ થયેલા દર્દીઓની ટકાવારી ઓછી હોવાનું સામે આવ્યું છે જ્યારે ગુજરાતમાં કોરોનાએ વધારે દર્દીનો ભોગ લીધો છે. મોર્બિડ અને કો-મોર્બિડ દર્દીઓની એકત્રિત ગણતરી સાથે જે આંકડો આવ્યો છે તેમાં ગુજરાતમાં કોરોનાનો મૃત્યુ ઘંટ વાગ્યો છે તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી.

આ પણ વાંચો :  'વરદાન માંગુગા નહીં' ટ્વિટ કરી પૂર્વ AMC કમિશનર વિજય નહેરાએ આગમાં ઘી નાખવાનું કામ કર્યું

5,000 કરતાં વધુ કેસ નોંધાયા તેવા રાજ્યોમાં પણ ગુજરાત મોખરે

દેશમાં કોરોના વાયરસના 5,000થી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં નોંધાયેલા પોઝિટિવ કેસ અને મૃત્યુની સરખામણીએ ગુજરાતનો મૃત્યનો ટકાવારીનો આંકડો ચિંતાજનક છે. દેશમાં મહારાષ્ટ્રમાં 52,667 કેસ નોંધાયા છે જ્યારે તેની સામે મૃત્યુ 1,695 દર્દીના થયા છે એટલે કે કોરોનાથી મૃત્યુની ટકાવારી 3.21 ટકા છે.

દેશના જે રાજ્યોમાં કોરોનાના 5,000થી વધુ કેસ નોંધાયા છે તેમાં મોતની ટકાવારી અને કેસની વિગત.
જ્યારે તમિલનાડુમાં કોરોનાના 17,726 કેસ નોંધાયા છે જેની સામે 128 દર્દીનાં જ મોત થયા છે એટલે કે મૃત્યુની ટકાવારી 0.72 ટકા છે. ગુજરાતમાં આ ટકાવારી 6.17 ટકા છે જ્યારે દિલ્હીમાં 1.99 ટકા છે. રાજસ્થાનમાં આ ટકાવારી 2.24 ટકા છે. મધ્યપ્રદેશમાં 4.37 ટકા છે. ઉત્તર પ્રદેશમાં કોરોનાના દર્દીઓની મૃત્યુની ટકાવારી પોઝિટિવ કેસની સરખામણીએ 2.60 ટકા છે.

આ પણ વાંચો :  છોટાઉદેપુરમાં યુવતીને તાલિબાની સજા, એક યુવકે પકડી રાખી અને બે લોકોએ ઢોર માર માર્યો

મહારાષ્ટ્રમાં કેસ વધુ ગુજરાતમાં મૃત્યુની ટકાવારી વધુ

આમ ગુજરાતમાં ટકાવારીની દૃષ્ટીએ જો વિશ્લેષણ કરવામાં આવે તો રાજ્યમાં મૃત્યુની ટકાવારી વધારે છે. રાજ્યમાં 14,829 દર્દીઓ સામે 915નાં મોત થયા છે એટલે કે 6.17 ટકા દર્દીનાં મોત થયા છે જ્યારે મહારાષ્ટ્રમાં 52,6667 દર્દીની સામે 1,695 દર્દીનાં મોત થયા છે એટલે કે 3.21 દર્દીનાં મોત થયા છે. ગુજરાત કરતાં ત્રણ ગણા વધું કેસ હોવા છતાં મહારાષ્ટ્રમાં ગુજરાત કરતાં મૃત્યુની ટકાવારી અડધી છે.

 
First published: May 27, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading