Home /News /madhya-gujarat /

Death Penalty : ગર્ભવતી બહેન અને જીજાની સરાજાહેર હત્યા કરનાર ભાઈને ફાંસીની સજા, રૂવાંડા ઊભા કરી નાખતો કિસ્સો

Death Penalty : ગર્ભવતી બહેન અને જીજાની સરાજાહેર હત્યા કરનાર ભાઈને ફાંસીની સજા, રૂવાંડા ઊભા કરી નાખતો કિસ્સો

Death Penalty in Ahmedabad : અમદાવાદ બહેનની હત્યા કરનારા ભાઈને ફાંસીને સજા

Ahmedabad News : પ્રેમ લગ્ન કરનાર બહેનને અમદાવાદના સાણંદ (Sanand Ahmedabad) વિસ્તારમાં સરેઆમ બનેવી સાથે મારી નાખનારા ભાઈ હાર્દિકને અદાલતે ફાંસીના માંચડે ચઢાવી દેવાનો હુકમ કર્યો

નવીન ઝા, અમદાવાદ : અમદાવાદના સાણંદ (Sanand Ahmedabad) પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 2018ની વર્ષમાં એક એવી ઘટના બની હતી જેમાં 2 લોકોની જાહેરમાં હત્યા (Murder) કરી દેવામાં આવી હતી.આરોપીએ છરીના ઘા મારીને 2 લોકોને મોતના (શહી્ાી) ઘાટ ઉતારી દીધેલ જેમાં આરોપીએ પોતાની સગી બહેન (Sister) અને બનેવીને (Brother in Law) હત્યા કરી નાખી હતી અને ત્યારથી ફરાર થઇ ગયો હતો.  જેતે સમય પોલીસે આરોપીની ધરપકડ કરી ને 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાવ્યા હતા અને તમામ પુરાવાના આધારે કોર્ટ દ્વારા 6 દિવસના રિમાન્ડ મંજુર કરી દેવામાં આવ્યા હતા પોલીસની તપાસ બાદ ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી હતી અને દલીલો બાદ આરોપીને ફાંસીની (death Penalty) સજા કરવામાં આવેલ છે.

વિગતવાર વાત કરીએ તો ગત 26-9-18 ના રોજ ફરિયાદીના ભાઈ વિશાલ પરમાર અને વિશાલની પત્ની તરુના બેનની આરોપી હાર્દિક દ્વારા બન્નેની હત્યા કરવામાં આવી હતી.આરોપી હાર્દિક મરનાર બહેનનો ભાઈ થાય છે બન્ને ને હત્યા કરવામાં આવી હતી.

પ્રેમ લગ્ન કરનાર બહેનની હત્યા કરી નાખી હતી

મળતી માહિતી પ્રમાણે મરનાર બહેન તરુણા અને વિશાલ પરમાર વચ્ચે પ્રેમ હતો અને બન્ને પ્રેમ લગ્ન કરેલ જેથી જે વાતનો ગુસ્સો હતો આરોપીને અને જેના કારણે હત્યા કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો :  Crime News: રાણપુરનાં કિનારા ગામે 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મ, બે દિવસ સુધી વાડીમાં ગોંધી રાખી કુકર્મ આચર્યુ

ન્યાય મળ્યો

પોલીસે આરોપીની ધરપકડ કરી અને તમામ પુરાવા ભેગા કરીને કોર્ટમાં કાર્યવાહી કરી હતી અને જેમાં તમામ પુરાવાના આધારે આરોપીને કોર્ટ દ્વારા ફાંસીની સજા આપવામાં આવી છે. મહત્વ નું છે કે પોલીસ દ્વારા મહેનત કરી અને સાક્ષીઓ ને ભેગા કરી ને મજુબત કાર્યવાહી કરવામાં આવી હતી અને જેના કારણે આરોપીને ફાંસી ની સજા મળી છે ને ભોગ બનનાર ને ન્યાય મળ્યો છે.

આ પણ વાંચો : સુરતમાં વધુ એક પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી! અજાણી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો

ઓનર કિલીંગનો મામલો હતો

એક પ્રકારે આ કેસ ઓનર કિલીંગનો હતો જેમાં પ્રેમ લગ્ન કરનાર બહેન અને તેના પતિની આ શખ્સે જાહેરમાં હત્યા કરી હતી. ગર્ભવતી બહેનની હત્યા કરનારા આરોપીને આજે અદાલતે ફાંસીની સજા સંભળાવી છે.  આ કિસ્સાએ જે તે  સમયે ખૂબ ચકચાર જગાવી હતી ત્યારે હવે આ કિસ્સામાં મૃતકોને ન્યાય મળ્યો છે. જોકે, કાયદાની જોગવાઈ પ્રમાણે આરોપી પાસે ઉપલી અદાલતના દ્વાર ખુલ્લા છે ત્યારે તેની સજા ફાંસીમાં યથાવત રહેશે કે કેમ તે જોવું રહ્યું
Published by:Jay Mishra
First published:

Tags: અમદાવાદ, ગુજરાતી સમાચાર, ફાંસીની સજા, હત્યા

આગામી સમાચાર