અમદાવાદ : જો તમારું બાળક પતંગ (Kite)ચગાવી રહ્યું છે તો તેની સાવચેતી રાખવી દરેક વાલી માટે હિતાવહ છે કારણ કે ઉત્તરાયણમાં (Uttarayan-2022)પતંગ ચગાવવામાં કે પકડવાના ઉત્સાહ માં ભાન ભૂલી જતા બાળકોની એક ભૂલ ક્યારેક ગંભીર સાબિત થઈ જાય છે. ઉત્તરાયણના (Uttarayan)પર્વમાં મજા ક્યારેક કેટલાક લોકો માટે જાણે કે એક સજા સાબિત થઈ હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવે છે. ક્યારેક ધાબા પરથી પટકાતા તો ક્યારેક વાહન ચલાવતા દોરી વાગી જતા અનેક નિર્દોષ લોકોના મૃત્યુ નિપજ્યા છે. ત્યારે શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ધાબા પરથી પટકાતા 12 વર્ષના બાળકનું મૃત્યુ નિપજ્યું છે.
કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ધાબા પરથી પટકાતા 12 વર્ષનું બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં મૃત્યુ નીપજ્યું છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં નંબર 89માં રહેતો પ્રિન્સ ચુનારા આજે સાંજના સમયે ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક જ પાછળ જતા ધાબા પરથી પટકાયો હતો. જેમાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. આસપાસના લોકો એકઠા જતા તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
ઉત્તરાયણનો પર્વ આવતા જ આ પ્રકારના અનેક બનાવો સામે આવે છે. ત્યારે વાલીઓએ પણ આ બાબતે તકેદારી રાખવી જરૂરી છે. કારણ કે પતંગ ચગાવવા કે પકડવાના ઉત્સાહમાં બાળકો ક્યાંક ભાન ભૂલી જતા હોય છે અને પરિવારે તેનું ગંભીર પરિણામ ભોગવવાનો વખત આવે છે.
રેલવે સ્ટેશન કે ટ્રેક નજીક પતંગ ઉડાડવા પહેલા જાણો મહત્વના સૂચનો
ઉત્તરાયણમાં સલામતી માટે રેલવે વિભાગ રેલવે સ્ટેશન અને રેલવે ટ્રેક નજીક પતંગ ઉડાડવાને લઈ સૂચનો જાહેર કર્યા છે. અમદાવાદ મંડળના તમામ અનુભાગો પર ઓવરહેડ વોલ્ટેજ ઈલેક્ટ્રીક વાયર દ્વારા 25000 વોલ્ટ પર રેલ્વે ટ્રેકનું વીજળીકરણ કરવામાં આવ્યું છે. જેના કારણે પતંગ અથવા દોરા વાયર સાથે ફસાય જતા હોય છે. ઓવરહેડ ટ્રેક્શન વાયરમાં ફસાયેલા પતંગ અને દોરાને દૂર કરવા અથવા તો પતંગ લૂંટવા માટે લોકો જીવને જોખમમાં મૂકે છે. જેના કારણે માનવ જીવન જોખમાય છે.
25000 વોલ્ટના ઓવરહેડ ટ્રેક્શન વાયરમાં ફસાયેલી પતંગોને વાયરમાંથી બહાર નીકાળતી વખતે માનવ જીવન જોખમમાં મુકાઇ શકે છે અને ફસાયેલ પતંગ અથવાતો દોરા ને ખેંચીને કાઢવાના કારણે ઓવરહેડ ટ્રેક્શન વાયર તૂટી શકે છે. જેના કારણે રેલવે ટ્રાફિક ગંભીર રીતે ખોરવાઈ શકે છે અને માનવ જીવનને નુકસાન થઈ શકે છે. એટલે લોકો ઉતરાયણના દિવસે રેલવે સ્ટેશન કે ટ્રેક નજીક પતંગ ઉડાડવા માટે તકેદારી રાખે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર