અમદાવાદઃ નરોડાની સરકારી શાળામાં રમતા બાળકનું પડી જવાથી મોત

News18 Gujarati
Updated: July 9, 2019, 4:40 PM IST
અમદાવાદઃ નરોડાની સરકારી શાળામાં રમતા બાળકનું પડી જવાથી મોત
મરનાર વિદ્યાર્થીની તસવીર

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી નરોડા ગુજરાતી મ્યુનિ. સરસ્વતી મંદિર શાળા નં-1માં ધોરણ 6માં મેહુલ મારવાડી નામનો વિદ્યાર્થી અભ્યાસ કરે છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ અમદાવાદના નરોડાની સરકારી સ્કૂલમાં રમતા રમતા છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીનું પડી જવાથી મોત થયાની ઘટના બની હતી. ઘટના બાદ સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયત્ન થયાની લોકો આક્ષેપ કરી રહ્યા છે. જોકે, ઘટના બાદ પરિવારજનો ટોળા શાળા ઉપર દોડી આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી નરોડા ગુજરાતી મ્યુનિ. સરસ્વતી મંદિર શાળા નં-1માં ધોરણ 6માં મેહુલ મારવાડી નામનો વિદ્યાર્થી અભ્યાસ કરે છે. જે આજે મંગળવારે શાળા દરમિયાન મેદાનમાં રમી રહ્યો હતો. ત્યારે તે અચાન નીચે પટકાયો હતો. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.જેથી સ્કૂલ સંચાલકોએ પહેલા ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે તેનું મોત નીપજ્યું હતું. 108 એમ્બ્યુલન્સને પણ પહેલા જાણ ન કરી હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

ઘટનાની જાણ થતાં પરિવારજનો સ્કૂલ ઉપર દોડી આવ્યા હતા. બાળક પટકાવાથી તેને બ્રેઇન હેમરેજ થયાની આશંકા પણ લોકોમાં સેવાઇ રહી છે. સાથે સાથે લોકોના ટોળા સ્કૂલ પર ઉમટી પડ્યા હતા. શાળા સંચાલકો દ્વારા ઘટનાને દબાવવાની કોશિશ થતી હોવાના આરોપો લોકો કરી રહ્યા છે.

મેહુલ મારવાડીના મોતના પગલે પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે.
First published: July 9, 2019
વધુ વાંચો
अगली ख़बर