અમદાવાદ : VS હૉસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખેલા મહિલાના મૃતદેહની અદલાબદલી, બે પરિવાર શોકમાં

અમદાવાદ : VS હૉસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખેલા મહિલાના મૃતદેહની અદલાબદલી, બે પરિવાર શોકમાં
ઇન્સેટ તસીવરમાં મૃતક લેખાબહેન જેમના મૃતદેહની અંતિમ વિધિ બગડિયા પરિવારે કરી નાંખી

કોલ્ડસ્ટોરેજમાં રાખેલો લેખાબેન ચંદ નામના મહિલાના મૃતદેહને દિવ્યાબહેન બગડિયાના પરિવારે સ્વીકારી અંતિમ વિધિ કરી નાંખી

 • Share this:
  અમદાવાદ : અમદાવાદમાં દિવાળીના પર્વ પર જ એક બેદરકારીની પરાકાષ્ઠા સમાન ઘટના ઘટી છે. અહીંયા વીએસ હૉસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવેલ મહિલાના મૃતદેહની અદલાબદલીનો મામલો સામે આવ્યો છે. અમદાવાદમાં લેખાબેન ચંદ નામના મહિલાનું અવસાન થયું હતું. આ મહિલાનો મૃતદેહ પુત્ર વિદેશ હોવાથી કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો. તેમનો મૃતદેહ ગાયબ થવાના મામલે મૃતદેહ લઈ ગયો હતો.

  આ મહિલાના મૃતદેહ મામલે પોલીસે એક અટકાયત કરી છે. જે પરિવારે આ મહિલાનો મૃતદેહ સ્વીકાર્યો હશે તેમણે મહિલાનો મૃતદેહ જોયા વગર અંતિમ વિધિ કરી નાખવામાં આવી હતી. આ મામલે પોલીસ તપાસના કારણે કોકડું ઉકેલાયું છે. ચંદ પરિવાર સાથે મૃતદેહની અદલાબદલી થઈ હતી.  આ પણ વાંચો :  વલસાડ : બાઇક ચાલક પાસેથી મળી આવ્યું 1.40 લાખનું MD ડ્રગ્સ, નશાના વેપલાનો પર્દાફાશ

  કોલ્ડ સ્ટોરેજમાં ચંદ પરિવારનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો. મૃતક મહિલાના પુત્ર વિદેશ રહેતા હતા એટલે તેઓ આવે ત્યા સુધી આ મહિલાના મૃતદેહને ત્યા રાખવામાં આવ્યા છે. જોકે, આ પરિવારનો મૃતદેહ અન્ય કોઈ પરિવારને આપી દેવામાં આવ્યો હતો. આમ ચકાસણી કર્યા વગર લેખાબેન ચંદના મૃતદેહ જૈન પરિવારને સોંપવામાં આવ્યો હતો.

  પોલીસે આ મામલે ચંદ પરિવારના સભ્યોને લઈને જૈન પરિવાર પાસે પાલડીમાં પહોંચી હતી અને હવે બંને પરિવારને આમનેસામને રાખીને કાર્યવાહી કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગત 13મી તારીખે જૈન પરિવાર દ્વારા એક મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવી હતી આ મૃતદેહ લેખાબહેનનો હતો. આ મામલે હવે આગળ વી.એસ. હૉસ્પિટલ સાથે જૈન પરિવાર પર પણ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું પરંતુ વીએસ અને જૈન પરિવારની લાપરવાહીના કારણે એક મોટો ભગો વેતરાયો છે.

  આ પણ વાંચો :  કામરેજ : તસ્કરોએ દિવાળીએ ધન લૂટ્યું, કરજણમાં ATM તોડી 12.56 લાખની ચોરી

  દિવ્યાબેન બગડિયાના બદલે લેખા બહેનની અંતિમ વિધિ

  આ સમગ્ર મામલે કનફ્યૂઝન એવી સર્જાઈ છે કે અમદાવાદના પાલડીમાં રહેતા દિવ્યા બહેન બગડિયાનું અવસાન થયું હતું. જોકે, તેમને વીએસમાંથી સૌંપવામાં આવેલો મૃતદેહ લેખા બહેનનો હતો. આ અદલાબદલીમાં વીએસ સાથે પરિવારનો પણ દોશ છે તેવું જાણકારો કહે છે. કારણ કે તેમણે પોતાના મૃતદેહની ખાત્રી કરી નહી જેના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. હવે પરિવાર દ્વારા દોશનો ટોપલો વીએસ પર ઢોળવામાં આવ્યો છે.જોકે, આ મામલે કસૂરવાર કોઈ પણ હોય પરંતુ એક પરિવારે પોતાનું સ્વજન ગુમાવ્યું અને તેની અંતિમ વિધિ પણ નસીબ થઈ નથી.
  Published by:Jay Mishra
  First published:November 15, 2020, 13:06 pm

  ટૉપ ન્યૂઝ