અમદાવાદ કોલ સેન્ટર તોડ કેસઃ વસ્ત્રાપુર પોલીસનો એક કોન્સ્ટેબલ વૈભવી 'ઠાઠ'થી જીવે છે જિંદગી, મોંઘીદાટ કાર લઈને જાય છે નોકરીએ

અમદાવાદ કોલ સેન્ટર તોડ કેસઃ વસ્ત્રાપુર પોલીસનો એક કોન્સ્ટેબલ વૈભવી 'ઠાઠ'થી જીવે છે જિંદગી, મોંઘીદાટ કાર લઈને જાય છે નોકરીએ
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની તસવીર

જે 2 કોન્સ્ટેબલનું નામ આ તોડ કાંડમાં સામે આવી રહ્યું છે. તેમાં એક પોલીસ કોન્સ્ટેબલ તો એક 'IPS'ની જેમ લાઈફ સ્ટાઈલ ધરાવે છે અને મોંઘી કાર લઈને પોલીસ સ્ટેશન આવે છે.

  • Share this:
અમદાવાદ: શહેરમાં હાલ એક મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે અને જેમાં ખાસ કરીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં (Vastrapur police station) કોલ સેન્ટરના 65 લાખનો તોડ કાંડ (call center bribe case) ચર્ચામાં છે. અને જેમાં એક બાદ એક નવો ખુલાસો સામે આવી રહ્યો છે. આ મામલો એટલો ગંભીર બન્યો છે હતો કે dgp દ્વારા તપાસ ક્રાઈમ બ્રાન્ચના (crime branch) ACP ને સોંપવા માં આવી હતી.

ACP દ્વારા PSI અને 2 કોન્સ્ટેબલની પૂછપરછ કરવામાં આવી છે. અને હવે અન્ય અધિકારીઓને પણ બોલાવવામાં આવી શકે છે. જોકે આ તપાસ દરમિયાન હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કાર્યરત અને ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવી રહેલા પોલીસ કોન્સ્ટેબલને DCP ઝોન-1 દ્વારા તાત્કાલિક બોલાવવામાં આવ્યા છે. અને જેમાં કંઈ નવું થાય તેવી વાત સામે આવી રહી છે.મહત્વની વાત તો એ છે કે આટલો મોટો તોડ થયેલો હોય અને અધિકારીને ખ્યાલ ન હોય તે વાત ગળે ઉતરે તેમ નથી. જેથી તમામ અધિકારી ગોઠવણમાં લાગી ગયા હોય તેવી પણ ચર્ચાએ હાલ જોર પકડ્યું છે.

આ પણ વાંચોઃ-અમદાવાદ: 'સાહેબ જલ્દી પોલીસ મોકલો અહીં ગરબા રમાય છે' જેવા ઢગલાબંધ ફેક મેસેજથી પોલીસની થઈ ઊંઘ હરામ

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જે 2 કોન્સ્ટેબલનું નામ આ તોડ કાંડમાં સામે આવી રહ્યું છે. તેમાં એક પોલીસ કોન્સ્ટેબલ તો એક IPSની જેમ લાઈફ સ્ટાઈલ ધરાવે છે અને મોંઘી કાર લઈને પોલીસ સ્ટેશન આવે છે.

આ પણ વાંચોઃ-સુરતઃ ઘરનો દરવાજો ખુલ્લો મૂકી પાળતુ કૂતરાને ફરવા લઈ જવું ભારે પડ્યું, ઘરે આવી જોયું તો રોવાનો વારો આવ્યો

આ પણ વાંચોઃ-સુરતની શરમજનક ઘટના! દૂધ લેવા જતી મેનેજરની પત્નીને રોમિયોએ કર્યા ગંદા ઈશારા, હાથ પકડી ચીઠ્ઠી પકડાવી

સાથો સાથ તેની રહેણી કરણી પણ એક ઉચ્ચ અધિકારીઓથી કમ નથી. પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આ મામલે કાર્યવાહી કયારે થશે. જોકે એક આંગડિયા પેઢીનું નામ પણ સામે આવી રહ્યું છે અને તેની પણ તપાસ હાલ ચાલી રહી હોવાનું સામે આવી રહ્યું છે.જોકે આ મામલે ACB ક્યારે તપાસમાં જોડાશે એ પણ સવાલ ઉભો થયો છે. સામાન્ય રીતે અપ્રમાન્સર મિલકતમાં ACB અન્ય લોકો સામે તાત્કાલિક ગુનો નોંધી દે છે. પરંતુ એટલો મોટો તોડ કાંડમાં ACB તપાસ કરશે કે કેમ તે પણ સવાલો ખાતામાં ઉભા થઈ રહ્યાં છે. હવે આ મામલે DCPએ કોન્સ્ટેબલ ને બોલાવ્યા છે. તો પણ કાર્યવાહી શું થાય છે અને ક્રાઈમ બ્રાન્ચ તપાસ કયારે પુરી કરી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
Published by:ankit patel
First published:October 19, 2020, 16:14 pm

ટૉપ ન્યૂઝ