Home /News /madhya-gujarat /

અમદાવાદઃ 'તને પ્રેમ કરું છું તારા ફોટો જોઉં છું', પુત્રવધૂ સાથે સસરાએ મર્યાદા ઓળંગી

અમદાવાદઃ 'તને પ્રેમ કરું છું તારા ફોટો જોઉં છું', પુત્રવધૂ સાથે સસરાએ મર્યાદા ઓળંગી

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad Crime News: સસરા અવારનવાર (father in law molestation) તેની છેડતી કરતા હતા અને બેડરૂમમાં આવી હું તને પ્રેમ કરું છું તું સાડીમાં સુંદર લાગે છે તારા ફોટા જોયા કરું છું તારા વગર રહેવાતું નથી જેવી વાતો કરી તેની છેડતી કરતા હતા.

વધુ જુઓ ...
અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ (Police complaint) નોંધાવી છે. આ યુવતીનો આક્ષેપ છે કે લગ્ન બાદ તેના સાસરે રહેવા ગઇ હતી. ત્યારબાદ તેની પાસે દહેજ માંગી (Dowry case) તેને ત્રાસ આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં સસરા અવારનવાર (father in law molestation) તેની છેડતી કરતા હતા અને બેડરૂમમાં આવી હું તને પ્રેમ કરું છું તું સાડીમાં સુંદર લાગે છે તારા ફોટા જોયા કરું છું તારા વગર રહેવાતું નથી જેવી વાતો કરી તેની છેડતી કરતા હતા. આટલું જ નહીં યુવતિ પિયરમાં ગઈ ત્યારે પણ સસરા એ ફોન ઉપર તારા વગર ગમતું નથી તારી બહુ યાદ આવે છે તેમ કહી તેની છેડતી કરી હતી. સમગ્ર મામલાને લઈ યુવતીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના નરોડા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી હાલ એક વર્ષથી તેના પિયરમાં રહે છે. વર્ષ ૨૦૨૧ મા વડોદરા ખાતે રહેતા એક યુવક સાથે તેના લગ્ન થયા હતા. લગ્ન બાદ આ યુવતી તેના સાસરે રહેવા ગઇ હતી. સાસરે રહેવા ગયા બાદ લગ્નના થોડા સમય સુધી સાસરિયાઓએ સારી રીતે આ યુવતીને રાખી હતી. ત્યારબાદ સાસુ અને સસરા ઘરકામ બાબતે બોલાચાલી કરી કરિયાવર માં કઈ લાવી નથી તેમ કહી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. બાદમાં સાસુ-સસરા અમારા દીકરાને બીજી કોઈ છોકરી સાથે લગ્ન કરાવ્યા હોત તો વધુ દહેજ લાવત આમ કહી માનસિક-શારીરિક ત્રાસ આપતા હતા.

રામનવમીના દિવસે આ યુવતી અને તેનો પતિ દુકાને ગયા હતા. બાદમાં બપોરે ઘરે પરત આવી આ યુવતી તેના બેડરૂમમાં એકલી બેઠી વાંચતી હતી અને યુવતીની સાસુ ઘરના મુખ્ય હોલમાં સુતા હતા. આ વખતે યુવતીના સસરા તેના રૂમમાં આવી ગયા હતા અને યુવતીની સાથે બેડ પર બેસી ગયા હતા બાદમાં તેનો હાથ પકડી અને બીભત્સ માગણી કરવા લાગ્યા હતા.

યુવતીને તેના સસરાએ કહ્યું કે હું તને પ્રેમ કરું છું આખો દિવસ મોબાઇલમાં તારા ફોટા જોઉં છું તું સાડીમાં સુંદર લાગે છે અને તને જોયા વિના ગમતું નથી તું તારા પિયરમાં જાય તો મારું મન લાગતું નથી. સસરાની આ વાત સાંભળતા જ યુવતી ગભરાઈ ગઈ હતી અને તેના પતિને ફોન કરી ઘરે બોલાવ્યા હતા. બાદમાં પતિ તથા સાસુને તેના સસરાના વર્તન બાબતે જાણ કરતાં સાસુએ કહ્યુ કે આપણા ઘરમાં તો આવું ચાલતું આવ્યું છે તારે સહન તો કરવું જ પડશે. બાદમાં યુવતીનો પતિ ધમકી આપવા લાગ્યો કે આ વાત તારા પિયરમાં કરીશ તો તને મારી નાખીશ.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 10 વર્ષ, રૂ.10 લાખ, 50 RTI અરજી, AMC અને બિલ્ડર સામે 68 વર્ષના દાદાને મળ્યો ન્યાય, વાંચો સંઘર્ષ કહાની

યુવતીની સાસુ ના પિતાનું અવસાન થતા તેની સાસુ ત્યાં રોકાઈ ગઈ હતી. બાદમાં સાસુ એ યુવતીના માતા-પિતાને જણાવ્યું કે વડોદરા ખાતે એકલી રહે એના કરતાં તેને અમદાવાદ પિયર લઈ જાવ ત્યારે યુવતી અમદાવાદ જતી રહી હતી. ત્યારે તેના સસરા નો ફોન આવ્યો હતો અને જણાવ્યું કે તું ક્યાં છે તારી સાથે કોઈ છે?, મારે તને મારા મનની વાત કરવી છે મને તારા વિના ગમતું નથી તું ક્યારે આવીશ?

આ પણ વાંચોઃ-અમદાવાદનો કિસ્સોઃ શેરબજારમાં યુવક ધંધે લાગ્યો ને પછી એણે પોલીસને કામે લગાવી, શું કર્યો કાંડ?

અનેકવાર સસરાના આ પ્રકારના વર્તનથી યુવતી ગભરાઈ જતા તેણે તેના માતા-પિતાને આ બાબતે જાણ કરી હતી. ત્યારે યુવતીના પિતાએ તેના સસરા ને ફોન કરી આ પ્રકારની વાતો બાબતે પૂછતાં તેના સસરા જણાવ્યું કે મેં તમારી દીકરીને ખાલી કહ્યું છે ને કંઈ કર્યું તો નથી ને તેઓ જવાબ આપી ધમકીઓ આપવા લાગ્યા હતા. જેથી સમગ્ર બાબતને લઈને યુવતીએ પોલીસ ફરિયાદ કરતા કૃષ્ણનગર પોલીસે આ મામલે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Domestic violence, Gujarati news

આગામી સમાચાર