Home /News /madhya-gujarat /

અમદાવાદ: ' આજે આનો ખેલ ખતમ કરી નાખો મામા', પુત્રીએ મામા સાથે મળીને સાવકી માતા ઉપર છરીથી કર્યો Attack

અમદાવાદ: ' આજે આનો ખેલ ખતમ કરી નાખો મામા', પુત્રીએ મામા સાથે મળીને સાવકી માતા ઉપર છરીથી કર્યો Attack

નારણપુરા પોલીસ સ્ટેશન

Ahmedabad Crime News: મહિલાની પુત્રી રસોડામાં ગઈ હતી અને હાથમાં છુપાવીને દસ્તો લઈ આવીને તેના મામાને (uncle) આપ્યો હતો. તેના મામાએ ફરિયાદીને (attack on woman) માથાના ભાગે પાંચથી છ ફટકા મારી દીધા હતા.

અમદાવાદ: અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પુત્રીએ (Daughter) મામા (Uncle) સાથે મળીને સાવકી માતા (Step mother) પર હુમલો કર્યો છે. ગઇકાલે બપોરે બે વાગ્યાની આસપાસ ફરિયાદીની પુત્રીના મામા ઘરે આવ્યા હતા. ત્યારે ફરિયાદી મહિલાએ તમે કેમ આવ્યા છો તેમ પૂછતા જ તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને કહેવા લાગ્યા હતા કે મારી ભાણી અને બનેવી ઘર છે. ગમે ત્યારે આવું તમે કહેવા વાળા કોણ. જો કે બાદમાં મામા ભાણી વાતો કરવા લાગ્યા હતા.

થોડી વારે બાદ ફરિયાદી મહિલાની પુત્રી રસોડામાં ગઈ હતી અને હાથમાં છુપાવીને દસ્તો લઈ આવીને તેના મામાંને આપ્યો હતો. તેના મામાએ ફરિયાદીને માથાના ભાગે પાંચથી છ ફટકા મારી દીધા હતા. જો કે મહિલાએ બૂમાબૂમ કરતા તેની પુત્રીએ તેનું મોઢું દબાવી દીધું હતું. જ્યારે મામા એ તેના ખિસ્સા માંથી છરી કાઢી ને ફરિયાદી મહિલાને ધક્કોમારી સેટી પર પાડી દઈને ઉપર બેસી ગયો હતો.

જ્યારે યુવતી એ કહ્યું હતું કે આજે આનો ખેલ ખતમ કરી નાખો મામા, આરોપી મામાએ પણ ફરિયાદી મહિલાને ગળા, પેટ અને  હાથના ભાગે છરીના ઘા મારી દીધા હતા. મહિલાએ તેની પુત્રીને બચકું ભરી મોઢા પરથી હાથ હટાવીને બુમાં બૂમ કરતા તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જ્યારે મહિલાએ લોહી નીકળવા લાગતા તેણે સમગ્ર ઘટનાની જાણ તેના પતિને જાણ કરતા તેઓ તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા.

આ પણ વાંચોઃ-Surat News: પરિવાર સાથે જમ્યા બાદ ધો.9ના વિદ્યાર્થીએ ઘરમાં જ કરી આત્મહત્યા, કેમ ભર્યું પગલું?

અને મહિલાને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ એ આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ-Surat: લૂંટનો Live video, તમંચાની અણીએ લૂંટારુઓએ દુકાનદાર પાસેથી રૂ.30 હજાર લૂંટી લીધા

ઉલ્લેખનીય છે કે સુરતમાં યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. સુરતમાં (surat news) પરિવારના સંબંધી સાથે રત્નકલાકર કલાકાર તરીકે કામ કરી પરિવારને આર્થિક (Financially family) મદદ કરતી યુવતી ગઈકાલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. જોકે આ યુવતી આપઘાત કરતા પહેલા સુસાઈટ નોટ (suicide note) લખી હતી.

જેમાં વિશાલ નામના યુવકે પરિણીત હોવા છતાં તેની સાથે છેલ્લા ચાર વર્ષથી પ્રેમસંબંધ (relation) રાખ્યો હતો. અને આખરે તેની સાથે પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. જેને લઇને આવતા થયા બાદ પતિએ આપઘાત કરી લીધો હતો.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news

આગામી સમાચાર