Home /News /madhya-gujarat /

સાબરમતી આશ્રમમાં આવીને તપ અને ત્યાગની ભાવના વધી જાય છે: પીએમ મોદી

સાબરમતી આશ્રમમાં આવીને તપ અને ત્યાગની ભાવના વધી જાય છે: પીએમ મોદી

સાબરમતી આશ્રમ ખાતે પીએમ મોદી.

પીએમ મોદી (PM Modi)એ સાબરમતી આશ્રમ (Sabarmati Ashram)ની મુલાકાત લઈને ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યાર બાદ તેમણે હ્રદયકુંજમાં ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી.

    અમદાવાદ: ભારતની આઝાદીના 75માં વર્ષના ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમમાં ભાગ લેવા પીએમ મોદી આજે અમદાવાદ આવી પહોંચ્યા છે. પીએમ મોદી (PM Modi)એ સાબરમતી આશ્રમ (Sabarmati Ashram)ની મુલાકાત લઈને ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યાર બાદ તેમણે હ્રદયકુંજમાં ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી. જે બાદમાં તેમણે આશ્રમની વિઝિટર બુક (Visitor book)માં નોંધ કરી હતી. જેમાં તેએઓ લખ્યું છે કે, ફરી એક વખત સાબરમતી આશ્રમમાં આવીને તેઓ ધન્યતા અનુભવે છે. ઉલ્લેખનીય છે કે અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં આગામી 75 અઠવાડિયા દરમિયાન 75 કાર્યક્રમો યોજાશે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો મુખ્ય હેતુ દેશભરમાં ભાષા અને રાજ્યવાર જનજાગૃતિ અને આંદોલન પ્રેરાય, ભારતનો ભવ્ય અને ગૌરવપૂર્ણ ભૂતકાળ ઉજાગર થાય સાથે ભારતના વિકાસને દર્શાવવાનો છે.

    આશ્રમની વિઝિટર બુકમાં પીએમ મોદીની નોંધ:

    સાબરમતી આશ્રમથી ગાંધીજીએ આત્મનિર્ભરતા અને આત્મસન્માનનો સંદેશ આપ્યો હતો.

    આઝાદીના અમૃત મહોત્સવના પ્રારંભ માટે પ્રેરણા માટે આ પુણ્ય સ્થળ પર પુન: આવીને હું ધન્ય હોવાનો અનુભવ કરી રહ્યો છું.



    આઝાદીનો અમૃત મહોત્સવ ભારતના સ્વતંત્રતા સંગ્રામને કૃતજ્ઞ દેશવાશીઓ દ્વારા આપવામાં આવી રહેલી કાર્યાંજલિ છે. આ મહોત્વ દરમિયાન દેશ પોતાના સ્વતંત્રતાના આંદોલનના દરેક પડાવને, દરેક મહત્ત્વની ક્ષણને તો યાદ કરશે જ, સાથે ભવિષ્ય નિર્માણ માટે નવી ઉર્જા સાથે આગળ પણ વધશે.



    મને વિશ્વાસ છે કે પૂજ્ય બાપૂના આશીર્વાદથી આપણે ભારતવાસી આપણા કર્તવ્યોનું પાલન કરતાની સાથે અમૃત મહોત્વસના ઉદેશ્યને સિદ્ધ કરીશું.

    સાંસ્કૃતિક કાર્યક્રમ:

    પીએમ મોદીના આગમન બાદ અમૃત મહોત્સવની શરૂઆત થઈ હતી. જેમાં અલગ અલગ સાંસ્કૃતિ કાર્યક્રમ રજૂ થયા હતા. જેમાં જાણીતા બોલિવૂડ ગાયક હરિહરણ અને ઝૂબિન નોટિયાલે પણ પરફોર્મ કર્યું હતું. આ પ્રસંગે દાંડી યાત્રા ગીત પણ લોંચ થયું હતું. પીએમ મોદી એરપોર્ટથી સીધા જ સાબરમતી આશ્રમ ખાતે આવી પહોંચ્યા હતા. સાબરમતી આશ્રમમાં ગાંધીજીની પુષ્પાંજલિ અર્પણ કર્યાં બાદ પીએમ મોદી અભયઘાટ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા. અહીં તેમણે હાજર લોકોને સંબોધન કર્યું હતું.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Dandi yatra, Gandhi Ashram, Sabarmati Ashram, Visitor Book, અમદાવાદ, ગુજરાત, નરેન્દ્ર મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन