Home /News /madhya-gujarat /

અમદાવાદ : 'બાપુની યાત્રા અંગ્રેજોએ નહોતી અટકાવી પણ કૉંગ્રેસની યાત્રા ભાજપ સરકારે રોકી'

અમદાવાદ : 'બાપુની યાત્રા અંગ્રેજોએ નહોતી અટકાવી પણ કૉંગ્રેસની યાત્રા ભાજપ સરકારે રોકી'

કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ શેર કરેલી તસવીર

પીએમ મોદીના કાર્યક્રમ પહેલાં કૉંગ્રેસની ટ્રેક્ટર યાત્રા નિષ્ફળ, પોલીસે ટ્રેક્ટરોની હવા કાઢી, કૉંગ્રેસના નેતાઓ નજર કેદ

    અમદાવાદ : ભારતની આઝાદીના 75માં વર્ષે (75th Year of Indian independence) ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (Aazadi Ka Amrut Mahotsav) ઉજવણીનો કર્ટેન રેઇઝર કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે 12 માર્ચના રોજ યોજાશે. પીએમ મોદીના શુક્રવારના અમદાવાદ કાર્યક્રમ પહેલાં રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કૉંગ્રેસની ટ્રેક્ટર યાત્રાને ભાજપ સરકારે મંજૂરી આપી નથી. દરમિયાનમાં કૉંગ્રેસના નેતાઓને પોલીસે નજર કેદ કરી લીધા હોવાનો આક્ષેપ કૉંગ્રેસ પ્રમુખ ચાવડાએ ટ્વીટર પર કર્યો છે.

    અમિત ચાવડાએ ટ્વીટર પર લખ્યું કે '12મી માર્ચે બાપુએ દાંડી યાત્રા કરી અને અંગ્રેજોના અન્યાય સામે સત્યાગ્રહની શરૂઆત કરી હતી. અંગ્રેજોએ બાપુની યાત્રા રોકી નહોતી. પરંતુ ગોડ્સેની અનુગામી ભાજપા સરકારે આજે કૉંગ્રેસને નિશ્ચિત યાત્રા રોકી અને નેતાઓને નજરકેદ કરી અને લોકતંત્રને દબાવવાનો પ્રયાસ કર્યો છે. '



    પ્રાપ્ત અહેવાલો અનુસાર ગઈકાલે મોડી રાત્રે ગાંધીનગર ખાતે આવેલા MLA ક્વાર્ટર્સમાં ગુજરાત પોલીસનો મોટો કાફલો પહોંચી ગયો હતો. પોલીસે કથિત રીતે કૉંગ્રેસ સેવાદળના અધ્યક્ષ અને ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાની અટકાયત કરી છે. દરમિયાનમાં ટ્વીટર પર કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોલીસે ઉપાડી લીધેલા ટ્રેક્ટરોનો વીડિયો પણ શેર કર્યો છે.

    આ પણ વાંચો : Dandi Yatra LIVE : આજે PM મોદી કરાવશે દાંડી યાત્રાને પ્રસ્થાન, આઝાદીના 'અમૃત મહોત્સવ'નો થશે શુભારંભ

    ઉલ્લેખનીય છે કે ગઈકાલે કૉંગ્રેસના  પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને એક પત્ર વલખ્યો હતો અને વર્ષોથી ચાલી આવતી કૉંગ્રેસની પરંપરા મુજબ 12મી માર્ચે દાંડી યાત્રાના દિવસે કાર્યક્રમ યોજવાની મંજૂરી ન આપવા બદલ સરકારમાં દરમિયાનગીરી કરવાની અપીલ કરી હતીય. ચાવડાએ જણાવ્યું હતું કે કૉંગ્રેસ વડાપ્રધાનના કાર્યક્રમનો વિરોધ નથી કરતી પરંતુ તેમના કાર્યક્રમ બાદ કૉંગ્રેસને પણ કાર્યક્રમ યોજવાની મંજૂરી આપવાની અરજ કરે છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Ahmedaabad, Azadi ka amrut mahotsav, Dandi yatra, Gujarat police, કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, પીએમ મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन