દલિતોના વરઘોડા નીકળે તે માટે સરકાર પ્રતિબદ્ધ : ગૃહ રાજ્ય મંત્રી

News18 Gujarati
Updated: May 15, 2019, 3:12 PM IST
દલિતોના વરઘોડા નીકળે તે માટે સરકાર પ્રતિબદ્ધ : ગૃહ રાજ્ય મંત્રી
પ્રદીપસિંહ જાડેજા

પ્રદીપસિંહે જણાવ્યું કે, "લ્હોરની ઘટના બાદ પ્રાંતિજના શિતવાડા ગામ ખાતે, વડાલી ગાજીપુર ગામ ખાતે, મોડાસા ખંભીસર ગામે ખાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે દલિતોનો વરઘોડો કાઢવમાં આવ્યો હતો.

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી દલિત સમાજના વરઘોડાને લઈને તેમના પર અત્યાચાર થયાના બનાવો સામે આવ્યા છે. આ મામલે સરકાર તરફથી દલિતોને વરઘોડા કાઢવા માટે સુરક્ષા પણ આપવામાં આવી રહી છે. કડીના લ્હોર ગામમાં દલિતોએ વરઘોડો કાઢતા ગામલોકોએ તેમનો બહિષ્કાર કર્યો હતો. ગુજરાતની વિવિધ ઘટનાઓ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દલિતોની પડખે છે. સામે જ તેમણે એવું પણ જણાવ્યું હતું કે ગુજરાત દેશ સલામતીની દ્રષ્ટિએ નંબર એક પર આવે છે.

સરકાર દલિતોના પડખે : ગૃહ રાજ્ય મંત્રી

ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહે જણાવ્યું કે, "ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી દલિત સમાજના નીકળતા વરઘોડ અંગે જાતની ચર્ચાઓ અને ઘટનાઓ અંગે મારે સ્પષ્ટતા કરવી છે કે, મહેસાણાના લ્હોર ગામે કેટલાક લોકોએ દલિતોના બહિષ્કારની જાહેર કરી હતી, આ સંદર્ભે પોલીસે ગુનો દાખલ કરીને પાંચ લોકોની ધરપકડ કરી છે. આ ઘટના બાદ મુખ્યમંત્રીની સૂચનાથી સમગ્ર વહીવટી તંત્રને આદેશ કર્યો હતો કે ગુજરાતમાં કોઈ પણ ગામમાં દલિતોના વરઘોડા નીકળે તો તેમના પૂરતો બંદોબસ્ત આપવામાં આવે. સરકાર દલિતોના પડખે છે. ગુજરાતમાં કોઈ પણ કાળે સામાજિક સમરસતા બગડવા નહીં દઈએ. આ ઘટના બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, જિલ્લા કલેક્ટર, રેન્જ એસપી, ગામમાં ગયા હતા અને બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવ્યું હતું."

આ પણ વાંચો :  ખંભીસર વરઘોડા વિવાદ મામલે બે લોકોની ધરપકડ કરાઇ : ડીવાયએસપી ફાલ્ગુની પટેલ

દલિતોને વરઘોડા કાઢવા બંદોબસ્ત અપાયો

પ્રદીપસિંહે જણાવ્યું કે, "લ્હોરની ઘટના બાદ પ્રાંતિજના શિતવાડા ગામ ખાતે, વડાલી ગાજીપુર ગામ ખાતે, મોડાસા ખંભીસર ગામે ખાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે દલિતોનો વરઘોડો કાઢવમાં આવ્યો હતો. ખંભીસરમાં નિશ્ચિત કરેલા રૂટ પર જ્યારે વરઘોડા પસાર થતો હતો ત્યારે બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી. ઘટના બાદ પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો ભાવનગરના વેળાવદર ખાતે ગામના આગેવાનોએ પોતાની ઘોડી દલિત સમાજના લોકોને વરઘોડો કાઢવા માટે આપી હતી.આ પણ વાંચો : વરઘોડા વિવાદ દરમિયાન DySPનો દાદાગીરીનો વીડિયો થયો વાયરલ

વરઘોડા માટે પૂરતી સુરક્ષા અપાશે

દલિતોના વરઘોડા માટે સુરક્ષાની ખાતરી આપતા ગૃહ રાજ્યમંત્રીએ કહ્યુ કે," રાજ્યમાં દલિતોના વરઘોડા શાંતિપૂર્ણ રીતે નીકળે તે માટે સરકાર પ્રતિબદ્ઘ છે. જ્યાં જરૂર પડી છે ત્યાં બંદોબસ્ત આપવામાં આવ્યો છે, જરૂર પડી છે ત્યાં ગુનો દાખલ કરીને ધરપકડ પણ કરવામાં આવી છે. કેટલાક તત્વો પોતાની રાજકીય ખીચડી પકાવવા માટે સમાજ સમાજ વચ્ચે દ્વેશ ઉભી કરી રહ્યા છે પરંતુ તેએ સફળ નહીં થાય.
First published: May 15, 2019, 12:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading