શિષ્યવૃતિ બંધ થતા દલિતો ભીખ માંગીને સરકારને ‘લોટ’ આપશે

News18 Gujarati
Updated: August 12, 2018, 1:08 PM IST
શિષ્યવૃતિ બંધ થતા દલિતો ભીખ માંગીને સરકારને ‘લોટ’ આપશે
વિકાસની થેલી અને લોટ માંગતો દલિત યુવક

ગુજરાતનાં 500 ગામોમાં હાલ દલિત યુવાનો શેરીએ-શેરીએ ફરીને ઘરે-ઘરે જઇને ‘લોટ’ માંગી રહ્યા છે.

  • Share this:
ગુજરાતનાં 500 ગામોમાં હાલ દલિત યુવાનો શેરીએ-શેરીએ ફરીને ઘરે-ઘરે જઇને ‘લોટ’ માંગી રહ્યા છે. કપડાની આ થેલી પર ‘વિકાસ થેલી’ અને ચપટી લોટ દાન’ (નો કાસ્ટ, નો પ્લાસ્ટિક) એમ લખેલું છે. દલિતો શેરી-શેરીએ ફરીને “વોટ નહીં પણ લોટ’ માંગે છે.

રાજ્ય સરકારે ખાનગી શાળાઓમાં ભણતા દલિત અને આદિવાસી વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃતિ અને ગણવેશ સહાય 2015થી બંધ કરી દીધી છે તેનો વિરોધ કરવા માટે દલિતોએ આ નવતર વિરોધ કર્યો છે.

જાણિતા હ્યુમન રાઇટ્સ એક્ટિવીસ્ટ માર્ટિન મેકવાને ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યુ કે,

“સરકારને આપણે વોટ તો આપ્યો છે પણ સરકારે નાગરિકોને ‘માંગણ’ બનાવી દીધા છે. સરકાર આપણી જરૂરિયાત અને હક્કને સમજતી નથી અને નાગરિકોને દરેક બાબતે માંગ-માંગ જ કરવુ પડે છે એટલે ગુજરાતના 500 ગામોમાં સ્વંયસેવકો શેરીએ-શેરીએ જઇને લોટ માંગે છે. 14મી તારીખે આ 500 ગામોમાંથી એકઠા થયેલા લોટની થેલીઓ સાથે સાબરમતી આશ્રમ પાસે આવેલા ખેત ભવન ખાતે ભેગા થશે અને ત્યાંથી આ તમામ લોટની થેલીઓ સાથે અમદાવાદ કલેક્ટરને આવેદન પત્ર આપવા જઇશું અને ‘ભીખારી’ સરકારને લોટ આપીશું”.

vikash theli
વિકાસની થેલીની તસવીર


માર્ટિન મેકવાને વધુમાં જણાવ્યુ કે, ‘સરકારી શાળાઓની હાલત બદત્તર કરી છે એટલા માટે લોકો તેમના સંતાનોને ખાનગી શાળાઓમાં અભ્યાસ માટે મૂકે છે. સમગ્ર દેશમાં અક્ષરજ્ઞાનની બાબતમાં 17માં ક્રમે છે. બિહાર જેવા રાજ્યોમાં પણ ગુજરાત કરતા સારી સ્થિતિ છે. આપણે એ કહેવા માંગીએ છીએ કે, પ્રજા એ માંગણ નથી. તેમનો હક્ક માંગે છે. શિક્ષણ એ આર્થિક વિકાસની ચાવી છે પણ સરકાર એ શિક્ષણને જ નબળું પાડી રહી છે. મહત્વની વાત એ છે કે, આ માટે સરકારે જોગવાઇ કરેલી જ છે પણ આપતી નથી. સરકારનાં સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ સરકારને લખે છે કે, નવી નાણાકિય જોગવાઇની જરૂર નથી માત્ર આ સહાય ચૂકવવાની જ છે. કેવી વિચિત્ર વાત છે ?”
vikash bag
કપડાની આ થેલી પર ‘વિકાસ થેલી’ અને ચપટી લોટ દાન’ (નો કાસ્ટ, નો પ્લાસ્ટિક) એમ લખેલું છે.


માનવ અધિકાર કાર્યકર કિરીટ રાઠોડે ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યુ કે, “સમગ્ર રાજ્યમાં ખાનગી શાળામાં અભ્યાસ કરતા દલિત-આદિવાસી વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ અને ગણવેશ માટે સરકાર આર્થિક સહાય આપતી હતી પણ 2015ના પરિપત્રથી આ સહાય બંધ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર યુવા સ્વાવલંબન યોજના જાહેર કરી અને દલિત-આદિવાસી વિદ્યાર્થીઓને મળતી આ સહાયનો છેદ ઉડાડી દીધો. માહિતી અધિકારના કાયદા હેઠળ કરેલી અરજીમાં આ વિગતો ખુલતા સરકારની વંચિતો વિરુદ્ધની નીતિ સામે આવી. સરકાર દ્વારા ઘણા વર્ષોથી ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીદીઠ 500 રૂપિયા શિષ્યવૃતિ અને 300 રૂપિયા ગણવેશ માટે સહાય આપવામાં આવતી હતી પણ આ સહાય 2015માં સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે.”
First published: August 12, 2018, 12:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading