વિરમગામ નગરપાલિકાનું નામાકરણ 'ડો. આંબેડકર' ન રખાતા દલિતોમાં રોષ

News18 Gujarati
Updated: April 21, 2018, 5:14 PM IST
વિરમગામ નગરપાલિકાનું નામાકરણ 'ડો. આંબેડકર' ન રખાતા દલિતોમાં રોષ

  • Share this:
અમદાવાદ: વિરમગામ નગરપાલિકા ભવનનું નામ "ડો.બાબા સાહેબ આંબેડકર" ના બદલે અટલ બિહારી વાજપેયી જાહેર કરાતા વિરમગામમાં દલિત સમાજમાં રોષ ફેલાયો છે. દલિતોએ કહયુ કે, સ્થાનિક કક્ષાએ અધિકારોને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને તેમણે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. પણ અચાનક જ આ અંગે નામાકરણનો નિર્ણય બદલાતા દલિતો રોષે ભરાયા છે.

દલિત આગેવાન કિરીટ રાઠોડે જણાવ્યુ કે, વિરમગામમા નવા બનેલા નગરપાલિકાના ભવનનું નામાકરણ કરવા ઠરાવ કરવા આવેદનપત્ર આપ્યુ હતુ. .

વિરમગામ દલિત સમાજ દ્વારા તા. 9 એપ્રિલના રોજ ચુંટાયેલા કાઉન્સીલરો, આગેવાનોને આવેદનપત્ર આપીને ત્રણ માંગણીઓમાં કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી.

જેને લઈને તારીખ 13 એપ્રિલના રોજ નાયબ કલેકટર, વિરમગામની મધ્યસ્થી મીટીંગ મળી. જેમાં પ્રમુખ, નગરપાલિકા વિરમગામ, અને દલિત પ્રતિનિધિઓ હાજર રહ્યા. જેમાં નગરપાલિકા ભવનનું નામ “ ડો.બાબા સાહેબ આંબેડકર ” રાખવા જનરલ બોર્ડમાં ઠરાવ કરવો પડે. ત્યારબાદ જ નામ આપી શકાય તેવું નાયબ કલેકટર અને પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.

નાયબ કલેકટરે લેખિતમાં ખાત્રી આપ્યા બાદ આંદોલન બંધ રાખવા માટેની સર્વ સમંતિ સાધવામાં આવી હતી. નગરપાલિકાના પ્રમુખે પણ જણાવ્યુ હતુ કે, તેમની માંગણી પર જનરલ બોર્ડમાં ચર્ચવામાં આવશે.પણ તા.૧૯ એપ્રિલના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિરમગામ ખાતે આવીને નગરપાલિકા ભવનનું નામ “ અટલ બિહારી વાજપાઈ ” નામ અચાનક જાહેર કરવાથી દલિત સમાજમાં પ્રચંડ રોષ જોવા મળે છે.

વધુમાં દલિત સમાજના આગેવાન કિરીટ રાઠોડ, ઈશ્વર વેગડા, રાજુ મકવાણા, બળવત ઠાકોર, ભાવેશ સોલંકી, સહિતના આગેવાનોએ મુખ્યમંત્રીને સંબોધીને નાયબ કલેકટર સહિત સંબંધિતોને ડો.બાબા સાહેબ આંબેડકર નું નામ નગરપાલિકા ભવન રાખવા જનરલ બોર્ડમાં આગ્રહ રાખવામાં આવ્યો હતો. આમ છતા અટલ બિહારી વાજપાઇ નામ જાહેર કેમ કરવામાં આવ્યુ?આ અંગે કિરીટ રાઠોડે ચીમકી આપી છે કે, આગામી દિવસોમાં તેઓ નગરપાલિકાના ભવનને તાળાબંધી કરશે.
First published: April 21, 2018
વધુ વાંચો
अगली ख़बर