શિષ્યવૃતિ નહી મળે ત્યાં સુંધી ‘વોટ નહી લોટ’ કેમ્પેઇન ચાલુ રહેશે

News18 Gujarati
Updated: August 14, 2018, 6:14 PM IST
શિષ્યવૃતિ નહી મળે ત્યાં સુંધી ‘વોટ નહી લોટ’ કેમ્પેઇન ચાલુ રહેશે
ગુજરાતનાં 500 ગામોમાં દલિત યુવાનોએ શેરીએ-શેરીએ ફરીને ઘરે-ઘરે જઇને ‘લોટ’ માંગી એકઠો કર્યો હતો અને આજે અમદાવાદમાં કપડાની થેલીઓમાં ભેગો કરેલો લોટ અને એક આવેદન પત્ર અમદાવાદ કલેક્ટરને આપ્યુ

ગુજરાતનાં 500 ગામોમાં દલિત યુવાનોએ શેરીએ-શેરીએ ફરીને ઘરે-ઘરે જઇને ‘લોટ’ માંગી એકઠો કર્યો હતો અને આજે અમદાવાદમાં કપડાની થેલીઓમાં ભેગો કરેલો લોટ અને એક આવેદન પત્ર અમદાવાદ કલેક્ટરને આપ્યુ

  • Share this:
ગુજરાતનાં 500 ગામોમાં દલિત યુવાનોએ શેરીએ-શેરીએ ફરીને ઘરે-ઘરે જઇને ‘લોટ’ માંગી એકઠો કર્યો હતો અને આજે અમદાવાદમાં કપડાની થેલીઓમાં ભેગો કરેલો લોટ અને એક આવેદન પત્ર અમદાવાદ કલેક્ટરને આપ્યુ હતું. આ થેલી પર ‘વિકાસ થેલી’અને ચપટી લોટ દાન’ (નો કાસ્ટ, નો પ્લાસ્ટિક) એમ લખેલું છે.

આજે મંગળવારે ‘વોટ નહિ લોટ’ આપો કાર્યક્રમ અંગે ૧૨ જિલ્લાના ૫૦૦ ગામના પ્રતિનિધિઓ અંદાજીત ૫૦૦ ભાઈઓ બહેનોએ હાજર રહીને પોતાના ગામથી ચપટી ચપટી લોટ ઉઘરાવીને વિકાસ થેલીને હાથમાં લઈ ખેતભવન, ગાંધી આશ્રમથી કલેકટર કચેરી રેલી સ્વરૂપે જઈને કલેક્ટરને ૧૨ પ્રતિનિધિઓ હાજર રહીને લોટની થેલીઓ આપી હતી.

આ કાર્યક્રમમાં દલિત કર્મશીલ માર્ટિન મેકવાન, આ અભિયાનના સંયોજક કિરીટ રાઠોડ, કાંતિ પરમાર વગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમના અંતે માર્ટિન મેકવાને જણાવ્યું હતુ કે, જ્યાં સુધી દલિત બાળકોને શિષ્યવૃતિ અને ગણવેશ સહાય ની ૨.૭૩ કરોડ નહિ ચૂકવે ત્યાં સુધી લોટ ઉઘરાવવાનું ચાલુ રહેશે.”રાજ્ય સરકારે ખાનગી શાળાઓમાં ભણતા દલિત અને આદિવાસી વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃતિ અને ગણવેશ સહાય 2015થી બંધ કરી દીધી છે તેનો વિરોધ કરવા માટે દલિતોએ આ નવતર વિરોધ કર્યો છે.

માર્ટિન મેકવાને ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યુ હતુ કે,“સરકારને આપણે વોટ તો આપ્યો છે પણ સરકારે નાગરિકોને ‘માંગણ’ બનાવી દીધા છે. સરકાર આપણી જરૂરિયાત અને હક્કને સમજતી નથી અને નાગરિકોને દરેક બાબતે માંગ-માંગ જ કરવુ પડે છે એટલે ગુજરાતના 500 ગામોમાં સ્વંયસેવકો શેરીએ-શેરીએ જઇને લોટ માંગે છે. સમગ્ર દેશમાં અક્ષરજ્ઞાનની બાબતમાં 17માં ક્રમે છે. બિહાર જેવા રાજ્યોમાં પણ ગુજરાત કરતા સારી સ્થિતિ છે. આપણે એ કહેવા માંગીએ છીએ કે, પ્રજા એ માંગણ નથી. તેમનો હક્ક માંગે છે. શિક્ષણ એ આર્થિક વિકાસની ચાવી છે પણ સરકાર એ શિક્ષણને જ નબળું પાડી રહી છે. મહત્વની વાત એ છે કે, આ માટે સરકારે જોગવાઇ કરેલી જ છે પણ આપતી નથી. સરકારનાં સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ સરકારને લખે છે કે, નવી નાણાકિય જોગવાઇની જરૂર નથી માત્ર આ સહાય ચૂકવવાની જ છે. કેવી વિચિત્ર વાત છે ?”દલિત આગેવાનોએ જણાવ્યુ કે, સરકાર દ્વારા ઘણા વર્ષોથી ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીદીઠ 500 રૂપિયા શિષ્યવૃતિ અને 300 રૂપિયા ગણવેશ માટે સહાય આપવામાં આવતી હતી પણ આ સહાય 2015માં સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે અને સહાય ફરી શરૂ કરવા માટે આ ઝુંબેશ ઉપાડવામાં આવી છે.
Published by: Sanjay Vaghela
First published: August 14, 2018, 6:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading