Home /News /madhya-gujarat /

પાટણ: ભાનુભાઇનાં મૃતદેહનો ઊંઝામાં અંતિમ સંસ્કારમાં ઉમટ્યા દલિતો

પાટણ: ભાનુભાઇનાં મૃતદેહનો ઊંઝામાં અંતિમ સંસ્કારમાં ઉમટ્યા દલિતો

  ઊંઝા: ભાનુપ્રસાદ વણકરના પાટણમાં આત્મવિલોપનનાં 54 કલાક બાદ પરિવાર અને સરકાર વચ્ચે સમાધાન થયુ હતું. આ સમાધાનની જાહેરાત પણ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને નૌશાદ સોલંકીએ કરી હતી. જે બાદ
  આજે ભાનુભાઈનો મૃતદેહ સન્માન સાથે ઊંઝા લઈ જવામાં આવ્યો હતો. આજે બપોરે તેમના અંતિમસંસ્કાર કરવા માટે અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. જયભીમનાં નાદ સાથે તેમનાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતાં.  જિગ્નેશ મેવાણીની અટકાયત બાદ દલિતોમાં ઉષ્કેરાયો હતો રોષ
  ગત સવારે દલિત નેતા જિગ્નેશ મેવાણીની અટકાયત કરાતા આખા રાજ્યમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ બની હતી. ગાંધીનગર ઉપરાંત પાટણ,બનાસકાંઠા, ઊંઝા, ગોંડલ, જૂનાદઢ, વેરાવળમાં ઠેર ઠેર દલિતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું.

  કેસની તપાસ માટે સીટની રચના

  સમગ્ર ઘટનાની તપાસ માટે સીટની રચના કરવામાં આવશે. નિષ્કાળજી બદલ 3 દિવસમાં પગલા લેવામાં આવશે. આંદોલન દરમિયાન થયેલા કેસ પરત લેવાના પણ આદેશ આપવામાં આવ્યો છે. તમામ જિલ્લામાં બાકી રહેલા મામલે 6 માસમાં લાવવામાં નિકાલ આવશે.

  આજથી વિધાનસભા  સત્ર શરૂ

  નોંધનીય છે કે કાલે સવારે દલિત નેતા જિગ્નેશ મેવાણીની અટકાયત કરાતા આખા રાજ્યમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ બની હતી. ગાંધીનગર ઉપરાંત પાટણ,બનાસકાંઠા, ઊંઝા, ગોંડલ, જૂનાદઢ, વેરાવળમાં ઠેર ઠેર દલિતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. આ મામલે સરકારે સમાધાનના પ્રયત્નો તેજ કર્યા હતાં. સરકારે દલિત સમાજની માંગળીઓ અંગે ભાનુભાઈના વેવાઈ ભીખાભાઈને મધ્યસ્થી બનાવીને વાટઘાટ ચાલું કરી હતી. રવિવારે મોડી રાત્રે દસાડાના કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કહ્યું કે જ્યાં સુધી સરકાર તમામ માગણી અંગે લેખિતમાં ખાતરી નહીં આપે ત્યાં સુધી સમાધાન કરવામાં નહીં આવે. આ અગાઉ રવિવારે પણ પરિવાર આખો દિવસ સમાજના આગેવાનો સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર બેસી રહ્યા હતા. માનવામાં આવે છે કે આજથી વિધાનસભા સત્રમાં આ મુદ્દો ન ગાજે તે કારણોસર આ ઉકેલ લાવવામાં આવ્યાં છે.  પરિવાર દ્વારા આ સાત માગણી કરવામાં આવી હતી

  1. પાટણ જિલ્લા કલેકટર, પોલીસ વડા, સેક્રેટરી, મહેસુલ, ગાંધીનગર તમામની સામે આઈ.પી.સી. ની કલમ 306, એટ્રોસીટી એકટની કલમ 3(2)5, 4 મુજબ ફોજદારી ફરીયાદ દાખલ કરી હોદ્દા પરથી સસ્પેન્ડ કરો અને ધરપકડ કરો.

  2. ગુજરાતની તમામ પડતર અને ફાજલ જાહેર થયેલ જમીન અનુસૂચિત જાતિના લોકોને તાત્કાલિક ફાળવો.

  3. ગુજરાતમાં છેલ્લાં 40 વર્ષમાં સરકારે અનુસૂચિત જાતિના લોકોને ફાળવેલ જમીન જે કાગળ પર છે અને કબજા સોંપવામાં આવેલ નથી તેવી જમીનોના કબજા તાત્કાલિક સોંપવા. તેમજ સરકારે શરત ભંગ કરી ખાલસા કરલે તમામ જમીનો રી- ગ્રાન્ટ કરવી.

  4. ભાનુભાઈ વણકર દ્રારા કરવામાં આવેલ તમામ માંગણી સ્વીકારવામાં આવે.

  5.ગુજરાત સરકાર ભાનુભાઈના કુટુંબને 1 કરોડ રૂપિયાની સહાય જાહેર કરો અને તેમનાં કુટુંબમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપો.

  6. ગુજરાત સરકારને અને જીલ્લા તેમજ તાલુકા સ્તરે છેલ્લા ૧૦ વર્ષમા અનુસૂચિત જાતિના લોકો દ્રારા કરવામાં આવેલ રજુઆત અને તેં પ્રશ્નોમાં કરવામાં આવેલ કામગીરી બાબતે હાઈ કોર્ટના જજ દ્રારા તપાસ કરવા માટે તપાસ પંચ નીમવામાં આવે તેમજ સીટ ની રચના કરી તમામ અરજીઓમા તપાસ કરી જવાબદારી નક્કી કરવામાં આવે, જેની બેજવાબદારી નક્કી થાય તેની સામે પગલાં લેવામાં આવે.

  7. પાટણ કલેકટર કચેરીમાં ભાનુભાઈનું પૂતળું મુકવામાં આવે અને સ્મારક બનાવવામાં આવે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Dalit, Dalit leader jignesh mevani, Dalit protestSelf immolation, Self immolation, પાટણ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन