Home /News /madhya-gujarat /

પાકિસ્તાનને ગુપ્ત માહિતી મોકલવામાં આવતી હતી, ગુજરાત અને યુપી ATSએ દાહોદથી અનસને ઝડપ્યો

પાકિસ્તાનને ગુપ્ત માહિતી મોકલવામાં આવતી હતી, ગુજરાત અને યુપી ATSએ દાહોદથી અનસને ઝડપ્યો

પાકિસ્તાનને ગુપ્ત માહિતી મોકલવામાં આવતી હતી

આરોપી અનસના મોટા ભાઈની પણ પહેલા nia ધરપકડ કરી ચુકી છે અને હવે નાનોભાઈ પણ ગોપનીય માહિતી પાકિસ્તાન અને અન્ય દેશને મોકલવાના કેસમાં પકડાયો

અમદાવાદ : ગુજરાત ats, up ats અને પંચમહાલ પોલીસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરી મોટી કાર્યવાહી કરી છે. ગોધરામાં રહેતા અનસ નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે અને up ats તેને લઈને રવાના થઈ રહી છે. આરોપી અનસના મોટા ભાઈની પણ પહેલા nia ધરપકડ કરી ચુકી છે અને હવે નાનોભાઈ પણ ગોપનીય માહિતી પાકિસ્તાન અને અન્ય દેશને મોકલવાના કેસમાં પકડાઈ ગયો છે.

મળતી માહિતી પ્રમાણે up atsને એક માહિતી મળી હતી અને જેમાં એવી વાત સામે આવી હતી કે, કેટલાક લોકો ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલી રહ્યાં છે જેથી up atsએ તપાસ શરૂ કરી અને upમાંથી એક આરોપી સૌરભ શર્માને પકડી તપાસ શરૂ કરી હતી. સૌરભ શર્મા એક્સ આર્મી મેન છે અને તેને પોલીસની તાપસ માં કબૂલાત કરી છે કે, રૂપિયાની લાલચમાં ભારતની કેટલીક ગોપનીય માહિતી પાકિસ્તાન અને અન્ય દેશને whatsappના મારફતે મોકલી આપી છે.

આ પણ વાંચોઅમરેલી : રાજુલાના કુંડલીયાળા ગામના 22 વર્ષના યુવાનની ક્રૂરતા પૂર્વક હત્યા, આંતરડાં બહાર આવી ગયા

તપાસમાં એ પણ સામે આવ્યું કે, સૌરભ શર્માની પત્નીના ખાતામાં રૂપિયા જમા કરવામાં આવ્યા છે અને જે રૂપિયા અનસ દ્વારા મોકલવામાં આવેલ છે જેથી તે માહિતીના આધારે અનસની ધરપકડ કરવામાં આવી છે. હાલ આ મામલે up atsએ upમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, nia થોડા સમય પહેલા આવાજ એક ગુનામાં ઇમરાનની ધરપકડ કરી હતી અને ઇમરાન પણ ભારતની ગોપનીય માહિતી પાકિસ્તાનને મોકલી રહ્યો હતો. હવે આ ગુનામાં અન્ય કેટલા લોકો સામેલ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
Published by:kiran mehta
First published:

Tags: Dahod police, Gujarat ATS

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन