દાહોદનાં ડે. કલેક્ટર અને ગુજરાત હાઇકોર્ટનાં સિનિયર જજનું કોરોનાની સારવાર દરમિયાન નિધન

દાહોદનાં ડે. કલેક્ટર અને ગુજરાત હાઇકોર્ટનાં સિનિયર જજનું કોરોનાની સારવાર દરમિયાન નિધન
દાહોદનાં ડેપ્યુટી કલેક્ટર દિનેશ હડિયલનું તથા ગુજરાત હાઇકોર્ટનાં સિનિયર જજ જી. આર. ઊંઘવાણીનું કરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે.

દાહોદનાં ડેપ્યુટી કલેક્ટર દિનેશ હડિયલનું તથા ગુજરાત હાઇકોર્ટનાં સિનિયર જજ જી. આર. ઊંઘવાણીનું કરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે.

 • Share this:
  ગુજરાતમાં કોરોના સંક્રમણ અને મોતના આંકડા વધી રહ્યાં છે ત્યારે બે દુખદ સમાચાર સામે આવ્યાં છે. દાહોદનાં ડેપ્યુટી કલેક્ટર દિનેશ હડિયલનું તથા ગુજરાત હાઇકોર્ટનાં સિનિયર જજ જી. આર. ઊંઘવાણીનું કરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે.

  નોંધનીય છે કે, 16 દિવસ પહેલા દિવાળીની રજાઓ દરમિયાન ગુજરાત હાઇકોર્ટના ત્રણ જજને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જસ્ટિસ જી. આર. ઊંઘવાણી, જસ્ટિસ એ.સી. રાવ અને જસ્ટિસ આર. એમ. સરીનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અગાઉ પણ રજિસ્ટ્રીના સંખ્યાબંધ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાઇકોર્ટને માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી હતી.  સિનિયર જજ જી. આર. ઊંઘવાણી


  જી. આર. ઊંઘવાણીનો 25મી નવેમ્બર, 1961ના રોજ જન્મ થયો હતો. જે બાદ 1983માં બી,કોમની ડિગ્રી નવગુજરાત મહાવિદ્યાલય, અમદાવાદમાંથી મેળવી હતી. જેના ત્રણ વર્ષ બાદ તેમણે કાયદાની ડિગ્રી મેળવી હતી.

  દાહોદનાં ડેપ્યુટી કલેક્ટર દિનેશ હડિયલ


  વડોદરા: કોવિડ હૉસ્પિટલમાં ફરજ બજાવવા જતી નર્સની મળી લાશ, હત્યાની આશંકા

  કોરોના અપડેટ: દેશમાં 24 કલાકમાં 512 લોકોએ જીવ ગુમાવ્યો, સક્રિય કેસમાં ઘટાડો નોંધાયો

  હાલ તેઓ ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ તરીકે ફરજ બજાવતા હતા. તેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ સાલ હૉસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હતા. જ્યાં તેમનું દુખદ નિધન થયું છે.

  દાહોદના ડેપ્યુટી દિનેશ હડિયલનું પણ કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તેઓ લીમખેડા પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. કોરોના પોઝિટીવ આવ્યા બાદ વદોદરા ખાતે સારવાર હેઠળ હતા જ્યાં તેમનું દુખદ નિધન થયું છે.
  Published by:Kaushal Pancholi
  First published:December 05, 2020, 10:24 am

  टॉप स्टोरीज