દહેગામઃ સૈનિકે માથામાં ગોળી મારી કર્યો આપઘાત, કારણ અકબંધ

News18 Gujarati
Updated: February 6, 2019, 10:29 PM IST
દહેગામઃ સૈનિકે માથામાં ગોળી મારી કર્યો આપઘાત, કારણ અકબંધ
ધર્મેન્દ્રસિંહના પિતા સરદારસિંહ ઝાલા ખાખરા ગામના સરપંચ છે. તેમને સંતાનમાં એક માત્ર દીકરો ધર્મેન્દ્રસિંહ હતા.

સેનામાં ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ ઝાલા ઉત્તરાયણની રજામાં ઘરે આવ્યા હતા

  • Share this:
દહેગામ તાલુકાના ખાખરા ગામમાં રહેતા અને ભારતીય લશ્કરમાં ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ સરદારસિંહ ઝાલાએ અગમ્ય કારણોસર પોતાની ખાનગી બંદુકથી માથામાં ગોળી મારી આપઘાત કર્યો છે. સ્થળ પર જ તેમનું મોત થયું હતું. દહેગામ પોલીસની સાથે સેના પોલીસે પણ આ મામલાની વધુ તપાસ હાથ ધરી આપઘાતના કારણો જાણવા પ્રયાસ હાથ ધર્યા છે.

બીજી તરફ પરિવારજનો પોતાના દીકરાએ આપઘાત કર્યો હોવાની બાબત સ્વીકારવા પરિવાર તૈયાર નથી, કારણ કે ઘરમાં કંકાસ કે આર્થિક સંકડામણ જેવા વિપરિત સંજોગો ન હતા. આ અંગે પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, ધર્મેન્દ્રસિંહના ત્રણ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. આનંદી સ્વભાવના ધર્મેન્દ્રસિંહ બંદુક સાફ કરતા હતા ત્યારે આ ઘટના બની હશે તેમ લાગ્યું હતું. પોતે જાતને ગોળી મારી દે તે વાત માન્યામાં આવતી નથી.

સેનામાં ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ ઝાલા ઉત્તરાયણની રજામાં ઘરે આવ્યા હતા અને દસેક દિવસ પછી ફરજ પર હાજર થવાના હતા. પૂના ખાતે ૪૧ ટ્રોશ યુનિટમાં ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ ઘરે એકલા હતા ત્યારે આ ઘટના બની હતી. ધર્મેન્દ્રસિંહના પિતા સરદારસિંહ ઝાલા ખાખરા ગામના સરપંચ છે. તેમને સંતાનમાં એક માત્ર દીકરો ધર્મેન્દ્રસિંહ હતા. ત્રણ વર્ષ બાદ તેઓ લશ્કરમાંથી નિવૃત્ત થવાના હતા.

ઘટનાની તપાસ કરી રહેલા પીએસઆઈ વી.બી.દેસાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, માથામાં ઘા ના નિશાન તથા અન્ય પરિબળો જોતા તેમણે જાતે જ માથામાં ગોળી મારી હોય તેમ લાગી રહ્યું છે. તપાસ ચાલુ છે અને અત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. એફ.એસ.એલની ટીમે પણ ઘટનાસ્થળેથી પુરાવા એકઠા કરી તપાસ ચાલુ કરી છે. ઘટના અંગે જાણ થતાં સેના પોલીસ પણ આવી પહોંચી હતી.
First published: February 6, 2019, 10:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading