24 કલાક ભારે વરસાદની આગાહી, જામનગરમાં વીજળી પડતાં ખેડૂતનું મોત

News18 Gujarati
Updated: June 28, 2019, 10:16 AM IST
24 કલાક ભારે વરસાદની આગાહી, જામનગરમાં વીજળી પડતાં ખેડૂતનું મોત
હાલોલમાં વરસાદ

શુક્રવારે વહેલી સવારે અમદાવાદના સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને પગલા વરસાદી માહોલ બન્યો છે. જેના પગલે હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારો, પૂર્વ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે.

જામનગરમાં વીજળી પડતાં એકનું મોત

ગુરુવારે જામનગરના કાલાવડ પંથકમાં વરસાદ પડ્યો હતા. આ દરમિયાન કાલાવડના લલોઈ ગામે વાવણી કરી રહેલા 82 વર્ષીય ખેડૂત પર વીજળી પડી હતી. વીજળી પડતાં તેમનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે બુધવારે પણ સૌરાષ્ટ્રમાં વીજળી પડતાં ત્રણ લોકોનાં મોત થયા હતા. જેમાં સાવરકુંડલા તાલુકાના ભેંકરા ગામે વીજળી પડતા નગીન બુધાભાઇ બાંભોલીયા (ઉ. 35) નામના યુવકનું મોત થયું હતું. પાલીતાણાના વાળુકડ ગામે ખેતરમાં કામ કરી રહેલા હંસાબેન જીવરાજભાઇ સુતરીયા(ઉ.વ.54) પર વીજળી પડતા તેમનું મોત થયું હતું. જ્યારે સુરેન્દ્રનગરના ઓળક ગામે વીજળી પડતા ખેતરમાં કામ કરી રહેલા હંસાબેન નાનજીભાઈ સાકરીયાનું મોત થયું હતું.અમદાવાદમાં ઝાડ પડ્યું

શુક્રવારે વહેલી સવારે અમદાવાદના સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ દરમિયાન શ્યામલ ચાર રસ્તા નજીક મેડિલિન્ક હોસ્પિટલ પાસે ઝાડ પડ્યું હતું. ઝાડ પડતા એક કાર અને એક્ટિવાને નુકસાન થયું હતું.પાદરામાં 1.5 ઇંચ વરસાદ

શુક્રવારે વડોદરાના પાદરા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. પાદરામાં 1.5 ઈંચ વરસાદ વરસી ગયો છે. વરસાદને પગલે શહેરના આરસીસી રોડ પર પાણી ફરી વળ્યાં હતાં. પાણી ભરતા શાળાએ જતાં બાળકોને મુશ્કેલી નડી હતી.

પાદરામાં વરસાદ


ગીર સોમનાથમાં વરસાદ

સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં મધરાત્રિથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ બની રહ્યો છે. શુક્રવારે સમગ્ર જિલ્લામાં છૂટાછવાયા ઝાંપટાં પડ્યાં હતાં. સુત્રાપાડામાં 15 MM, કોડીનારમાં 16 MM તો ગીર ગઢડામાં 31 MM વરસાદ નોંધાયો છે.

ડભોઈમાં સવારથી વરસાદ

વડોદરાના ડભોઇ શહેર અને તાલુકામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જ્યારે વડોદરામાં પણ વરસાદી માહોલ બની રહ્યો છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં આમોદમાં 3 MM, અંકલેશ્વરમાં 6 ઇંચ, ભરૂચમાં 4.5 ઇંચ, હાંસોટમાં 2 ઇંચ, જંબુસરમાં 2 ઇંચ, નેત્રંગમાં 16 MM, વાગરામાં 7 MM, વાલિયા 2.5 ઇંચ, ઝઘડિયામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.

વાપી વરસાદ


વલસાડમાં વરસાદ

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ બનેલો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી રહી છે. મોડીરાતથી કડાકા ભડાકા સાથે વાપી પંથકમાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા ચોવીસ કલાકના વરસાદના આંકડા પર નજર કરીએ તો કપરાડામાં 36 MM, ધરમપુરમાં 23 MM, પારડીમાં 22 MM, વલસાડમાં 15 MM અને વાપીમાં 25 MM વરસાદ નોંધાયો છે.
First published: June 28, 2019, 8:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading