‘વાયુ’ વાવાઝોડાના પગલે 2 લાખ 15 હજાર લોકોને સુરક્ષિત સ્થાને ખસેડાયા

News18 Gujarati
Updated: June 12, 2019, 6:48 PM IST
‘વાયુ’ વાવાઝોડાના પગલે 2 લાખ 15 હજાર લોકોને સુરક્ષિત સ્થાને ખસેડાયા
‘વાયુ’ વાવાઝોડાના પગલે 2 લાખ 15 હજાર લોકોને સુરક્ષિત સ્થાને ખસેડાયા

મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી ‘વાયુ’વાવાઝોડા સામે કેટલી તૈયારી કરી છે તેની માહિતી આપી

  • Share this:
મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી ‘વાયુ’વાવાઝોડા સામે કેટલી તૈયારી કરી છે તેની માહિતી આપી હતી. પંકજ કુમારે કહ્યું હતું કે વાયુ વાવાઝોડાથી અસાધારણ વરસાદ થવાની સંભાવના છે. લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ કરી રહ્યા છીએ. ભારત સરકારના ગૃહ મંત્રાલયના સચિવે રાજ્યના મુખ્ય સચિવ સાથે વીડિયો કોન્ફરન્સ કરી દરેક સહાય માટે તત્પરતા દાખવી છે.

મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે 2 લાખ 15 હજાર લોકોને સુરક્ષિત સ્થાને ખસેડાયા છે, ઝીરો કેઝ્યુલિટી પર સીએમ દ્વારા ભાર મુક્યો છે. તંત્ર એ દિશામાં કામ કરી રહ્યું છે. આખી રાત પોલીસ દ્વારા પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવશે.

પંકજ કુમારે જણાવ્યું હતું કે હવામાન વિભાગના અનુમાન મુજબ વેરાવળથી દ્વારકાની વચ્ચે વાયુ વાવાઝોડા ત્રાટકવાની શકયતા છે. એસઆરપીની 14 કંપની તૈનાત કરાઈ છે. એરફોર્સની મદદથી 9 હેલિકોપ્ટર વ્યૂહાત્મક જગ્યાએ મુકવામાં આવ્યા છે. 10 હજારથી વધુ પ્રવાસીઓને એસટી બસ દ્વારા ખસેડવામાં આવ્યા છે. લોકોને આ વિસ્તારમાં જવાનું ટાળવા અપીલ કરવામાં આવી રહી છે. અસાધારણ વરસાદ થવાની સંભાવના છે, જેથી ફૂડ પેકેટ ની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો - ગુરુવારે બપોરે ત્રાટકશે 'વાયુ' વાવાઝોડું, પડશે ભારે વરસાદ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોબાઈલ નેટવર્ક ચાલુ રહે તે માટે કેન્દ્ર સરકારે ટેલિકોમ કંપનીઓને સૂચના આપી છે. વીજળીને લગતી કોઈ સમસ્યા ઉભી થશે તો યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃ કાર્યવર્ત કરાશે.

પંકજ કુમારે જણાવ્યું હતું કે એનડીઆરએફની 36 ટીમો, વધારાની ટીમો પણ આવી ગઈ છે. જે અસરગ્રસ્ત વાવાઝોડા વાળા વિસ્તારમાં રવાના થઈ ગઈ છે. એસડીઆરએફની ટીમો પણ સજ્જ છે. આર્મીની ટીમ પણ તૈનાત છે. બીએસએફની 2 કંપની કચ્છ ખાતે છે.
First published: June 12, 2019, 6:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading