Tauktae વાવાઝોડાનો ખતરો: ગુજરાત માટે એક એક મિનિટ મહત્ત્વની, દરિયાકાંઠે લાગ્યું ગ્રેટ ડેન્જર સિગ્નલ

Tauktae વાવાઝોડાનો ખતરો: ગુજરાત માટે એક એક મિનિટ મહત્ત્વની, દરિયાકાંઠે લાગ્યું ગ્રેટ ડેન્જર સિગ્નલ
10 નંબરનું સિગ્નલ.

એક તરફ વાવાઝોડાના ખતરાના પગલે લોકો ફફડી ગયા છે ત્યારે ગીર-સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે.

  • Share this:
    અમદાવાદ: ગુજરાત માથે Tauktae વાવાઝોડાનો ખતર તોળાઈ રહ્યો છે. જો આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે તો મોટું નુકસાન થશે. બીજી તરફ હવામાન વિભાગે (Weather department) વાવાઝોડાને લઈને દરિયાકાંઠે ગ્રેટ ડેન્જર સિગ્નલ (Great Danger Sinnal) લગાવ્યું છે. જેનો મતલબ થાય છે કે વાવાઝોડું વધારે નુકસાન પહોંચાડી શકે છે. જેના પગલે હવે ગુજરાત માટે એક એક મિનિટ મહત્ત્વની બની છે. ગ્રેટ ડેન્જર સિગ્નલ લાગ્યું તેનો મતલબ એવો છે કે વાવાઝોડું પાર્ટ નજીકથી પસાર થશે કે પોર્ટ પર ટકરાશે ત્યારે ખરાબ વાતાવરણનો સામનો કરવો પડશે, જેના પગલે સ્થિતિ વધારે બગડી શકે છે. ગ્રેટ ડેન્જર સિગ્નલને 10 નંબરનું સિગ્નલ પણ કહેવામાં આવે છે. આ સિગ્નલ ભાગ્યે જ લગાવવામાં આવતું હોય છે. બીજી તરફ વાવાઝોડાના ખતરા વચ્ચે ગીર-સોમનાથ જિલ્લામાં રાત્રે ભૂકંપની જોરદાર આંચકો પણ અનુભવાયો હતો.

    વાવાઝોડું ક્યારે ટકરાશે?



    હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ટાઉતે વાવાઝોડું આજે (17 મે) રાત્રે આઠથી 10 વાગ્યા વચ્ચે દીવથી 20 કિલોમીટર દૂર દરિયા કિનારાથી ગુજરાતમાં પ્રવેશ કરશે. 18મી મેના શરૂઆતની કલાકોમાં જ આ વાવાઝોડું ગુજરાતને ક્રોસ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

    આ પણ વાંચો: અમદાવાદનો વિચિત્ર કિસ્સો: બ્લેક કેપ, માસ્ક પહેરી ATM સેન્ટર પહોંચ્યો શખ્સ, મશીન પર ઈંટો પછાડી



    10 નંબરનું સિગ્નલ લાગ્યું

    પોરબંદર: ટાઉતે વાવાઝોડાને લઈને બંદર પર ચાર નંબરનું સિગ્નલ હટાવીને આઠ નંબરનું સિગ્નલ લગાવ્યું છે. પોરબંદરના દરિયાકાંઠા વિસ્તારમાં લોકોને ન જવાની અપીલ કરવામાં આવી છે. દરમિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. ચોપાટી વિસ્તારમાં ફરતા લોકોને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સોમવારે વહેલી સવારથી જ આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

    અમરેલી: જાફરાબાદમાં 10 નંબરનું સિગ્નલ લાગ્યું છે. દરિયામાં કરંટ પણ જોવા મળ્યો.

    ગુજરાત પર તોળાતો ખતરો.


    ગીર સોમનાથ: ટાઉતે વાવાઝોડાને લઈને વેરાવળ બંદર પર ભયસૂચક સિગ્નલ નંબર 10 લગાવાયું છે. ભાગ્યે જ લાગતું આ સિગ્નલ વાવાઝોડાની ગંભીરતા બતાવે છે.

    વેરાવળ: વેરાવળ બંદર ખાતે 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હાલ બંદર પર પાંચ હજારથી વધુ બોટ પાર્ક કરવામાં આવી છે. વાઝોડાથી આ બોટોને નુકસાનની ભીતિ છે. મળતી માહિતી પ્રમાણે 25 વર્ષ બાદ અહીં 10 નંબરનું સિગ્નલ લાગ્યું છે.



    ભાવનગર: ટાઉટેની અસરને પગલે ઘોઘા બંદરનો દરિયો ગાંડોતૂર બન્યો છે. હાલ 60થી 70ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

    વાવાઝોડાના ખતરા વચ્ચે ભૂકંપની આંચકો

    એક તરફ વાવાઝોડાના ખતરાના પગલે લોકો ફફડી ગયા છે ત્યારે ગીર-સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે. મોડી રાત્રે ગીર-સોમનાથના વાતાવરણમાં પલટા સાથે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. દીવ, ઉના અને સૂત્રાપાડા, કોડીનાર સહિતના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મળતી માહિતી પ્રમાણે રાત્રે 3.35 વાગ્યે દીવ અને ઉનામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જ્યારે રાત્રિના 3.40 વાગ્યે સૂત્રાપાડા અને ગીર વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકાની તીવ્રતા 4.8ની રિક્ટર સ્કેલ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:May 17, 2021, 09:39 am

    ટૉપ ન્યૂઝ