અરબી સમુદ્રમાં 'પવન' વાવાઝોડુ સક્રિય, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી


Updated: December 6, 2019, 4:10 PM IST
અરબી સમુદ્રમાં 'પવન' વાવાઝોડુ સક્રિય, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી
પ્રતિકાત્મક તસવીર

સતત અરબી સમુદ્રનુ તાપમાન વધી રહ્યુ છે.અત્યારે પણ અરબી સમુદ્રનુ તાપમાન સામાન્ય કરતા 2 થી 3 ડિગ્રી ઉંચુ છે.અને જેના કારણે વાવાઝોડા સક્રિય થય રહ્યા છે.

  • Share this:
અમદાવાદ :અરબી સમુદ્રમાં બે સિસ્ટમ સક્રિય થય હતી.જેમાં દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થય છે.અને વાવાઝોડાનુ નામ પવન આપ્યુ છે..પવન વાવાઝોડુ 6 કલાકે 7 કિલોમીટરનુ અંતર કાપી રહ્યુ છે.જોકે પવન વાવાઝોડુ સોમાલીયા તરફ આગળ વધી રહ્યુ છે.જોકે પવન વાવાઝોડાના કારણે ગુજરાતને કોઈ અસર નહી થાય...પરંતુ પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ડીપ્રેશન સક્રિય છે.જેના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થશે.અને વાદળ છાયુ વાતવરણ રહેશે.

જૂનાગઢ, ગીરસોમનાથ, પોરબંદરમાં અસર થશે

કમોસમી વરસાદની અસર જુનાગઢ,ગીરસોમનાથ, પોરબંદર જિલ્લામાં થશે.તો અમદાવાદ શહેરના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે.અને વાદળછાયુ વાતાવરણ સર્જાયુ છે.જોકે વાદળ છાયુ વાતાવરણ અને ભેજના કારણે પણ પાકમાં જીવાત ઉત્પન થાય છે.અને પાકને નુકસાન પહોચાડે છે.ત્યારે હવામાન વિભાગનુ અનુમાન છે કે આજે વાતવરણમા વાદળ છાયુ રહેશે અને આવતીકાલથી વાતાવરણ સ્વચ્છ થય જશે.

આ પણ વાંચો : આનંદો! ડુંગળીના ભાવ ઘટી શકે છે, ગોંડલ યાર્ડમાં સવા લાખ ગુણી ડુંગળીની આવક

મહત્વપૂર્ણ છે કે અરબી સમુદ્રમાં 7 મહિનામાં 5 વાવાઝોડા સક્રિય થયા છે.જોકે ગુજરાતના સારા નસીબ કે એક પણ વાવાઝોડુ ગુજરાતને હિટ કર્યુ નથી.પરંતુ પાંચે પાંચ વાવાઝોડાના કારણે ગુજરાતમા કમોસમી વરસાદ થયો અને ખેડુતોને નુકસાન થયુ, ત્યારે હવામાન વિભાગના ડાયરેકટર ડોકટર જયંત સરકારે પણ જણાવ્યુ હતુ કે સતત અરબી સમુદ્રનુ તાપમાન વધી રહ્યુ છે.અત્યારે પણ અરબી સમુદ્રનુ તાપમાન સામાન્ય કરતા 2 થી 3 ડિગ્રી ઉંચુ છે.અને જેના કારણે વાવાઝોડા સક્રિય થય રહ્યા છે.જોકે વાવાઝોડુ બનવા માટે એક કારણ નહી અને કારણો છે જેમાં તાપમાન ખુબ મહત્વનુ છે.
First published: December 6, 2019
વધુ વાંચો
अगली ख़बर