'મહા' વાવાઝોડું ગુજરાત તરફ ફંટાયું, 7મીએ દીવ-પોરબંદર વચ્ચે 70-80 કિ.મીની ઝડપે ટકરાશે

News18 Gujarati
Updated: November 5, 2019, 1:06 PM IST
'મહા' વાવાઝોડું ગુજરાત તરફ ફંટાયું, 7મીએ દીવ-પોરબંદર વચ્ચે 70-80 કિ.મીની ઝડપે ટકરાશે
વાવાઝોડું ધીમે ધીમે નબળું પડી રહ્યું છે, અને ગુજરાતના દરિયા કાંઠે પહોંચે ત્યારે વધારે નબળું પડે તેવી વકી

વાવાઝોડાની અસરના પગલે દરિયા કાંઠે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોકે, વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે.

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદ : વાવાઝોડું 'મહા' (Cyclone Maha) ગુજરાત તરફ ફંટાઈ ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ (Weather department of Gujarat) 7મી નવેમ્બરે વાવાઝોડું સવારે સૌરાષ્ટ્રના દરિયા (Saurashtra) કાંઠે ટકરાશે (Costal line). વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું કે 'વાવાઝોડું પોરબંદરથી 660 કિલોમીટર દૂર છે. વેરાવળથી 720 કિલોમીટર અને દીવથી 770 કિલોમીટર દૂર છે. જેમ જેમ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે નજીક આવશે ત્યારે નબળું પડશે. અમારા અનુમાન મુજબ દીવ-પોરબંદર વચ્ચે 70-80 કિલોમીટરની ઝડપે ટકરાશે. '

આ પણ વાંચો :  જયંતિ ભાનુશાળી હત્યા કેસના મુખ્ય સૂત્રધાર મનિષા ગોસ્વામી અને સુરજીત ભાઉની UPથી ધરપકડ

6 નવેમ્બરે ભારેથી અતિભારે વરસાદ પડશે

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું કે 'મહા' નબળું પડ્યું છે અને ધીરે ધીરે ગુજરાતના કાંઠે આવી રહ્યું છે. વાવાઝોડાની અસરના પગલે 6 નવેમ્બરે ગુજરાતના જૂનાગઢ, ગીર સોમનાથ સંઘ પ્રદેશ દીવ, અમરેલી, બપોટા, અમદાવાદ, રાજકોટ, ભરૂચ, આણંદ અને સુરતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે.7મી નવેમ્બરે પણ વરસાદ આવશે

7મી નવેમ્બરે ભાવનગર, સુરત ભરૂચ, આણંદ, બરોડા જિલ્લાના અનેક સ્થળોએ ભારે વરસાદ વરસી શકશે. હવામાન વિભાગના અનુમાન મુજબ 8મી નવેમ્બરે વાવાઝોડું એકદમ નબળું પડી જશે. હવામાન વિભાગના આંકલન મુજબ આ વાવાઝોડું વધારે નબળું પણ પડી શકે છે.

આ પણ વાંચો :  સરકાર ખેડૂતોને 7 દિવસમાં સંપૂર્ણ પાક વીમો નહીં આપે તો આંદોલન કરીશું : હાર્દિક પટેલ

તમામ માછીમારો પરત આવી ગયા છે

જયંત સરકારે જણાવ્યું કે ગઈકાલે અમારી તંત્ર સાથે મીટિંગ થઈ હતી. અમારી જાણકારી મુજબ હાલમાં દરિયામાં ગુજરાતની કોઈ બોટ માછીમારી માટે નથી. માછીમારી માટે ગયેલી તમામ બોટને પરત બોલાવી લેવાઈ છે.
First published: November 5, 2019, 1:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading